ઉત્તર ભારતમાં મેઘમહેરની તૈયારી, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

દેશના ઘણા શહેરોમાં છેલ્લા બે દિવસથી તેજ હવાથી સાથે વરસાદ થઈ રહ્યો છે. આ ખુશનુમા વાતાવરણ વચ્ચે ભારતીય હવામાન વિભાગે દિલ્હી એનસીઆર ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોના મોટાભાગના શહેરોમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયા કિનારાના વિસ્તારમાં ભારે ગતિ સાથે પવન ફુંકાશે જેને લઈને માછીમારોને પણ એલર્ટ કરવામા આવ્યા છે.

image source

હવામાન વિભાગ અનુસાર 24 કલાકમાં વરસાદ થઈ શકે છે. દિલ્હીમાં બુધવારે વાળદછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પણ થઈ શકે છે. આગામી 2 દિવસ સુધી વાદળ છવાયેલા રહેશે અને ગાજવીજ સાથે વરસાદ થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિભાગે 2 જૂનના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓરિસ્સા, કોંકણ અને ગોવા, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને યમન, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટક, આસામ અને મેઘાયલ, તમિલનાડુ, પોંડીચેરી અને કરાઈકલ, લક્ષદ્વીપ અને કેરળમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

image source

હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. શહેરોમાં પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાક હશે. આ સાથે ઉત્તર પ્રદેશના 18 જિલ્લામાં પણ બુધવારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજસ્થાનમાં પણ કેટલાક જિલ્લામાં વરસાદ આગામી 3થી 4 દિવસ થવાની સંભાવના છે.

આ સાથે સ્કાયમેટ વેધર દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમાં પૂર્વોત્તર ભારત, સિક્કિમ, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારતમાં સામાન્ય, મધ્ય ભારતમાં સામાન્યથી વધુ અને પૂર્વ તેમજ પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 2021 માટે હવામાન વિભાગે કહ્યું હતું કે એકંદરે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું પૂર્વાનુમાન છે.

image source

આ પૂર્વાનુમાન અનુસાર ચોમાસુ 96થી 104 ટકા રહેવાની સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો વરસાદ 96થી 104 ટકા રહેવાની સંભાવના છે. દેશમાં સરેરાશ વરસાદ એલપીએના 101 ટકા થવાની શક્યતા છે.

image source

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે વાતાવરણમાં પલટો નોંધાયો હતો. સાંજ સુધીમાં અહીં વરસાદ થવાનું પણ અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર પશ્ચિમી ડિસ્ટર્બન્સના કારણે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *