અમદાવાદની આ મહિલા દેશ વિદેશમાં ચર્ચાઈ, જાણો ઝીરોથી હીરો સુધીની કહાની, 6 દેશોમાં કરે છે બિઝનેસ

બધી વસ્તુ સાથે કંઈક ને કંઈક જોડાયેલ હોય છે. એ જ રીતે ગુજરાતીઓ સાથે ખાવાની વાત જોડાયેલ છે. કહેવાય છે કે ગુજ્જુઓ ખાવાના ખુબ જ શોખીન છે. આપણે ગુજરાતીઓની વાત કરતા હોય અને ખાખરાનો ઉલ્લેખ ના થાય તેવું બને જ નહીં. જો કે ખાખરા સિવાય જલેબી, ઢોકળા, પાતરા, ગાંઠિયા અને થેપલા પણ ગુજારીતઓના મોઢે ચર્ચાતા રહે છે. ખાખરાનો ઈતિહાસ પણ ખુબ જ જૂનો છે. એમાં પણ ખાખરાને દેશ-વિદેશમા સૌથી વધુ ફેમસ કરવામાં ઈન્દુબેન ખાખરાવાળાનો ફાળો ખુબ રહેલો છે. ઈન્દુબેન ખાખરવાળ ની બ્રાન્ડ પાછળ એક મહિલાનો સંઘર્ષ છુપાયેલો છે.

image source

જો આ મહિલાની એક વાત કરવામાં આવે તો તેની આખી વાત સમજાય કે લગભગ 55 વર્ષ પહેલા જ્યારે મહિલા ઘરની બહાર નીકળતી ન હતી, ત્યારે ઈન્દુબેને આ સિદ્ધિ હાંસલ કરી અને મહિલાઓને એક આદર્શ ઉદાહરણ પૂરું પડ્યું છે. જો ઈન્દુબેન વિશે વાત કરીએ તો 1928માં અમદાવાદમાં જન્મેલા ઈન્દુબેન ઝવેરીની ઘરની આર્થિત સ્થિતિ સારી નહોતી.

image source

તે મધ્યમવર્ગ પરિવારમાંથી છે. ઈન્દુબેને ના પતિ એક મિલમાં મજૂરી કરતા હતા. ઈન્દુબેને એ સમયે એસએસસી પાસ કર્યુ હતું. તેમના પતિને આર્થિક મદદ કરી શકે તે માટે તેઓ સિવણકામ કરતા હતા. જો કે, મહેનતના પ્રમાણમાં વળતર ના મળતા ઈન્દુબેને કંઈક બીજું કરવાની ઈચ્છા જાગી હતી.

image source

જો તે સમયની પરિસ્થિતિની વાત કરીએ તો એ સમયે ઓસ્વાલ કમ્યુનિટીએ પોતાના મેમ્બર્સને સારા ખાખરા મળી રહે એ માટે જૂના અમદાવાદમાં ફતેહસિંહની વાડી ખાતે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર શરૂ કર્યું હતું. ઈન્દુબેન અહીં બપોરના 12થી 4 વાગ્યા સુધી પાર્ટ ટાઈમ ખાખરા વેચવાની જોબ કરતા હતા. જોબ કરવા કરતાં પોતાનો ધંધો હોય તો સારું એ વિચારે તેમણે 1965મા ઓર્ડર મુજબ જાતે ખાખરા બનાવવાનું શરૂ કર્યું. ખાખરા બનાવડાવા હોય એ લોકો લોટ ઈન્દુબેનને આપી જાય. ઈન્દુબેન તેના ખાખરા બનાવી પોતાની મજૂરી વસુલી લેતા હતા. ઈન્દુબેન ઘર કામની સાથે ખાખરા પણ બનાવતા હતા.

image source

કહેવાય છે કે વહેલી સવારે 4 વાગ્યે ઉઠીને ધગધગતા ચૂલા સામે બેસીને ખાખરા બનાવતા હતા. વર્ષ 1965માં ઈન્દુબેન જાતે માલ ખરીદીને ખાખરા બનાવવા લાગ્યા હતા અને સાદા ખાખરાની જગ્યાએ એમાં વેરાયટી પણ એડ કરતાં ગયા, જે લોકોને ખૂબ પસંદ આવી હતી. શુદ્ઘ લોટ, તેલ અને મસાલાના કારણે લોકોમાં ઈન્દુબેનના ખાખરા ફેમસ બનવા લાગ્યા અને પછી તો બેનનો જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય એમ દિવસો ચડવા લાગ્યા.

image source

પછીની વાત કરીએ તો અમદાવાદની પશ્ચિમ તરફનો વધુ વિકાસ થતાં અન્ય લોકોની જેમ ઈન્દુબેન પણ પરિવાર સાથે મીઠાખળી વિસ્તારમાં શિફ્ટ થયા અને ભાઈની મદદથી તેમણે બે માળનું મકાન ખરીદી લીધું હતું. અમદાવાદની પશ્ચિમ તરફનો વધુ વિકાસ થતાં અન્ય લોકોની જેમ ઈન્દુબેન પણ પરિવાર સાથે મીઠાખળી વિસ્તારમાં શિફ્ટ થયા અને ભાઈની મદદથી તેમણે બે માળનું મકાન ખરીદી લીધું હતું. વર્ષ 2008 પછી ઈન્દુબેન ખાખરાવાળાએ બહુ મોટી હરણફાળ ભરી છે. આજે ઈન્દુબેન ખાખરાવાળા આઈકેસી (IKC) બ્રાન્ડથી ખાખરા વેચે છે. અંદાજે 100થી વધુ વેરાયટીના ખાખરા બને છે અને 6 દેશોમાં તેની નિકાસ થાય છે. અમદાવાદમાં 7 આઉટલેટ્સ છે. ટૂંકમાં કહીએ તો એવું કહેવાય કે હવે લોકોને ઈન્દુબેનના ખાખરાની આદત પડી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!