MS Dhoniની બાઈક અને કારની કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ, જાણો તેમના ખાસ શોખ વિશે

એમ એસ ધોની (MS Dhoni)એક જાણીતું નામ છે. તેને કોઈ ખાસ ઓળખની જરૂર નથી. ભારતીય ક્રિકેટના સૌથી સફળ કપ્તાન રહી ચૂક્યા છે. તેમના નામે અનેક એવોર્ડ પણ છે. ધોની ભારતના એકમાત્ર એવા કપ્તાન છે જેઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટના 3 ફોર્મેટમાં કપ જિતાડ્યો છે. એમ એસ ધોની દુનિયાના સૌથી અમીર ક્રિકેટર્સમાંના એક માનવામાં આવે છે. તેમની સંપત્તિની વાત કરીએ તો તમને નવાઈ લાગશે. હા, એમ એસ ધોનીની પાસે લગભગ 760 કરોડ રૂપિયાની સંપત્તિ છે.ધોનીના અનેક શોખ છે. તેમાંથી એક છે બાઈક અને કારનો શોખ. ધોનીને મોંઘી બાઈક અને કાર રાખવાનો શોખ છે.

શાનદાર છે ધોનીનું બાઈકનું કલેક્શન

बेहद महंगे शौक रखते हैं MS Dhoni, उनकी कार और बाइक्स की कीमत जानकर उड़ जाएंगे होश
image source

મહેન્દ્ર સિંહ ધોની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લેતા નથી. તેઓએ તેમની પહેલી યામાહા આરએક્સ 135 બિલાસપુરથી ખરીદી હતી. ધોનીની પાસે હાલમાં Harley-Davidson Fat Boy, Confederate X132 Hellcat, Ducati 1098 and Ninja ZX-14R અને Hayabusa જેવી બાઈક્સ છે. તેઓ અનેક વાર તેની રાઈડ કરતા પણ જોવા મળે છે.

કોન્ફેડરેટ હેલકૈટ X132

image source

ધોનીની પાસે અનેક મોંઘી બાઈક છે. એક બાઈક તો ખૂબ જ ખાસ છે. આ બાઈકનું નામ કોન્ફેડરેટ હેલકૈટ X132 છે. તેની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે. 2.2 લિટરના આ વી ટ્વિન મોટર 132 બીએચપી અને 200 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.

પોર્શે 911

image source

એમ એસ ધોનીની પાસે મોંઘી ગાડીના કલેક્શનમાં એક પોર્શે 911 છે.મળતી માહિતી અનુસાર આ સુપરકારની કિંમત 2.50 કરોડ રૂપિયાની છે. આ કાર ફક્ત 4.5 સેકંડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.

રિટાયરમેન્ટના દિવસે ધોનીએ ખરીદી ખાસ બાઈક

image source

મહેન્દ્ર સિંહ ઘોનીએ રિટાયરમેન્ટના દિવસે Pontiac Firebird Trans Am કાર પોતાને જ ગિફ્ટ કરી હતી. સ્વતંત્રતા દિવસના આ દિવસે આ કારની ડિલિવરી કરાઈ હતી. આ એક ચમકદાર અને લાલ રંગની કાર છે જે 1970ના દાયકાની છે. જેને એક વિન્ટેજ કાર માનવામાં આવે છે. ભારતીય સડકો પર આ કારને ભાગ્યે જ કોઈની પાસે જોવા મળશે. ધોનીએ આ કારને 68 લાખ રૂપિયામાં ખરીદી હતી અને પોતાને જ ગિફ્ટ કરી હતી.

ફરારી 599 જીટીઓ

image source

ધોનીના કારના ખાસ કલેક્શનમાં એક ફરારી 599 જીટીઓ પણ છે. તેની કિંમત લગભગ 1.39 કરોડ રૂપિયા છે. આ પાવરફૂલ V12 એન્જિન છે જે 661bhp અને 620Nm ટાર્ક જનરેટ કરી શકે છે.