વિદ્યાર્થી જીવનમાં ક્યારે ના ભૂલવી જોઇએ આ વાતો, હંમેશા સફળ થવું હોય તો અજમાવો આ ઉપાયો

સફળતાની ચાવી કહે છે કે વિદ્યાર્થી જીવન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જે વિદ્યાર્થી જીવનના આ સમયમાં સંયમ અને અનુશાસનનું પાલન કરે છે તેને સફળતા અચૂક પ્રાપ્ત થાય છે. આવી જ વાત ચાણક્ય નીતિમાં કહેવામાં આવી છે.

image source

ચાણક્ય નીતિ અનુસાર વિદ્યાર્થીઓને જીવનમાં જો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા હોય તો કેટલીક વાતો પર અમલ કરવો જોઈએ. ચાણક્ય નીતિમાં આ વાત માટે એક શ્લોક પણ લખવામાં આવ્યો છે.

કામં ક્રોધં તથા લોભં સ્વાદ શ્રૃંગારકૌતુકમ્

અતિનિન્દ્રારતિસેવા વ વિદ્યાર્થી હૃયષ્ટ વર્જયેત્

image source

ચાણક્ય નીતિના આ શ્લોકનો અર્થ છે કે વિદ્યાર્થીઓએ કામ, ક્રોધ, લોભ, સ્વાદ, શ્રૃંગાર, વધારે રમત ગમત, તમાશા, વધારે નિંદ્રા અને વધુ પડતી સેવાનો ત્યાગ કરવો જોઈએ. આચાર્ય ચાણક્ય અનુસાર આ બધી જ વસ્તુઓ વિદ્યાર્થી જીવનને હાનિ પહોંચાડે છે અને વિદ્યાર્થીને તેના લક્ષ્યથી દૂર કરે છે.

image source

સ્વામી વિવેદાનંદ પણ કહી ગયા છે કે જ્યાં સુધી વ્યક્તિને તેના લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય ત્યાં સુધી વ્યક્તિએ અટકવું જોઈએ નહીં. તેણે નિરાશ થયા વિના સતત પ્રયાસ કરતા રહેવા જોઈએ.

image source

ગીતાના ઉપદેશમાં પણ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કામ, ક્રોધ અને લોભ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બધા જ મનુષ્યને શ્રેષ્ઠ બનવામાં આ લાગણીઓ બાધા બને છે. તેથી તેનો ત્યાગ સમયસર કરી દેવો જોઈએ. આ જ ઉચિત નિર્ણય રહે છે. વિદ્યાર્થીઓને જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આ વાતો પણ ધ્યાન આપવું જોઈએ.

image source

1. વિદ્વાનોનું માનવું છે કે જે વિદ્યાર્થી પોતાના બધા કામ સમય પર પૂર્ણ કરે છે તેને ક્યારેય કોઈ કામમાં નિષ્ફળતા મળતી નથી. વિદ્યાર્થી જીવનના સમયનું વિશેષ મહત્વ હોય છે. તેથી આ સમયનું સમ્માન કરવું જોઈએ અને બધા જ કાર્યોને સમયસર પૂર્ણ કરવા જોઈએ.

2. વિદ્યાર્થીઓએ તેના જીવનમાં અનુશાસનનું પાલન કરવું જોઈએ. આ સમયે અનુશાસન ખૂબ મહત્વનું હોય છે. જે વિદ્યાર્થી અનુશાસન રહિત હોય છે તેના માટે સફતા હંમેશા એક સ્વપ્ન સમાન રહે છે. જે વિદ્યાર્થી અનુશાસનનું પાલન કરે છે તેને જ તેના લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. તેથી વિદ્યાર્થી જીવનમાં વ્યક્તિએ કઠોર અનુશાસનનું પાલન કરવું જોઈએ.

image source

વિદ્યાર્થીઓ માટે કહેવામાં આવેલી આ વાતોનું જે ધ્યાન રાખે છે તેને સફળતા અચૂક મળે છે. વિદ્યાર્થી જીવન એવું હોય છે કે જ્યાં મન ભટકી પણ શકે છે. પરંતુ મનને ભટકવા ન દેવું હોય અને સફળ થવું હોય તો તેનો એક માત્ર ઉપાય આ છે.