અમિતાભ બચ્ચનની પૌત્રી અને મીઝાન જાફરીના સબંધો વચ્ચેની અટકળોને લાગ્યો વિરામ, જાફરીએ કહ્યું કે …

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા અને મીઝાન જાફરી ઘણીવાર એકબીજા સાથે ફરવા જતા જોવા મળે છે અને તેઓને હંમેશાં એક કપલ તરીકે ટેગ કરવામાં આવે છે. પરંતુ હવે ‘હંગામા 2’ અભિનેતા મીઝાને તેના સંબંધો વિશે મોટો ખુલાસો કર્યો છે જે વિશે અહીં વાત થઈ રહી છે. તાજેતરમાં આ વિશે મીઝાન ખુલીને બોલ્યો છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ હંગામા 2ના ટ્રેલર સાથે હેડલાઇન્સમાં રહેલો અભિનેતા મીઝાન જાફરીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી.

क्या सच में हैं नव्या नवेली नंदा से Meezaan Jafri का अफेयर! एक्टर ने किया ये खुलासा
image source

આ ઇન્ટરવ્યૂમાં મીઝાનને તેની લવ લાઈફ વિશે પૂછવામાં આવ્યું કે શું તે કોઈને ડેટ કરે છે, તો આ વિશે ‘મલાલ’ એક્ટરે કહ્યું હતું કે ના, હું કોઈને ડેટ નથી કરતો. હું સિંગલ છું. આ વિશે વધુ પૂછપરછ કરતાં મીઝાન જાફરી હસી પડ્યો હતો અને તેણે તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું હું મારા માથા પર હાથ મૂકીને સોગંદ લઉ છું કે હું એકલો છું.

image source

મેં આ વિશે ઘણી વખત કહ્યું છે અને અટકળો, લેખ અને ઘણા આર્ટિકલ પણ કોઈએ આ બાબત સમજી ન હતી. મેં કંઈક બીજું કહ્યું હતું અને તેમણે બીજું કંઇક લખ્યું હતું. જો કે પહેલેથી જ ઘણા બધા હંગામો આ વિશે છે.

image source

આગળ વાત કરતાં તેણે કહ્યું કે આ સમયે મે કંઈ કહ્યું અને લોકોએ તેને ખોટી રીતે લઈ લીધું છે તેથી હું આ બાબતમાં વધુ કશું કહી શકતો નથી. હું આ બાબતથી દૂર રહીશ કારણ કે આ વાત પહેલેથી જ ઘણી ઉછળી ચૂકી છે. જ્યારે મીઝાન જાફરીને વધુ પૂછવામાં આવ્યું કે શું મીડિયા અહેવાલોને કારણે નવ્યા નવેલી નંદા અને તેની વચ્ચે મિત્રતામાં શું ફર્ક પડયો છે? તો મીજાને સકારાત્મક જવાબ આપતા કહ્યું કે તેની સાથે આ બરાબર નથી થઈ રહ્યું કારણ કે જો આ બધું બીજા કોઈની સાથે થાય તો તેને પણ જરૂર ખરાબ લાગશે. પરંતુ મીડિયા અહેવાલો સામે આવ્યા પછી બંને વચ્ચે કોઈ એવી પરિસ્થિતિ આવી ન હતી કે કોઈ અજીબ વાત ન હતી. આ બધું સારું છે. મારે આના પર વધુ કંઈ કહેવું નથી … ‘

image source

મળતી માહિતી મુજબ મીઝાન અને નવ્યા ઘણીવાર એકબીજા સાથે ફરવા જતાં જોવા મળે છે. તેઓને ઘણીવાર એક કપલ તરીકે ટેગ કરવામાં આવે છે. પરંતુ મીઝાને ઘણા પ્રસંગો પર કહ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ડેટિંગ કરી રહ્યા નથી અને તેઓ હાલ ફક્ત સારા મિત્રો છે. વાત કરીએ તેમનાં વર્ક ફ્રન્ટ વિશે તો મીઝાનની આગામી ફિલ્મ ‘હંગામા 2’ 23 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ, રાજપાલ યાદવ, પ્રણીતા સુભાષ પણ જોવા મળે છે. નવ્યાએ અમિતાભની પુત્રી શ્વેતા નંદાની પુત્રી છે અને તે સા અગાઉ પણ તેના ફોટાઓ શેર કરતી જોવા મળી છે.