દોઢ વર્ષ બાદ ઘરે આવેલી પુત્રી ન જોઈ શકી પિતાનું મોઢું, સ્મશાનમાં સર્જાયા કરૂણ દ્રશ્યો

કોરોનાએ સમગ્ર વિશ્વમાં અનેક પરિવારોના માળા વિખી નાખ્યા છે. અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આવી એક ઘટના સામે આવી છે ગુજરાતના ભરૂચ ખાતે. જેને શાંભલીને તમારી આંકમાં પણ આંસ આવી જશે. આ અંગે વિગતે વાત કરીએ તો ભરૂચમાં એક વ્યક્તિનું મોત થતા તેની દિકરીનું રૂદન જોઈ પથ્થર દિલના લોકોની આંખમાં પણ આંસૂ આવી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે અંદાજો લગાવી શકો છો કે પિતાના મોત બાદ પુત્રીની કેવી હાલત થઈ હશે.

દિકરી પોતાના પિતાને દોઢ વર્ષ બાદ મળવા ઘરે આવી

image source

તમને જણાવી દઈએ ભરૂચમાં એક દિકરી પોતાના પિતાને દોઢ વર્ષ બાદ મળવા ઘરે આવી હતી પરંતુ વિધિની વક્રતાતા તો જૂઓ પિતાને મળવાની વાત તો દૂર તે તેમનો ચહેરો પણ જોઈ શકી નહોતી.

image source

નોંધનિય છે કે આ દિકરી કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી પોતાના પરિવારને મળી શકી નહોતી અને જ્યારે દોઢ વર્ષ બાદ ઘરે આવી ત્યારે તેમને સમાચાર આપવામાં આવ્યા કે, તેમના પિતાને કોરોના થયો છે અને તેમની હાલત ખરાબ છે. જો કે દિકરી આવી સ્થિતિમાં પણ પોતાના પિતાને મળવા માગતી હતી. પરંતુ દિકરી મળી શકે તે પહેલા જ પિતાનું પ્રાણ પંખીડુ ઉડી ગયું હતું.

કમલભાઈની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહીં

image source

આ અંગે મળીતી માહિતી પ્રમાણે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા કાસ્ટા એપાર્ટમેન્ટમાં રહેતા 62 વર્ષના કમલભાઈ અને તેમના પત્નીને કોરોના થયો હતો. તે બાદ બન્ને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા. પરંતુ કમલભાઈની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહીં અને પરિસ્થિતિ વધુ ગંભીર બનવા લાગી. ડોક્ટરની તમામ કોશિશ નાકામ રહી. અને કમલભાઈએ દવાખાનામાં અંતિમશ્વાસ લીધા.

હૈયાફાટ રૂદનથી સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું

image source

તમને જણાવી દઈએ કે કમલ કિશોર મુદ્રાંની પુત્રીનું નામ નેહા છે. નોંધનિય છે કે, 32 વર્ષીય નેહા લગ્ન બાદ નાગપુર ખાતે રહેતી હતી આ ઉપરાંત કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી પોતાના માતાપિતાને મળવા ઘરે આવી શકી નહોતી. જ્યારે થોડા સમય પહેલા પિતાની તબિયત વિશે નેહાને જાણ થઈ હતી અને ત્યાર બાદ નેહા ઘરે આવી હતી. પરતુ નશીબ જોગે જ્યારે નેહા ભરૂચ પહોંચી ત્યારે સ્થિતિ કંઈક જુદી જ હતી. નેહા પિતાને મળી તો ન શકી પરંતુ તેમનુ મોઢુ પણ ન જોઈ શકી. કોરોનાએ એક હસતા રમતા પરિવારનો માળો વિખી નાખ્યા. આમ અચાનક પિતાની વિદાઈથી નેહાના માથે આભ ફાટી પડ્યું હતું અને તેમના હૈયાફાટ રૂદનથી સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!