માનવતા મરી પરવારી: કચરામાંથી મળી આવેલા વૃદ્ધાનું હોસ્પિટલમાં મોત, 2 દિવસ થયા હજુ કોઈ લાશ લેવા આવ્યું નથી

કોરોનાને કારણે ઘણા પરિવારના માળા વિખાય ગયા છે. કોરોનાની બીજી લહેરમાં આપણે જોયુ કે હાલત એવી હતી કે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ સ્વજનો પણ તૈયાર ન હતા. આવી જ એક ઘટના સામે આવી છે ડીસા ખાતે. જેને સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. આ ઘટનાએ સમગ્ર માનવજાતને શર્મસાર કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા ડીસા ખાતે એક વૃદ્ધા કચરાના ઢગલામાંથી મળી આવ્યા હતા. ત્યાર બાદ તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમની બે દિવસ સારવાર બાદ મૃત્યુ થયું.

image source

નોંધનિય છે કે આ વાત આટલે થી જ અટકતી નથી. આ વૃદ્ધાના મોત બાદ પરિવારજનો તેની લાશને લેવા પણ આવ્યા ન હતી ત્યાર બાદ તેમના મૃતદેહને પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જો 10 દિવસમાં કોઇ પરિજન તેમની લાશને લેવા નહી આવે તો નગરપાલિકાને મૃતદેહ સોંપી દેવામાં આવશે તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતુ. તો બીજી તરફ હાલત એવી છે કે, તેમના પરિવારનો કોઈ પણ સભ્ય ફોન ઉપાડવા પણ તૈયાર નથી. માનવતા મરી પરિવાર હોય તેમ પહેલા કચરાના ઢગમાં સળવા વૃદ્ધાને મુકી દીધી હવે તેમની લાશને પણ સ્વિકારવા ઘરના લોકો તૈયાર નથી.

image source

તમને જણાવી દઈએ કે, ડીસામાં કચરાના ઢગલામાંથી મળી આવેલા વૃધ્ધનું નામ કમળાબેન છે જેમને ડીસાના હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોનીએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. આ ઉપરાંત પાલનપુરના જન સેવા એજ પ્રભુ સેવાના નરેશભાઇ સોની, એન. પી. પ્લસ સંસ્થાના નરેશભાઇ સોની, પાલનપુર મફતપુરા વિસ્તારમાં રહેતા હિરાબેન અમરતભાઇ ગેલોતરે અંતિમ ક્ષણ સુધી આ વૃદ્ધાની સેવા કરી હતી. જોકે, શરીર સાવ ક્ષીણ થઇ ગયું હોવાથી બે દિવસ અગાઉ તેમનું મોત નિપજ્યું હતુ. જે સંતાનોને પાળી પોશીને મોટા કર્યા તે હવે તેમના અંતિમ સંસ્કાર કરવા પણ રાજી નથી.

image source

તો બીજી તરફ પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. સુનિલભાઇ જોષીએ જણાવ્યું હતુ કે, પોલીસ તેમજ અન્ય પ્રક્રિયા પુરી કરવામાં આવી છે. અમે લોકો પરીવારજનોના આવવાની રાહ જોઇ રહ્યા છીએ. આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, સરકારી નિયમ મુજબ જો 10 દિવસમાં કોઇ પરિજન નહી આવે તો વૃદ્ધાનો મૃતેદેહ નગરપાલિકાને સોંપી અંતિમ ક્રિયા કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ડીસાના આ વૃધ્ધાને ચાર દીકરા છે. નોંધનિય છે કે, છેલ્લે આ વૃદ્ધા તેમની બહેન સાથે રહેતા હતા. હવે તેમના મોત બાદ કોઈ પણ સગા વહાલા મૃતદેહ લેવા મ આવતા લોકો તેમના પર ફિટકાર વર્શાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!