ગરમીમાં લૂથી બચવા રોજ ખાઓ કાચી ડૂંગળી, જાણો બીજા આટલા બધા ફાયદાઓ વિશે પણ

ઉનાળો શરૂ થઈ ગયો છે, જેથી હીટસ્ટ્રોક થવાની સંભાવના રહે છે. ઉનાળામાં લૂ (હીટ સ્ટ્રોક)થી બચવા માટે તમારે કાચી ડુંગળી ખાવી જોઈએ. આમ તો ડૂંગળી લગભગ બધાના ઘરમાં ખવાતી હોય છે, જેના વગર ભોજન તો જાણે અધૂરું જ લાગે છે, પંજાબી સબ્જી હોય, તીખી-મીઠી ચાટ હોય, કચુમ્બર હોય આ બધા વ્યંજન એના વગર અધૂરા જ લાગે. ભીષણ ગરમીને કારણે લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બને છે. લોકો હીટ સ્ટ્રોકથી બચવા માટે વિવિધ પગલાં લે છે. આ પછી પણ, તેઓ ઘણી વાર હીટ સ્ટ્રોકનો શિકાર બને છે.

image source

આ ઉનાળામાં જો તમે પણ ગરમીથી બચવા માગતા હોય, તો તમારે દરરોજ તમારા ભોજનમાં કાચી ડુંગળીને સામેલ કરવી જોઈએ. કાચી ડુંગળી ન માત્ર હીટસ્ટ્રોકથી તમારું રક્ષણ કરે છે, પરંતુ તે અનેક રોગોને મટાડવામાં પણ મદદગાર છે. જો તમે દરરોજ ઘરમાં રાખવામાં આવતી કાચી ડુંગળી ખાઓ છો, તો તે તમને કેન્સર જેવા જીવલેણ રોગથી દૂર રાખે છે. સફેદ ડુંગળી બળ આપનારી, તીખી, રુચિકર છે, ઉલટી, અરુચિ, વાત-પિત્ત, પરસેવો, સોજા, કોલેરા, હૃદયરોગ વગેરેમાં ખુબ જ ફાયદેમંદ છે.

image source

તમે કાચી ડુંગળીથી હાઈ બ્લડ પ્રેશર અને ગંભીર હૃદયરોગને પણ દૂર કરી શકો છો. ડુંગળીમાં સલ્ફર હાજર હોય છે, તે બ્લડ સુગર પર હકારાત્મક અસર કરે છે. આ સિવાય કાચી ડુંગળી ખાવાથી તમારી પાચક શક્તિ પણ સારી રહે છે. જો તમને ગેસની સમસ્યા છે, તો તમારે દરરોજ કાચી ડુંગળી ખાવી જોઈએ. લાલ ડુંગળી રૂચી આપનારી, આયરન ની માત્રા ને લેવલ માં રાખનારી, ઠંડી, ગેસ, કફ, તાવ અને પેટના કીદાઓનો નાશ કરનારી છે.

image source

આ ઉપરાંત બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ કાચી ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને બ્લડપ્રેશરની ફરિયાદ છે, તો તમે રોજ કાચી ડુંગળી ખાઈ શકો છો, આ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. તમારા રોજિંદા સલાદમાં કાચી ડુંગળીનો સમાવેશ કરી શકો છો. એટલુ જ નહીં જો તમે શરદી, કફ કે ગળામાં ખારાશથી પીડિત છો તો તમે તાજી ડુંગળીનો રસ પીવો. તેમા ગોળ કે પછી મધ મિક્સ કરી શકો છો તેનાથી તમને ઘણો ફાયદો થશે.

image source

તમને જણાવી દઈએ કે, ડુંગળીને કાપતી વખતે આંખોમાંથી આંસુ આવે છે. આવુ ડુંગળીમાં રહેલા સલ્ફરને કારણે થાય છે. જ નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ સલ્ફરમાં એક તેલ રહેલુ હોય છે જે એનીમિયાને ઠાક કરવામાં મદદરૂપ હોય છે. ખોરાક બનાવતી વખતે આ સલ્ફર બળી જાય છે, તેથી કાચી ડુંગળી ખાવી જોઈએ. ખાસ કરીને ઉનાળમાં કાચી ડૂંગળી વરદાન રૂપ છે.

image source

ગેસની સમસ્યાથી પીડિત વ્યક્તિએ દરરોજ કાચી ડુંગળી ખાવી જોઈએ. આનાથી કેન્સરના કોષો પણ સમાપ્ત થાય છે. એક રિસર્ચમાં બહાર આવ્યું છે કે કાચા ડુંગળી ખાનારા લોકોને કેન્સરનું જોખમ ઓછું હોય છે. આ માટે જો તમે હ્રદય રોગથી ઝઝૂમી રહ્યા છો, તો તરત જ કાચી ડુંગળી ખાવાનું શરૂ કરો. આ તમારા હૃદયની સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો કરશે. તમને જણાવી દઈએ કે ડુંગળીની તાસીર ગરમ હોવા છતાય જમ્યા પછી પેટ માં ઠંડક આપે છે. પેટ ના અનેક જંતુઓનો નાશ કરે છે. શરીર ની અંદર રહેલી શરદીને દૂર કરે છે અને શરીર ને ઠંડક પ્રદાન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત