ક્યા બાત હૈ! TVSનું આ નવું iQube ઇલેક્ટ્રિક સ્કૂટર એક વાર ફૂલ ચાર્જ કર્યા પછી 75 કિ.મીનું કાપી શકે છે અંતર, જાણો શું છે કિંમત

TVS Motor Company (ટીવીએસ મોટર કંપની) એ પોતાના iQube ઇલેક્ટ્રિક સ્કુટરને તાજેતરમાં જ દિલ્હી ખાતે લોન્ચ કર્યું હતું. આ ઇલેક્ટ્રિક સ્કૂટર NCR (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) માં પસંદગીના ડિલરો પાસે ઉપલબ્ધ હશે. કંપની TVS iQube Electric સ્કૂટર સાથે 3 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધીની વોરંટી પણ આપી રહી છે. કંપની આ સ્કુટરને આગામી સમયમાં દેશના અન્ય ભાગોમાં પણ વેંચાણઅર્થે લોન્ચ કરવાની તૈયારી પણ કરી રહી છે. ભારતીય ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં TVS iQube Electric સ્કુટરની સીધી સ્પર્ધા Bajaj Chetak અને Ather ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે છે.

TVS iQube Electric સ્કુટરની કિંમત

image source

TVS iQube Electric સ્કુટરની દિલ્હીમાં કિંમત 1,08,012 રૂપિયા છે. આ સ્કુટરની એક્સ શોરૂમ કિંમત 1,36,077 રૂપિયા છે. પરંતુ FAME સ્કીમ અને દિલ્હી રાજ્ય સરકાર તરફથી મળતી વધારાની સબસીડીનો લાભ લેવામાં આવે તો આ કિંમત ઘટી જાય છે.

એક વર્ષ પહેલાં અહીં થયું હતું લોન્ચ

image source

TVS iQube Electric સ્કૂટરને આ પહેલા પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. એક વર્ષ પહેલાં આ સ્કુટરને બેંગલુરુ ખાતે લોન્ચ કરાયું હતું જ્યાં આ સ્કુટરની ઓન રોડ કિંમત 1,15,000 રૂપિયા હતી. કંપનીના કહેવા મુજબ તેને કોરોના મહામારી હોવા છતાં ગ્રાહકો તરફથી ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા મળી છે.

બેટરી અને રેન્જ

image source

TVS નું બેટરી દ્વારા સંચાલિત આ સ્કૂટર 4.4 kW ની મોટર વડે ચાલે છે. આ મોટર ઇલેક્ટ્રિક સ્કુટરને માત્ર 4.2 સેકન્ડમાં જ 40 કિલોમીટરની ગતિ આપવા સક્ષમ છે. TVS iQube Electric સ્કુટરની ટોપ સ્પીડ 78 કિલોમીટર પ્રતિ કલાકની છે. સ્કુટરમાં 2.25 kWh ની ક્ષમતા ધરાવતું લીથીયમ ion બેટરી પેક મળે છે. ફૂલ ચાર્જ કર્યા બાદ TVS iQube Electric સ્કૂટર 75 કિલોમીટરનું અંતર કાપી શકે છે. અને તેને ફૂલ ચાર્જ થતા અંદાજીત 5 કલાકનો સમય લાગે છે.

શાનદાર ફીચર્સ

image source

ફીચર્સની દ્રષ્ટિએ આ સ્કૂટર કંપનીના નેક્સ્ટ જનરેશન TVS SmartXonnect (ટીવીએસ સ્માર્ટ એક્સ કનેક્ટ) પ્લેટફોર્મ સાથે મળે છે. અને સાથે જ તેમાં એડવાન્સ ટીએફટી ક્લસ્ટર અને ટીવીએસ આઈક્યુબ એપ પણ મળે છે. કનેક્ટિવિટી એપ દ્વારા આ સ્કુટરમાં અનેક ફીચર્સ પણ છે જેવા કે જીયો ફેંસિંગ, નેવિગેશન આસિસ્ટ, રિમોટ બેટરી ચાર્જ સ્ટેટ્સ, લાસ્ટ પાર્ક લોકેશન, ઇનકમિંગ કોલ એલર્ટ, એસએમએસ એલર્ટ વગેરે. એ સિવાય તેમાં ડે એન્ડ નાઈટ ડિસ્પ્લે, ક્યુ પાર્ક આસિસ્ટ, મલ્ટી સિલેક્ટ ઇકોનોમી અને પાવર મોડ અને રિજનરેટિવ બ્રેકીંગ જેવા ઇનોવેટિવ ફીચર્સ પણ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત