રશ્મી દેસાઇથી લઇને ટીવીના આ ટોપ કલાકારોના ખરાબ દિવસો શરૂ થાય એ પહેલા જ બદલી નાખ્યુ પોતાનું નામ, એકે તો સાવ એવું નામ રાખ્યું કે…

ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે મહેનત રંગ નથી લાવતી તો સેલિબ્રિટી ભાગ્યનો સહારો લે છે જેના પરિણામે કોઈ વીંટી પહેરે છે તો કોઈ પોતાના નામનો સ્પેલિંગ બદલી નાખે છે પણ ટીવીના આ 6 કલાકારો એવા છે જેમને પોતાના ડૂબતા કરીયરને બચાવવા માટે અને સફળતા મેળવવા માટે પોતાનું નામ જ બદલી નાખ્યું. તો ચાલો આજે અમે તમને જણાવી દસીએ એ ટીવી કલાકારો વિશે જેમને પોતાનું નામ બદલી નાખ્યું.

નિયા શર્મા.

image source

ટીવીની ગ્લેમરસ એક્ટ્રેસ નિયા શર્માએ પોતાનું નામ કેમ બદલ્યું? એક હજારોમે મેરી બહેના હે, કાલી, જમાઇરાજા, ઇશ્ક મેં મરજાવા, ખતરો કે ખિલાડી, નાગીન જેવા શોમાં કામ કરી ચુકેલી નિયા શર્મા આજે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. પણ શું તમે જાણો છો કે નિયા શર્માનું અસલી નામ નેહા શર્મા છે. નિયા શર્માને પોતાનું નામ ખૂબ જ કોમન લાગતું હતું એટલે એમને પોતાનું નામ નેહા શર્મા બદલીને નિયા શર્મા કરી દીધું. નિયા શર્માનું આ સ્ટાઈલિશ નામ એમના માટે ઘણું જ લકી સાબિત થયું અને એ સફળ અને ફેમસ બની ગઈ.

રશ્મિ દેસાઈ.

image source

ઉતરન સિરિયલની તપસ્યા એટલે કે રશ્મિ દેસાઈ આ શોથી ઘર ઘરની લાડકી બની ગઈ પણ ઘણા ઓછા લોકોને ખબર હશે કે રશ્મિ દેસાઈનું અસલી નામ દિવ્યા દેસાઈ હતું. તમે જાણીને ચોંકી ઉઠશો કે રશ્મિ દેસાઈનું નામ એમની માતાએ બદલ્યું છે. રશ્મિની માતા એક પ્રોફેશનલ ન્યુમોરોલોજીસ્ટના કહેવા પ એમનું નામ બદલી નાખ્યું અને આ રીતે દિવ્યા દેસાઈ રશ્મિ દેસાઈ બની ગઈ. રશ્મિ દેસાઈનું આ બદલાયેલું નામ એમના માટે લકી સાબિત થયું અને આજે રશ્મિ દેસાઈ ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક સફળ ચહેરો છે.‘

અનિતા હસનંદાની.

image source

યે હે મોહબ્બતે સિરિયલની શગુન એટલે કે અનિતા હસનંદાનીનું નામ પહેલા નતાશા હસનંદાની હતું. બહુ ઓછા લોકોને આ વાત ખબર હશે. નામ બદલવા પાછળ કારણ એ હતું કે એમને એવું લાગ્યું કે નતાશા નામ કદાચ લોકોને જલ્દી યાદ ન રહે પણ અનિતા નામ પોપ્યુલર છે એટલે લોકો એ નામ યાદ રાખશે અને થયું પણ કંઈક એવું જ, નતાશા હસનંદાની જ્યારથી અનિતા હસનંદાની બની ત્યારથી એમની લોકપ્રિયતા પણ વધી ગઈ

દલજીત કૌર.

image source

કુળવધુ, ઇસ પ્યાર કો ક્યાં નામ દુ, કાલા ટીકા, નચ બલિયે, બિગ બોસ જેવા શોમાં કામ કરી ચુકેલી ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે પોતાનું નામ બદલીને દીપા કરી દીધું છે. દલજીત કૌરે કહ્યું કે “મારું નામ બદલવાનો શ્રેય મારા માતાને જાય છે” દલજીતની માતાને લાગતું હતું કે એમનું નામ બોલવામાં થોડું અઘરું છે અને કોઈના મોઢે તરત નથી ચડતું એટલે એમને દલજિતનું નામ બદલી નાખ્યું.દલજીતને ઘરે બધા દીપા કહીને બોલાવતા હતા એટલે એમનું નામ બદલીને દીપા કૌર કરી દેવામાં આવ્યું. દલજીત કૌરે પોતાના નામ બદલવાના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર જાતે જ આપ્યા.

રિદ્ધિમાં તિવારી.

image source

દો દિલ એક જાન, સાસુરાલ ગેંદા ફૂલ, ગુલાજ જેવા શોમાં કામ કરી ચુકેલી રિદ્ધિમાં તિવારીએ પોતાનું નામ શ્વેતા તિવારીમાંથી બદલીને રિદ્ધિમાં તિવારી કરી દીધું. રિદ્ધિમાંના કહેવા અનુસાર એમના સ્ટરગલિંગ દિવસોમાં પોતાના નામ શ્વેતા તિવારીને કારણે એમને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. શ્વેતા તિવારી નામ ઘણું જ કોમન હતું અને બીજી એક્ટ્રેસ સાથે પણ એમનું નામ મળતું આવતું હતું. એટલે એમને પોતાનું નામ બદલવાનો નિર્ણય કર્યો. રિદ્ધિમાં તિવારીનું આ બદલાયેલું નામ એમના માટે લકી સાબિત થયું અને એમને સફળતા અપાવવામાં પણ મદદરૂપ બન્યું.

કરણવીર બોહરા.

image source

કરણવીર બોહરાએ પોતાના કરિયરની શરૂઆત કસોટી જિંદગી કી સિરિયલથી કરી હતી. એ સિવાય કરણવીર બોહરાએ દિલ સે દી દુઆ, સૌભાગ્યવતી ભવ, શરારત, નાગીન 2, કુબુલ હે જેવા શોમાં પણ કામ કર્યું છે. પણ શું તમને કરણવીર બોહરાનું સાચું નામ ખબર છે? કરણબીર બોહરાનો જન્મ રાજસ્થાનના જોધપુરના એક મારવાડી પરિવારમાં થયો હતો. કરણવીર બોહરના દાદાએ એમનું નામ મનોજ બોહરા રાખ્યું હતું કારણ કે એ એકટર મનોજ કુમારથી ઘણા જ પ્રભાવિત હતા અને ઈચ્છતા હતા કે એમનો પૌત્ર પણ મોટો થઈને મનોજ કુમાર જેવો બને. પછી જ્યારે કરણવીર બોહરાએ કસોટી જિંદગી કી સિરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી તો અમુક પ્રોફેશનલ કારણોના લીધે એમને પોતાનું નામ મનોજ બોહરાનો બદલીને કરણવીર બોહરા કરી લીધું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત