પેટની સમસ્યાઓથી મુક્તિ પામવા આ નુસખા છે સૌથી વધુ ઉપયોગી, કરી જુઓ અમલ

આજ કાલના સમયમાં ખાનપાનની આદત બગડી ગઈ છે, અને લોકો ગમે તેવું પણ ખાઈ લે છે જેના પછી તેમને પેટના રોગો, પેટનો બગાડ અથવા તો કબજિયાત જેવી તકલીફો થવા માંડે છે, ત્યારે આ સમસ્યાઓથી છૂટવા માટે કેટલાક ખાસ અને આસાન ઉપાય કરવા ઘણા જરુરી છે, કે જેનાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય.

image source

માન્યતા છે કે જો પેટ સારુ રહેશે તો સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. બદલાતી જીવનશૈલી અને વ્યસ્તતાને કારણે લોકો ઘરની બહારનું વધારે ખાતા થઈ ગયા છે. આને કારણે લોકોમાં પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યા વધી રહી છે. એસિડિટી અને કબજિયાતની સમસ્યા કોમન થઈ ગઈ છે. આને કારણે છાતીમાં બળતરા પણ સામાન્ય સમસ્યા છે. જો તમને આ સમસ્યાઓ સતાવતી હોય તો અમુક ઘરેલુ ચીજોના સેવનથી તમે પેટને હેલ્ધી રાખી શકો છો. ખાસ કરી ને શહેરી વિસ્તાર માં રહેતા લોકો માં પેટ ને લગતા રોગો નું પ્રમાણ વધારે હોય છે કારણકે ઘણા લોકો ને ખાખો દિવસ બેસી ને જ કામ કરવાનું હોય છે અને હલન ચલણ નું પ્રમાણ ઘણું નહિવત હોય છે. યોગ્ય સમય સરત ન કરવાથી અથવા તો પૂરતો શારીરિક પરિશ્રમ ન કરવાથી પેટ અને ખાસ કરી ને પાછાં ને લગતી સમસ્યાઓ ઊભી થાય છે. આંતરડાઓ બરાબર સાફ થતા નથી. આ માટે આજે અમે તમને થોડાક ઘરેલ નુસ્ખાઓ જણાવી

લીંબુમાં રહેલા તત્વ આપણા પેટને સાફ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારું ખાધેલું સારો રીતે પચતુ નથી, તો એના માટે તમે સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવો, તેના સેવનથી તમારું પેટ સાફ થઈ જશે. અને સાથે જ તમારે વજન પણ ઓછું થઈ જશે.

એસિડિટી અને ગેસની સમસ્યા રહેતી હોય તો અજમાનું નિયમિત સેવન કરવું જોઈએ. નિયમિત ન લો તો જે દિવસે વધુ તેલ મસાલા વાળી ચીજો ખાવ એ દિવસે અજમો જરૂર ફાકો. આ પેટમાં મોજૂદ હાનિકારક તત્વોને ખતમ કરે છે. અજમામાં કેલ્શિયમ હોય છે જે હાડકા માટે ફાયદાકારક છે. જમ્યા પછી 10 મિનિટ રહીને અજમાને ચપટી સિંધવલૂણ સાથે લો, અથવા તેમાં અડધો ગ્લાસ પાણી મિક્સ કરીને પાણી પી લો. તેને શાકમાં નાંખીને પણ ખાઈ શકો છો.અડધો ગ્રામ અજમાનું ચૂર્ણ અને એટલી જ ગોળ લઇ તેની ગોળી બનાવી દિવસમાં 3વાર લો. આમા રહેલા એન્ટીબેક્ટેરિયલ તત્વ આંતરા અને પેટમાં થતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે. દાડમની છાલને સૂકી તેનું ચૂર્ણ બનાવો. તેને દિવસમાં 3વાર 11 ચમચી લો. થોડા દિવસ આ ચૂર્ણ ખાવાથી પેટ અને આંતરડામાં થતાં કૃમિની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે. ટામેટાને કાપીને તેમાં સિંધાલૂણ મીઠું અને કાળા મરીનો પાઉડર મિક્ષ કરીને રોજ ખાવાથી પેટમાં રહેલા કૃમિ મરીને ઝાડા વાટે બહાર નીકળી જાય છે. લીમડાના પાનમાં એન્ટીબાયોટિક ગુણ હોય છે. તેને પીસીને તેના જ્યૂસમાં મધ મિક્ષ કરી પીવો. આનાથી કૃષિ મરી જશે અને આતરડાના સાક રહેશે. સવારે લેવાથી

વરિયાળી એસિડીટી ઠીક કરીને પેટને રાહત પહોંચાડે છે. 1 મોટી ચમચી વરિયાળી 2 કપ પાણીમાં ઉકાળી લો અને આ મિશ્રણ દિવસમાં બે-ત્રણ વાર લો. તેનાથી નાના-મોટા આંતરડાને ફાયદો થાય છે. જમવાના 5થી 10 મિનિટ બાદ નાની ચમચી વરિયાળી લેવાથી ફાયદો થાય છે. પેટની સમસ્યાઓથી બચવા માટે વરીયાળી વરીયાળી સાથે સાકરવાટીને એનુ ચૂરણ બનાવી લો. અને રાત્રે સુતી વખતે લગભગ પંગ્રામ ચૂરણને હળવા હુંકા પાણી સાથે સેવન કરો.પેટની સમસ્યા નહીં થાય અને ગેસ અને કબજિયાત દૂર થશે

સૂંઠ ગેસ ઓછો કરવામાં મદદ કરે છે. નિયમિત સેવનથી પાચનતંત્ર મજબૂત રહે છે. પેટમાં એન્ઝાઈમ પૂરતી માત્રામાં નીકળે છે. અડધી નાની ચમચી સૂંઠ નોર્મલ કે હૂંફાળા પાણી સાથે જમવાની 10-15 મિનિટ બાદ લેવું જોઈએ. આની સાથે જ હરડે પણ સારી ઔષધિ છે, અપચામાં હરડે રામબાણ ઈલાજ છે. પેટના રોગોમાં તે ખૂબ જ લાભકારક છે. તે પેટ સાફ રાખે છે અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે. જમવાની 10 કે 15 મિનિટ બાદ અડધી ચમચી હરડે સાદા પાણી સાથે લેવી જોઈએ. પેટની સમસ્યા દૂર થશે.

લસણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. પેટની સમસ્યા દૂર કરવાની સાથે આંતરડાને સંપૂર્ણ રીતે સાક રાખવા માટે લસણનો આ પ્રયોગ જરૂર કરવો ખોરાકમાં લસણની ચટણીનો ઉપયોગ કર્યો તુલસી એક શ્રેષ્ઠ એન્ટીબેકરેસ્પિલ છે. રોજ સવારે તુલસીના 5 પાન ગળવાથી પેટમાં કૃમિની સમસ્યા થતી નથી.એસિડિટીમાં તુલસીનું પાન પણ રાહત આપે છે. તે પેટના અલ્સરથી બચાવે છે અને પાચન મજબૂત કરે છે. રોજ ત્રણથી ચાર તુલસીના પાનના સેવનથી પેટ દુરસ્ત રહે છે. તેને પાણીમાં ઉકાળીને લેવાથી પણ ફાયદો થાય છે.

image source

ભોજન બનાવવામાં હીંગનો મોટા પાયે ઉપયોગ થાય છે. તેની સુગંધ ભૂખ વધારે છે અને તે પાચન માટે પણ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી પાચન માટે નીકળતા એન્ઝાઈમ યોગ્ય માત્રામાં નીકળે છે. તેને આખી ખાવી હોય તો એક ચોખા કે ઘઉંના દાણા જેટલા પ્રમાણમાં હીંગ લો. તેને પાવડર રૂપમાં લેવી હોય તો જમ્યાના 10 મિનિટ બાદ 1 ગ્લાસ નોર્મલ કે હૂંફાળા પાણી સાથે લો. હીંગને ડૂંટી પર લગાવવાથી પણ ગેસની સમસ્યાથી છૂટકારો મળે છે અને પેટના દુઃખાવામાં રાહત મળે છે. બાળકો માટે હીંગ ખૂબ ફાયદાકારક છે.

આંતરડામાં કૃમિ પડવાની સમસ્યા રહેતી હોય તો કાચી કેરીની ગોટલી ખાઓ, તેના માટે કાચી કેરીની ગોટલીનું ચૂર્ણ દહીં કે પાણી સાથે સવાર-સાંજ અડધી ચમચી લેવુ આતરડા સાફ રહેશે. છાશમાં ઘણા ઔષધિય ગુણો રહેલા છે. ભોજનની સાથે-સાથે છાશ પીવી જોઈએ. તેનાથી તમારું પાચનતંત્ર સ્વ રહેશે. સવારના સમયે તમારું પેટ બિલકુલ સાફ થઈ જશે. જો કે આ સાથે જ તમાલપત્ર પણ એક કમાલની ચીજ છે, શાકમાં સદીઓથી તમાલપત્રનો ઉપયોગ થાય છે. પેટની સમસ્યામાં તે ઘણા કામની ચીજ છે. તે પિત્તનાશક છે અને પાચન સારુ રાખે છે. તેનું પાવડરના રૂપમાં પણ સેવન કરી શકાય છે. અડધી નાની ચમચી તમાલપત્રના પાવડરને પાણી સાથે જમવાની વચ્ચે વચ્ચે અથવા 10 મિનિટ બાદ લઈ શકો છો.

લવિંગનું નિયમિત સેવન પેટને સ્વસ્થ રાખે છે. જમવાના 10 મિનિટ પછી લવિંગની એક કે બે કળી ચાવી જાવ. આમ કરવાથી જમવાનું પચી જશે અને પેટ સાફ રહેશે. લવિંગની કળી ચાવવાથી પેઢા પણ મજબૂત બને છે. તેને ચા સાથે પણ લઈ શકો છો.

જે લોકોને પેટ સાફ ન થવાની સમસ્યા રહે છે તેમને વધુ પ્રમાણમાં સલાડ ખાવું જોઇએ. સલાડમાં તમે ગાજર, મૂળા, ટામેટા, બીટ, ખીર ખાઈ શકો છો. તેમાં કાંઇબરનું પ્રમાણ વધુ હોય છે જે આંતરડાઓની સારી રીતે સફાઇ કરે છે. જમતી વખતે ક્યારેય વચ્ચે પાણી ન પીવો આયુર્વેદ અનુસાર, ભોજનની સાથે સાથે પાણીનું સેવન હાનિકારક છે. જમ્યા બાદ 30 મિનિટે પાણી પીવું જોઇએ. આનાયી પાચનતંત્ર સા રહેશે અને જમવાનું સરળતાથી પચી જશે.ના ઉપરાંત આખો દિવસ થોડા-થોડા સમયે પાણી પીતા રહો દરરોજ થોડોક ટાઈમ કાઢી ન કસરત કે યોગાસન કરવાની ટેવ પાડો. આ કરવાથી તમને ઘણા રોગો માંથી મુક્તિ મળી શકે છે અને નિયમિતતાથી તંદુરસ્તી પણ જળવાઈ રહે છે.