OMG! 300 કરોડથી વધુ ઈ-મેલ આઈડી અને પાસવર્ડ થયા લીક, આ રીતે જલદી જાણી લો તમારું એકાઉન્ટ અને પાસવર્ડ તો નથી થયાને લીક…

ઓનલાઇન ડેટા લીક થવાના બનાવો પહેલા વર્ષે એક અથવા એથી પણ ઓછા થતા હતા. પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ વધવાની સાથે સાથે ડેટા લીક થવાની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો છે. હવે તો દિવસે ને દિવસે ડેટા લીક થવાના સમાચારો ન્યૂઝ ચેનલો અને અખબારોમાં જાણવા મળે છે. ત્યારે હવે એક સાથે 300 કરોડ કે એથી પણ વધુ ઇ-મેલ આઈડી અને પાસવર્ડ લીક થયાની વાત સામે આવી છે. એક અહેવાલમાં જણાવ્યા મુજબ 3.2 બિલિયન એટલે કે 320 કરોડ ઇ-મેલ આઈડી અને પાસવર્ડ લીક થઈ ગયા છે.

image source

Cyber News ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ડેટા નેટફ્લિક્સ, લિંકડઇન, બીટકોઈન જેવા પ્લેટફોર્મ દ્વારા લીક થયા છે. આ લિકને Compilation of Many Breaches એટલે કે COMB નામ આપવામાં આવ્યું છે. લીક થયેલા ડેટાને આર્કાઇવ કરી લેવામાં આવ્યા છે અને પાસવર્ડ પ્રોટેકટેડ કન્ટેનરમાં રાખવામાં આવ્યા છે.

image source

જે ડેટા બેસથી ડેટા લીક થયો છે તે count-total.sh, query.sh અને sorter.sh હોય તેવું કહેવાય છે. આ સ્ક્રીપ્ટ દ્વારા સરળતાથી ડેટા ચોરી લેવામાં આવે છે. COMB ડેટા લીકમાં ડેટાને આલ્ફાબેટીકલ ક્રમમાં પાસવર્ડ સાથે રાખવામાં આવ્યા છે. આ ડેટા મહદઅંશે 2017 માં લીક થયેલા ડેટા જેવો જ છે જેમાં 100 કરોડથી વધુ લોકોનો ડેટા પ્લેન ટેક્સ્ટ સ્વરૂપે લીક થયો હતો.

image source

આ ડેટા લીકમાં LinkedIN, Minecraft, Netflix, Badoo, Bitocoin અને Pastebin ના યુઝર્સ પ્રભાવિત થયા છે. પ્રથમ તપાસમાં એ જાણવા મળ્યું છે કે આ ડેટા લીકમાં એ યુઝર્સનો ડેટા સૌથી વધુ છે જેઓએ જીમેલ અને નેટફ્લિક્સ માટે એકસરખો જ પાસવર્ડ રાખ્યો હતો.

તમારે શું કરવું જોઈએ ?

image source

આ ડેટા લીકમાં તમારો ડેટા પણ લીક થઈ ગયો છે કે કેમ તે જાણવા માટે અને સલામત રાખવા માટે સૌપ્રથમ તમારે તમારો પાસવર્ડ બદલી નવો પાસવર્ડ રાખવો જોઈશે. જ્યારે નવો પાસવર્ડ બનાવો તો તેમાં લેટર્સ, સ્પેશિયલ કેરેકટર અને આંકડાઓનો ઉપયોગ કરવો. એ ઉપરાંત તમે https://cybernews.com/personal-data-leak-check/ અને https://haveibeenpwned.com/ પર જઈને તમારી ઇ-મેલ આઈડી નાખી એ પણ જાણી શકો છો કે તમારો ડેટા લીક થયો છે કે કેમ ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત