50 કરોડ લોકો સંક્રમિત અને 5 કરોડ લોકોના મોત જે સ્પેનિશ ફ્લૂથી થયા હતા, કોરોના હવે એવી ઘાતક સ્થિતિ તરફ વળ્યો

કોરોનાના લીધે શું સ્થિતિ છે એ હવે આખું વિશ્વ જાણી રહ્યું છે. ત્યારે લોકો ટપોટપ મરી પણ રહ્યા છે. હવે બસ બધાને એક જ પ્રાર્થના છે કે લોકો કોરોનાના નિયમો પાળે અને વાયરસને હરાવવા માટે આગળ આવે. ત્યારે હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો કે જે જાણીને તમારા હાજા ગગડી જશે. કારણ કે હજુ જો જાગ્યા નહિ તો કોરોનાવાયરસના 3-4 વેવની તૈયારી કરી દેવી જોઈએ. કોરોનાવાયરસ હવે 1918માં આવેલા સ્પેનિશ ફ્લૂનું પુનરાવર્તન તરફ આગળ વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

image source

પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આજે હાઈટેક ટેકનોલોજી વચ્ચે સવા વર્ષમાં વિશ્વમાં 14 કરોડ કોરોનાના કેસો સામે આવ્યા બાદ 2 ટકાથી વધુ મૃત્યુ દર નોંધાયો છે. એ સાબિત કરે છે કે કોરોનાવાયરસ 3-4 વેવ તરફ આગળ વધી રહ્યો હોય, એવું ઇન્ફેક્શન-નિષ્ણાત ડો. પ્રતીક સાવજનું પણ કહેવું છે. ડો. પ્રતીક સાવજ કે જેઓ ઇન્ફેક્શન-નિષ્ણાત છે અને કોરોનામાં હોટસ્ટોપ બનેલ સીટી સુરતમાં ફરજ બજાવી રહ્યા છે.

image source

તેઓએ જણાવ્યું કે બીજો વેવ ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે, જેની પાછળ લોકોની ગંભીર બેદરકારી હોવાનું કહી શકાય છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ફરતા લોકો અને જાહેર કાર્યક્રમ એ કોરોનાવાયરસના વધતા કેસોનું ઉદાહરણ કહી શકાય છે.

ડોક્ટરોએ આગળ વાત કરી કે કોરોના માટે માત્ર સ્પોર્ટિંગ દવા જ છે. કોઈ રામબાણ સારવાર નથી. આજે તમામ હોસ્પિટલોના વેન્ટિલેટર સાથેનાં બેડ ફુલ છે. આ વાયરસની બે અસર થઈ એટેક કરે છે- એક ડાયરેકટ અને બીજો બીમારી પર હાવી થવું, એટલે કોઝ ઓફ ડેથ આપવું મુશ્કેલ બની રહ્યું છે. કોરોનાવાયરસની ચેઈન તોડવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

image source

1918માં આવેલા સ્પેનિશ ફ્લૂનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એમ લાગે છે. 1918-20 દરમિયાન સ્પેનિશ ફ્લૂના ચાર વેવ આવ્યા હતા. વિશ્વના 50 કરોડ લોકો એ ઇન્ફેક્શનમાં ભોગી બન્યા હતા. લગભગ 10 ટકા એટલે કે 5 કરોડ લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં.

કહેવામાં આવે છે કે કોઈપણ વાયરસનો સ્ટ્રેન બદલાય એટલે એ ઘાતક જ સાબિત થાય. હાલમાં કોરોનામાં પણ એવું જ થઈ રહ્યું છે જેના કારણે તે પણ ઘાતક સાબિત થઈ શકે છે. બાળકોથી લઈ વૃદ્ધો સુધીના તમામ ઉંમરના લોકો માટે એક જ ઉપાય છે, એ છે સાવચેત રહો. જો તમે નહીં સમજ્યા તો આ વાયરસ તમને સમજી જશે એ પાક્કી વાત છે.

image source

સ્પેનિશ ફ્લૂની વાત કરીએ તો એ સમયમાં આટલી ટેક્નોલોજી ન હતી, દવાઓ કે એન્ટિબાયોટિક ઇન્જેક્શન ન હતાં, નિષ્ણાત તબીબો ગણ્યાગાંઠિયા હતા. જાગૃતતામાં મદદરૂપ થતી સંસ્થાઓ કહો કે મીડિયા એ ન હતાં. આજે બધું જ છે છતાં વાયરસ લોકો પર હાવી થઈ રહ્યો છે, એનું એક જ કારણ છે કે લોકોમાં જાગૃતિ નથી.

દેશમાં તો કોરોના હાહાકાર મચાવી જ રહ્યો છે પણ સાથે સાથે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 11 હજારને પાર થયો છે અને ગઈકાલે 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 11,403 નવા કેસ નોંધાયા છે. તેમજ 117 દર્દીના મોત થયા છે. જ્યારે 4,179 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 82.15 ટકા થયો છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે.

રાજ્યમાં છેલ્લા 80 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 15 હજાર 972ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,494 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 41 હજાર 724 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!