આ IAS અધિકારીઓ પણ થયા હતા પરિક્ષાઓમાં ફેલ, પણ આજે શિક્ષણ વિભાગમાં સંભાળે છે સચિવ પદ

રાજ્યના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરીણામ જાહેર થઈ ચુક્યું છે. આ પરીક્ષમાં જે વિદ્યાર્થીઓ પાસ થઈ શક્યા નથી તે કદાચ આ પરિણામથી નાસીપાસ કે દુખી થઈ ગયા હશે.

image source

પરંતુ આવા તમામ વિદ્યાર્થીઓએ મનમાં એક વાતને યાદ રાખવી જોઈએ કે આ પરિક્ષાનું પરિણામ જીવનનું અંતિમ પરિણામ નથી. આ સાથે જ આ પરિણામ પરથી એવું પણ સાબિત થતું નથી કે નાપાસ થનાર વિદ્યાર્થી ભવિષ્યમાં કંઈ જ કરી શકશે નહીં.

આ વાતનું ઉત્તમ ઉદાહરણ રાજ્યના બે ઉચ્ચ અધિકારી છે. જેમની વાત અહીં રજૂ કરવામાં આવી છે. આ બંને અધિકારી હાલ રાજ્યમાં ઉચ્ચ પદે કાર્યરત છે અને તેઓ પણ તેમના અભ્યાસના દિવસોમાં નાપાસ થયા છે. એટલે કે એક કે બે વિષયમાં નાપાસ થવું એનો અર્થ એ નથી કે પછી તમે સફળ નહીં થઈ શકો. તમે આ સાથે વધુ મહેનત કરવાની શીખ લઈ અને આગળ વધી શકો છો. આ વાત સાબિત કરતા આ બે અધિકારીઓ શું કહે છે તે વાંચો.

image source

હાલ રાજ્યના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા અંજુ શર્મા કહે છે કે તેઓ બોર્ડમાં નહીં પણ નવમાં ધોરણની પરીક્ષામાં જ ફેલ થયા હતા. તેઓ કેમિસ્ટ્રીના વિષયમાં નાપાસ થયા હતા. આ વાતનું તેમને દુખ થયું પણ આ તકે હતાશ થઈ જવાને બદલે તેમણે પોતાના નબળા વિષયમાં વધારે મહેનત કરવાનું શરુ કર્યું. જો તમે મહેનત કરો છો તો તમને પરિણામ મળે જ છે. આ જ રીતે એક વાર ફેલ થયા પછી તે દરેક પરીક્ષામાં સફળતા મેળવતા રહ્યા. તેમણે એક નિષ્ફળતામાંથી બોધ લીધો અને ત્યાર પછી સ્નાતક, મેનેજમેન્ટમાં અનુસ્નાતક અને સિવિલ સર્વિસીસની એક્ઝામ સુધી તેઓ ટોપ સ્કોરર રહ્યા.

image source

તેમણે આ તકે તેમના પુત્રની વાત પણ જણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પુત્રને પણ અગિયારમાં ધોરણમાં ખૂબ ઓછા માર્ક આવ્યા હતા ત્યારે પણ તેમણે તેને હિંમત આપી અને મહેનત કરવા જણાવ્યું. તેણે પણ આ વાતને માની અને બીજા વર્ષે એટલે કે બોર્ડમાં તેને સારા માર્ક્સ આવ્યા. તેમણે જણાવ્યું હતું કે જો તેમને પહેલી નિષ્ફળતા ન મળી હોત તો આજે તેઓ આ સ્થાને પણ પહોંચ્યા ન હતા. તેમના માટે નિષ્ફળતા એ આગળ વધવાની પ્રેરણા બની હતી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાળકોને લાગે છે કે તે નાપાસ થયા છે તેથી લોકો તેમને પ્રેમ નહીં કરે. પરંતુ એવું નથી જે લોકો તમને પ્રેમ કરે છે તે લોકો તમારા ફેલ થવાથી તમને નફરત કરશે તેવું નથી. એટલે જ એક વર્ષની નિષ્ફળતાથી હતાશ થઈ અને આગળના અનેક વર્ષોને ખરાબ ન કરવા જોઈએ.

image source

આવી જ પ્રેરણાદાયી વાત છે શિક્ષણ સચિવ વિનોદ રાવની. તેઓ પણ ફિઝિક્સમાં નાપાસ થયા હતા. તેમણે કહ્યું હતું કે તેમને ફિઝિક્સમાં જરા પણ રસ ન હતો તેથી પરિણામ ખરાબ આવ્યું. પરંતુ આ ઘટનાને તેમણે પડકાર તરીકે સ્વીકારી અને ત્યાર પછીના દરેક વર્ષે તેમને ફિઝિક્સમાં સૌથી વધુ માર્ક્સ આવતા. બોર્ડની પરીક્ષામાં તેઓ શાળામાં પ્રથમ અને યુપીએસસીની પરીક્ષામાં પણ ટોપ સ્કોરર હતા. તેઓ વધુમાં કહે છે કે નિષ્ફળતા જેવું કંઈ જ હોતું નથી તે તો વિદ્યાર્થીઓ માટે વધુ મહેનત કરવા માટેનો સંકેત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત