Windows 11 માં યુઝરને જોવા મળશે આ 7 જબરદસ્ત અપડેટ અને ફીચર્સ

આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ આખામાં વિજ્ઞાન સંદર્ભે વૈજ્ઞાનિકો અને સંશોધકો દિવસે ને દિવસે અવનવી શોધખોળ કરતા જ રહેતા હોય છે. આ શોધખોળ પછી ભલે અવકાશ સંબંધી હોય, મશીનરી બાબતે હોય કે તમે આખો દિવસ હાથમાં પકડ્યા રાખો છે તે ડિજિટલ ક્ષેત્ર એટલે કે સ્માર્ટફોન સંબંધી હોય.

image source

વળી, સંશોધકો જે તે શોધ કર્યા બાદ તેમાં સમયાંતરે અપડેટ અને વધુને વધુ ફાયદો મેળવી શકાય તે દિશામાં આગળ વધતા હોય છે. ત્યારે કોમ્પ્યુટર પણ આવી જ એક શોધ છે જેમાં દિવસે ને દિવસે આધુનિક શોધખોળ અને અપડેટ આવતી રહે છે.

વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ “વિન્ડોઝ 11 ” ની આગામી મોટી રિલીઝ માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. માઈક્રોસોફ્ટએ જાહેરાત કરી છે કે વિન્ડોઝ 11 સ્પોર્ટેડ ડિવાઇસ પર 5 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. માઈક્રોસોફ્ટના કહેવા અનુસાર આવનારા વિન્ડોઝ 11 માં આપવામાં આવેલા 7 ફીચર્સ વિશે યુઝરે જાણવું જરૂરી છે. ત્યારે આ 7 નવા ફીચર્સ કયા કયા છે તે આપણે આજના આ આર્ટિકલમાં જાણીશું.

1. નવી ડિઝાઇન

image source

યુઝર માટે વિન્ડોઝ 11 માં નવી ડિઝાઇન સાથે મોડર્ન સાઉન્ડ ફ્રેશ એન્ડ ક્લીન છે. જે શાંતિ અને વિશ્રામની ભાવના પેદા કરે છે.

2. સ્ટાર્ટ મેનુ

માઈક્રોસોફ્ટ દ્વારા સ્ટાર્ટની સાથે સાથે યુઝરના કન્ટેન્ટને સામે અને સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. સ્ટાર્ટ, કલાઉડ અને માઈક્રોસોફ્ટ 365 નો લાભ યુઝર્સને લેટેસ્ટ ફાઇલ દેખાડવા માટે આપે છે. પછી ભલે તેને કોઈપણ ડિવાઇસ પર જોવામાં આવ્યું હોય.

3. સ્નેપ લેઆઉટ

સ્નેપ લેઆઉટ, સ્નેપ ગ્રુપ અને ડેસ્કટોપ મલ્ટીટાસ્ક કરવા માટે તમારા ડિવાઇસની સ્ક્રીનને ઓપ્ટિમાઇઝ કરવાની એક પાવરફુલ રીત પ્રદાન કરે છે. આ ફીચર યુઝરને એપ્સ અને વિન્ડોને એક સાથે ગ્રુપિંગ કરીને સારી રીતે ઓર્ગેનાઇઝ કરવાની પરવાનગી આપે છે.

4. માઈક્રોસોફ્ટની ટીમ હવે ટાસ્કબારમાં ઉપલબ્ધ

image source

આ પણ એક સારો અનુભવ હશે કે માઈક્રોસોફ્ટની ટીમ હવે ટાસ્કબારમાં ઇન્ટિગ્રેટેડ કરવામાં આવી છે એટલે કે માઈક્રોસોફ્ટની ટીમ હવે ટાસ્કબારમાં ઉપલબ્ધ રહેશે જે લોકો સાથે જોડાવવાની એક ઝડપી રીત પ્રદાન કરે છે.

5. વિજેટ

વિજેટ્સ AI દ્વારા પાવર્ડ એક નવી પર્સનલાઇઝડ ફીડ છે જેનો ઉદ્દેશ્ય યુઝર્સને એ સુચનાઓ સુધી પહોંચાડવાની ઝડપી રીત પ્રદાન કરવાનો છે જેની તેને ચિંતા છે.

6. એક્સેસીબીલીટીમાં સુધારો

image source

માઈક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર વિન્ડોઝ 11 અત્યાર સુધીનું સૌથી ઇન્કલુસિવલી વિન્ડોઝ વર્ઝન છે. આ વર્ઝનમાં વિકલાંગ વ્યક્તિઓ માટે તેના દ્વારા બનાવવામાં આવેલ નવા એક્સેસીબીલીટી ફીચર્સ છે.

7. ટચ, ડીઝીટલ પેન અને વોઇસ ઇનપુટમાં મળશે સપોર્ટ

વિન્ડોઝ 11 ટચ, ડીઝીટલ પેન અને વોઇસ ઇનપુટને સપોર્ટ કરે છે. માઈક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર નવું OS ટચ, ડીઝીટલ પેન અને વોઇસ ઇનપુટ દ્વારા ઉપયોગ કરવા પર સ્પીડ એફિશિએંસી અને સારા અનુભવ માટે અનુકુલીત છે.