મૂલ્યવાન માસ્ક: નાગપુરનાં ‘ગોલ્ડન બાબા’એ કોરોનાથી બચવા રૂપિયા 5 લાખ ખર્ચીને બનાવડાવ્યું સોનાનું માસ્ક, સુરક્ષા માટે બોડીગાર્ડ પણ રાખ્યા છે

કોરોનાવાઇરસથી બચવા લોકો ફેસ માસ્ક ફરજિયાત પહેરી રહ્યા છે. પુણેની વ્યક્તિ પછી હવે કાનપુરમાં રહેતા અને ‘ઉત્તર પ્રદેશના બપ્પી લહરી’ તરીકે ઓળખાતા મનોજ સેંગરે 5 લાખ રૂપિયા ખર્ચીને ગોલ્ડન માસ્ક બનાવડાવ્યું છે. આ મોંઘા માસ્કને લીધે મનોજ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.કોવિડની બીજી લહેર ઘાતક બની રહી છે. કેટલાંક લોકો તો માસ્ક પહેરવાનું પસંદ કરી રહ્યાં નથી. આ માસ્ક ટ્રીપલ કોટેડ, સેનેટાઈઝર છે, જે ત્રણ વર્ષ સુધી બિન્દાસ્ત ચાલી શકે છે. ઉત્તર પ્રદેશના કાનપુરના મનોજ સેંગરને લોકો ‘યૂપીના બપ્પી લહેરી’ના હુલામણા નામથી બોલાવે છે. મનોજ સેંગર પોતાના કિંમતી માસ્કના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યાં છે. તેઓએ પોતાના માટે અંદાજે રૂપિયા 5 લાખનું એક સોનાનું માસ્ક બનાવડાવ્યું છે, જેને તેઓ સામાન્ય માસ્કની જેમ પહેરીને ફરે છે. સોશિયલ મીડિયા પર આ સોનાના માસ્કને લઈને લોકો અજીબો ગરીબ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. લોકો મનોજ સેંગરને મનોજાનંદ મહારાજના નામથી પણ બોલાવે છે.

image source

મનોજ સેંગરનું કહેવું છે કે, કોવિડની બીજી લહેર ઘાતક બની રહી છે. કેટલાંક લોકો તો માસ્ક પહેરવાનું પસંદ કરી રહ્યાં નથી. આ માસ્ક ટ્રીપલ કોટેડ, સેનેટાઈઝર છે, જે ત્રણ વર્ષ સુધી બિન્દાસ્ત ચાલી શકે છે. ટાઈમ્સ નાવ સાથેની વાતચીતમાં મનોજ સેંગરે કહ્યું કે, માસ્કમાં સેનેટાઈઝર સોલ્યુશન છે. જે ઓછામાં ઓછા 36 મહિના સુધી ચાલશે.

આ માસ્કને ‘શિવ શરણ માસ્ક’ નામ આપવામાં આવ્યું છે. હું બધી જ સાવચેતી રાખુ છું. મારી પાસે બે બોડી ગાર્ડ પણ છે, જેઓ હંમેશા મારી સુરક્ષામાં તૈનાત રહે છે. આ માસ્ક સિવાય તેમની પાસે સોનાની ઘણી બધી ચીજવસ્તુઓ છે. જેમ કે તેમના ગળામાં તમને એક સોનાનો શંખ, માછલી અને ભગવાન હનુમાનનું લોકેટ પણ દોવા મળશે. જો કે, ‘ગોલ્ડન બાબા’ને બપ્પી લહેરીની જેમ સોના સાથે પ્રેમ છે. એટલે જ યૂપીમાં તેઓને લોકો ‘યૂપીના બપ્પી લહેરી’ના હુલામણા નામથી પણ બોલાવે છે.

મનોજે સોનાનાં માસ્કને ‘શિવ શરણ’ નામ આપ્યું

image source

તેણે કહ્યું, માસ્કમાં સેનિટાઈઝર સોલ્યુશન છે અને તે 36 મહિના સુધી કામ કરશે. મનોજને પણ બપ્પી લહરીની જેમ સોનાની વસ્તુઓ ખરીદવાનો અને પહેરવાનો ઘણો શોખ છે. આજની તારીખમાં પણ તે 250 ગ્રામ વજનની ચાર સોનાની ચેન પહેરે છે. માસ્ક ઉપરાંત મનોજ પાસે હનુમાનનું લોકેટ અને માછલી પણ સોનામાંથી બનાવેલી છે. તે રોજ 2 કિલો સોનું પહેરીને બહાર ફરે છે. મનોજના આવા શોખને લીધે કાનપુરવાસીઓએ તેનું નામ ગોલ્ડન બાબા પાડ્યું છે. ગોલ્ડન બાબાએ કહ્યું, સોનાને લીધે હું ચર્ચામાં પણ આવું છું અને ઘણીવાર મને ધમકીઓ પણ મળે છે. હું દર વખતે સાવચેત રહું છું. મારું ધ્યાન રાખવા માટે મેં બે બોડીગાર્ડ રાખ્યા છે.

3 લાખ રૂપિયાનું અન્ય એક સોનાનું માસ્ક

image source

મૂળ પુણેના શંકર કુરાડેએ સોનાનું માસ્ક બનાવડાવ્યું હતું. આ માસ્ક અંદાજે 5 તોલાનું હતું અને તેની કિંમત 3 લાખ રૂપિયા હતી. સોનાના આ માસ્કમાં બારીક છીદ્ર રાખવામાં આવ્યા હતા. જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના પડે. શંકર કુરાડેને સોનું પહેરવાનો ગજબનો શોખ છે. તેમના શરીર પર જ્યાં જુઓ ત્યાં સોનું જ સોનું જોવા મળે છે.શંકર લગભગ 3 કિલોનું સોનું પહેરે છે. તેમના આ શોખને કારણે જ તેઓ અવારનવાર સમાચારમાં છવાયેલા રહે છે. કોરોનાકાળમાં સોનાનું માસ્ક બનાવડાવીને શંકર કુરાડે ફરીવાર ચર્ચામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!