25 વર્ષ મંત્રીઓની કાર ચલાવ્યા બાદ અકસ્માતમાં હાથ-પગ ગુમાવ્યા, હવે શાકભાજીથી પરિવારનું ગુજરાન ચલાવે

જીવનની ઘટમાળ ક્યાંથી ક્યાં ફરે એ આપણા હાથમાં નથી. કદાચ લોકો એને જ નસીબના નામથી ઓળખે છે. પણ લોકોએ શું કરવું અને શું ન કરવું એ એના જુસ્સાની વાત છે. ત્યારે આજે એક એવા જ વ્યક્તિની વાત કરવી છે કે જેનો જુસ્સો કંઈક આસમાન લેવલે જ છે. તો આવો વાત કરીએ ડ્રાઇવર સંતોષ મિશ્રાની કે જેઓ આજે તો શાકભાજી વેચવાનો ધંધો કરે છે પણ એક સમયે લાલ બત્તીવાળી ગાડીમાં ફરતા હતા. 25 વર્ષ દરમિયાન ભૂતપૂર્વ વીવીઆઈપી અને વીઆઈપીના ડ્રાઇવર રહી ચૂકેલા આ યુવકે એક અકસ્માતમાં હાથ-પગ ગુમાવ્યા હતા, પણ જુનૂન જુસ્સો તો એવા ને એવા જ હતા એટલે જાતે જ આવકનો રસ્તો શોધી કાઢી આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

image source

વર્તમાન સમયમાં જ્યારે કોઈ નાની-મોટી મુશ્કેલીઓ આવે અથવા તો આર્થિક સંકડામણ જેવી અનેક બાબતોથી માણસ કંટાળીને આત્મહત્યા કરે છે ત્યારે આ સંતોષ મિશ્રા જેવા મજબૂત મનોબળની વ્યક્તિ પાસેથી આત્મનિર્ભર બનવા માટેની પ્રેરણા લઈ શકાય, તો આવો વિસ્તારથી વાત કરીએ ડ્રાઇવર સંતોષ મિશ્રાની. એક સમયે સૌરાષ્ટ્રના એક જાણીતા મિનિસ્ટરની લાલ લાઇટવાળી કાર લઈને સમગ્ર ગુજરાતમાં દોડતા આ સંતોષ મિશ્રા આજે પાય પાય માટે શાકભાજી વેચી રહ્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. 25 વર્ષ સુધીમાં માત્ર એક જ નહીં, પણ સૌરાષ્ટ્રના બે મંત્રીઓ, બે ધારાસભ્યો અને સુરતના ખ્યાતનામ બિલ્ડરો તેમજ ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો સહિત અનેક લોકોની કારનું આ મિશ્રાએ ડ્રાઇવિંગ કરી લીધું છે.

image source

જો અકસ્માતની વાત કરીએ તો જ્યારે એક વખત તેઓ પોતાના વતન બનારસ જતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગયા તો એક હાથ અને એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતો અને પરિવારની જવાબદારી પૂરી કરવા આર્થિક ટેકો પણ રહ્યો ન હતો. પણ તેઓ દાઢીએ હાથ દઈને બેસી ન રહ્યા અને જાતે રસ્તો શોધીને આજે સ્કૂટરની પાછળ લારી બાંધીને વરાછામાં શાકભાજી વેચી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. આ શખ્સને જોઈ સૌ લોકો પણ હવે આ કહાની જાણવા આતુર થઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે આખરે નસીબ જે કરે એ પણ આપણે તો આપણું કામ કરી જ લેવું જોઈએ.

image source

પોતાના કામ વિશે અને અનુભવ વિશે વાત કરતાં સંતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે મારી સર્વિસ દરમિયાન જે જે શેઠ લોકોની સાથે મેં કામ કર્યું છે તેમણે મારા પર ખૂબ જ વિશ્વાસ મૂક્યો હતો. તેમને મારા કામથી સંતોષ હતો એનો મને આનંદ છે. આજે માંડ મારું પેટ ભરી શકું એવી સ્થિતિમાં છું અને સરસ રીતે મારું ગુજરાન ચાલે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત