‘બધા સત્તાધીશો સરખા ન હોય’ અ’વાદના અધિક કલેક્ટરે માત્ર એક ટ્વીટથી એક જિંદગી બદલી નાખી

હાલમાં સોશિયલ મીડિયા એક જીવન જરૂર વસ્તુ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે લોકો રાત-દિવસ હાથમાં ફોન લઈને સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક પ્રવૃતિ કરતાં રહે છે. જો કે એમાં પણ બે બાજુ છે. જો તમે ધારો તો સોશિયલ મીડિયા પર સારુ પણ કરી શકો છે અને ધારો તો ખરાબ પણ કરી શકો છો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયાના મદદથી અમદાવાદ જિલ્લા અધિક કલેક્ટર શ્રી હર્ષદ વોરાએ ખુબ જ સરસ કામગીરી કરી અને એક એક નિરાધાર વૃધ્ધ જનને સહારો પુરો પાડવાના આદેશ આપ્યા હતા. આ સાથે જ ગણતરીના કલાકોમાં જ એ અશક્ત-લાચાર વ્યક્તિને આશ્રય મળ્યો અને હવે આ વાત આખા ગામમાં વખણાઈ રહી છે. સંવેદનશીલતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ હવે લોકો વચ્ચે જઈને ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

જો આ બાબતે વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી હર્ષદ વોરાને તા- ૧૮’મે ના રોજ ટ્વીટર પર જાણકારી મળી કે અમદાવાદ શહેરમાં એક વૃધ્ધ-નિરાધાર-દિવ્યાંગ વ્યક્તિ અત્યંત લાચાર હાલમાં છે અને પીડાઈ રહ્યા છે. વાત એ હદે લાચારીની છે કે તેમની દૈનિક ક્રિયાઓ પણ જાતે નથી કરી શકતા. આ વૃદ્ધ એક જગાએ પડી રહેવાના કારણે ગંદકીની હાલતમાં સડી રહ્યા હોવાનું પણ કહેવામાં આવે છે. કોઈ સ્થાનિક વ્યક્તિએ આ વૃદ્ધજનને મદદ કરવા વિશે ટ્વીટ કર્યું અને ગણતરીની ક્ષણોમાં શ્રી હર્ષદ વોરાએ ટ્વીટ કરી એ આ શખ્સનું લોકેશન માંગ્યું. તરત જ લોકેશન મળ્યું.

આ લોકેશન એ હતું કે સરખેજ ઉજાલા સર્કલ પાસે બ્રીજ નીચે ગંદકીમાં સબડતા એ વૃદ્ધજનનું નામ ઠામ પણ મળી ગયું. ભરતભાઈ સાંકળચંદ રાવળ કે જેમની ઉંમર 72 વર્ષ અને સરનામુ મળતા જ શ્રી વોરાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આદેશ કરી સત્વરે ટીમ રવાના કરી. ટીમ તરત જ સ્થળ પર પહોંચી તો એક પગ કપાયેલા એવા દિવ્યાંગ ભરતભાઈ અત્યંત જીર્ણ-શીર્ણ હાલતમાં પડી રહ્યા હતા. ન કોઈ સાથ ન કોઈ સંગાથ. કૂદરતી ક્રિયાઓ ત્યાંજ કરી હોવાને કારણે ગંદકીથી ખદબદતી સ્થિતીમાં ભરતભાઈ કણસતા હતા. ટીમે પણ કામ કરીને સત્વરે શ્રી વોરાને પરિસ્થિતીથી માહિતગાર કર્યા અને શ્રી વોરાએ તેમને તરત જ ઓઢવ જિલ્લા આશ્રય ગૃહમાં લઈ જવા સુચનાઓ આપી.

જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં શ્રી ભરતભાઈ આશ્રય ગૃહમાં આશરો લઈ રહ્યા છે. ત્યાં તેમની નિયમિત સારવાર અને સાર સંભાળ લેવાઈ રહી છે. શ્રી વોરા આ સરસ કામ વિશે વાત કરે છે કે, ‘બેશક સોશિયલ મીડિયાનો સરકારી કામગીરીમાં ભરપુર ઉપયોગ કરાઈ રહ્યો છે. એમાં મળેલી માહિતીને સંવેદના સાથે જાણીએ અને તેને આધારે પગલા લઈએ તો તેના હકારાત્મક પરિણામો મળે જ છે. શ્રી ભરતભાઈ માટે સત્વરે કરાયેલી કામગીરી કોઈ ઉપકાર નથી પણ આપણી ફરજ છે અને સાથે સાથે આપણામાં રહેલી સંવેદનાનું પ્રતિક પણ છે. ત્યારે હવે આ કલેક્ટર અને ટીમના લોકો ભારે વખાણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!