કોઠાસૂઝ હોય તો આવી, સુરતમાં માત્ર 2 ચોપડી ભણેલી મહિલા ખાલી ગાયોથી કમાઈ છે 20 લાખ કરતાં પણ વધારે

ગીર ગાય એ દેશમાં સૌથી વધારે દૂધ આપનાર ગાય છે. મોટા ભાગે તે જૂનાગઢના પંથકમાં જોવા મળતી હોય છે. ગુજરાતના ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનાં પણ શોખીન છે. અહી એક પશુ પ્રેમી મહિલાની વાત કરવામાં આવી છે. જે ગાયો થકી આજે બહોળી કમાણી કરે છે. આ મહિલાનું નામ છે જમના બેન નકુમ. તેઓ મૂળ સૌરાષ્ટ્રનાં છે અને હાલમાં પરિવાર સાથે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ટૂકેદ ગામે આવીને વસેલાં છે. જમનાબેન માત્ર બે જ ચોપડી ભણેલાં છે.

જમનાબેન નકુમ દ્વારા અથાક પરિશ્રમ કરીને ગૌશાળા ઊભી કરી છે.
image source

તેમની ગાયો સાથેની સફર વિશે વાત કરીએ તો જમના બેને મહા મેહનતે ગૌ શાળા ઊભી કરી છે. ઓછું ભણેલા હોવા છતાં જમનાબેન અને તેમના પરિવારે કોઠા સૂઝથી નાના પાયે ગૌશાળાની શરૂઆત કરવાનું નક્કી કર્યું. આ પછી ધીમે ધીમે તેમાં વધારો કરતા ગયાં અને આજે તેઓએ એક આખી ગૌ શાળા ઊભી કરી લીધી છે. આ ગૌ શાળાનું નામ છે ક્રિષ્ના ગૌ શાળા. મળતી માહિતી મુજબ આ ગૌ શાળામાં હાલ નાની-મોટી મળીને કુલ 70 જેટલી ગીર ગાયો છે.

જમનાબેન અને તેમના પરિવારે કોઠાસૂઝથી નાના પાયે ગૌશાળાની શરૂઆત કરી હતી.
image source

આજે જમના બેન આ ગાયો થાકી સવાર-સાંજ એમ મળીને 170 લિટર જેટલું દૂધ મેળવી રહ્યાં છે. વાત કરીએ આ દૂધનાં વેચાણ અને તેની કમાણી વિશે તો ગૌશાળામાંથી એકઠા થયેલા શુદ્ધ ગીર ગાયના દૂધને પરિવારના સભ્યો સુરતમાં ઘરે ઘરે લોકો સુધી પહોંચાડી રહ્યાં છે. આ દ્વારા તેમને વાર્ષિક તેમની આવક 20 લાખથી પણ વધુની થઈ રહી છે. જમના બેન વિશે વિગતે વાત કરીએ તો તેઓ મૂળ સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલીના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની છે. તેઓનાં પતિનું નામ મગનભાઈ છે અને તેઓ પરિવાર સાથે છ વર્ષ અગાઉ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ટૂકેદ રહેવા માટે આવ્યા હતા.

અહી તેમણે ભાડાપટ્ટા પર જમીન રાખીને ગૌશાળાની નાના પાયે શરૂઆત કરી હતી. આ પછી પરિવારે જાત મહેનતને ઘાસચારો જાતે વાવવાથી લઈને ગાયોની દેખરેખ રાખવાનું કામ કર્યું. આ જ કારણે આજે ગૌશાળા નમૂનેદાર બનવામાં તેઓ સફળ રહ્યાં અને તે સાથે સાથે 70 જેટલી ગાયોની સંખ્યા પણ કરી લીધી છે. આ ગાયો પૈકી 20 જેટલી ગીર ગાયો દૂઝણી છે અને 32 જેટલી આ જ ગાયોની જાતની વાછરડીઓ પણ છે. આમ હાલ તેઓ પાસે નાની-મોટી થઈને 70 જેટલી ગાયો થઈ ગઈ છે.

આજે તેઓ ધીમે ધીમે આધુનિક ઢબે પણ આગળ વધી રહ્યાં છે. તેઓએ ઘાસ કાપવા મશીન પણ વસાવી લીધાં છે. આ વિશે જ્યારે જમનાબેને સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમારી ગૌશાળામાં અમે ગીર ઓલાદ રાખીએ છીએ. આ સાથે ગાયોને લીલો ઘાસચારો જ આપીએ છીએ. ઘાસચારાનો કાપવા માટે ચાપ કટરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને ઘાસચારાનો બગાડ થાય નહીં. આગળ વાત કરતા તેઓ કહે છે કે ગાયો માટે અમે 10 વીઘા જેટલી જમીનમાં ઝીંઝવો સહિતના ઘાસનું જ વાવેતર કરીએ છીએ.

ક્રિષ્ના નામની ગૌશાળામાં નાની-મોટી મળીને 70 જેટલી ગીર ઓલાદની ગાયો છે.
image source

આ ઘાસની સાથે શેરડી સહિતનો ચારો કટિંગ કરીને આપીએ છીએ કે જેથી ગાયો તેનો બગાડ પણ કરતી નથી અને સરળતા પણ રહે છે. આ સાથે ગાયોને દાણ પણ આપવામાં આવે છે જેમાં કપાસની પાપડી, કપાસી, સરસવની પાપડી સહિતની સાતેક વસ્તુઓનું મિશ્રણ આપવામાં આવે છે. આ સાથે આ ગૌ શાળાની આગવી વિશિષ્ટતા એ છે કે ગાયોને બાંધવામાં આવતી નથી. ગૌ શાળા વિશે વાત કરતાં જમનાબેનના પતિ મગનભાઈ નકુમે કહ્યું હતું કે બધી જ ગીર ગાયોનો ઉછેર કાચા ફાર્મમાં કરવામાં આવે છે.

અહી આખો દિવસ બધી જ ગાયોને છૂટા વાડામાં રાખવામાં આવે છે. ગાયોને કોઈ પણ રીતે બાંધવામાં આવતી નથી. ગાયોને દાણ આપવા માટે પણ તેઓ ગણતરી મુજબ કામ કરે છે જેમાં ગાયોનું 50 ટકા દૂધ ઉત્પાદન વજન તથા એક કિલો એના શરીર નિભાવ. દાણ સાથે સૂકો ચારો તથા લીલા ચારાનું મિશ્રણ આખું વર્ષ જાળવીને આપવામાં આવે છે. તેમની આ સફરની શરૂઆત વિશે વાત કરીએ તો અંદાજિત કુલ 28 લાખનું રોકાણ કર્યું હતું. આ પછી 10 વીઘા જમીન રાખી અને તેમાં લીલા ઘાસનું વાવેતર કર્યું. આ જમીનમાં તેઓ ગાયોને દૂધ આપવા માટે પોષક ઘાસચારો એટલે કે હાઇબ્રીડ નેપિયર જીજવો તથા બુલેટ ઘાસ અને શેરડી ઉગાડે છે.

નેપિયર અને બુલેટ ઘાસ ગીર ગાયો માટે ખોરાક તરીકે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. આ પાછળનું કારણ એ છે કે ગાયોની દૂધ આપવાની ક્ષમતામાં નોંધનીય વધારો થાય છે. આ જમીનમાંથી ત્રણ હેકટર જમીનમાં લીલો ચારો અને સૂકો ચારો મળી રહે એ રીતનું ખેડાણ કરવામાં આવે છે. આ દરમિયાન ઘાસચારાના ખેડાણ માટે પ્રતિ મહિને 22 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. આ ખર્ચમાં બીજ ખાતર તથા મજૂરીખર્ચનો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ રીતે ખેતરમાંથી મળતાં ઘાસચારામાંથી દર મહિને સૂકો ચારો 15 ટન ઉપયોગમાં લેવાય છે જેની ગણતરી કરીએ તો 1 ટન સૂકા ચારાની કિંમત 6 હજાર જેટલી થાય છે.

સવાર-સાંજ 170 લિટર જેટલું દૂધ એકઠું કરવામાં આવે છે.
image source

આ સિવાય તેઓ જણાવે છે કે 2 વિયાણ વચ્ચેનો સમય 16 મહિનાનો સમય લાગે છે. પહેલા વિયાણ માટેનો સમય 38 મહિનાનો હોય છે. આ સાથે નિયમ ઊર્મિનાશક દવા તથા રસીકરણ બધી જ ગાયો પર કરવામાં આવે છે. જ્યારે ગાયોનું બીજદાન કરવાનું હોય છે ત્યારે સુમૂલના પશુ-ચિકિત્સકો કે ખાનગી પશુ-ચિકિત્સકોની મદદ લેવામાં આવે છે અને જ્યારે ગાયો બીમાર પડે ત્યારે પણ તેમનો જાણકારો દ્વારા ઈલાજ કરાવામાં આવે છે. ગાયોના નાના નાના વાછરડાં-વાછરડીઓ માટે પણ અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે. ગૌ શાળામાં જ તેમનાં માટે અલગ બચ્ચાં ઘર બનાવવામાં આવ્યાં છે.

ગૌશાળામાંથી એકઠા થયેલા શુદ્ધ ગીર ગાયના દૂધને પરિવારના સભ્યો સુરતમાં ઘરે ઘરે લોકો સુધી પહોંચાડે છે.
image source

તેમની આવી ખાસિયતોને કરણે દૂર દૂરથી લોકો ગૌશાળા જોવા માટે અહીં આવે છે. આ દૂધની માંગ પણ વધારે છે. આ પાછળનાં બે કારણો છે જેમાં પહેલું એ કે ગીર ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે સારું કહેવાય છે અને બીજું કે દૂધ કોઈ ભેળસેળ વગર શુધ્ધ આપવામાં આવે છે. વાત કરીએ તેની કિંમત વિશે તો જમનાબેનની ગીર ગાયનું દૂધ સામાન્ય રીતે પ્રતિ લિટર રૂપિયા 80ના ભાવે વેચાણ થાય છે. આ સિવાય તેઓ દૂધમાંથી બનતી અન્ય પ્રોડક્ટ પણ તૈયાર કરે છે જેમ કે ગાયનું ઘી અને છાશ અને આ પ્રોડક્ટનું પણ તેઓ વેચાણ કરે છે.

ગૌશાળામાંથી વાર્ષિક તેમની આવક 20 લાખથી વધુની થઈ રહી છે.
image source

તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ માત્ર છાશનું વેચાણ જ દર વર્ષે 1 લાખ 75 હજારનું કરે છે. આ સિવાય ગાયના ઘીનું વેચાણ કરીને તેઓ વર્ષે 2 લાખ 70 હજારની આવક મેળવી રહ્યા છે. આમ મળીને કુલ 20 લાખ સુધીની આવક તેઓ મેળવી રહ્યાં છે. ગૌ શાળાની સુવિધાઓમાં પણ ધીરે ધીરે વધારો કરવામાં આવ્યો છે. આ સાથે તેઓ ફ્કત દૂધ,ઘી અને છાસના વેચાણ પછી આવનારા સમયમાં અન્ય પ્રોડ્કટ તૈયાર કરવાનું પણ વિચારી રહ્યાં છે જેમ કે ગૌમૂત્ર, જીવામૃતથી લઈને અન્ય દવાઓ સહિતની વસ્તુઓ તેઓ સમાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!