4 લાખના બજેટમાં પણ તમે મેળવી શકો છો સારી એવી કાર, કરી લો આ લિસ્ટ પર એક નજર

મિત્રો, જો તમે પણ આવનાર સમયમા કાર ખરીદવા અંગે બનાવી રહ્યા છો આયોજન અને તમારુ બજેટ ફક્ત ચાર લાખ રૂપિયા સુધીનુ જ છે. તો આજે આ લેખમા અમે તમને અમુક એવી શ્રેષ્ઠ ગાડીઓ વિશે જણાવીશું કે, જે તમારા માટે બેસ્ટ વિકલ્પ સાબિત થશે. સૌથી વિશેષ અને રસપ્રદ બાબત તો એ છે કે, આ બધી જ ગાડીઓનો ભાવ ચાર લાખ રૂપિયા કરતા પણ ઓછો છે. તો ચાલો જાણીએ કઈ છે આ ગાડીઓ અને તેના વિશે વધુ માહિતી મેળવીએ.

મારુતિ સુઝુકી અલ્ટો :

image source

મારૂતિ એ આપણા દેશની સૌથી મોટી કાર બનાવનાર કંપની છે. તેની ગાડીઓ પર તમામ ભારતીયો ખુબ જ સહજતાથી ભરોસો મૂકી શકે છે કારણકે, તેણે હંમેશાથી જ ભારતની સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને પોતાની ગાડીઓ બનાવી છે. આવી જ મારૂતિની કાર છે અલ્ટો. આ ગાડી આપણા દેશમાં સૌથી વધુ વેચાતી ગાડીઓ પૈકી એક છે. જો તેના એન્જિન અને પાવરની વાત કરીએ તો તેમા ૭૯૬ સી.સી.ના ત્રણ સિલિન્ડરવાળુ એન્જિન લાગેલું છે.

જે ૬૦૦૦ આર.પી.એમ. પર ૪૭.૩ ના મેક્સિમમ પાવર અને ૩૫૦૦ આર.પી.એમ. પર ૬૯ એન.એમ. નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ ગાડી ફાઈવ સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે. જો માઇલેજની વાત કરીએ તો મારૂતિ સુઝુકી અલ્ટો એક લીટર પેટ્રોલમાં પૂરા ૨૨.૦૫ કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપવામાં સક્ષમ છે. તેને ૨,૯૪,૮૦૦ રૂપિયાની એક્સ શોરૂમ કિંમતમાં ખરીદી શકાય છે.

મારુતિ એસ્પ્રેસ્સો :

image source

જો આપણે એન્જિન અને પાવર વિશેની વાત કરીએ તો મારૂતિની ગાડીઓ એ ભારતીય રસ્તાઓ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરતી જોવા મળી શકે છે. મારૂતિ તેમ છતાંય પ્રયાસ પણ કરે છે કે, પોતાની તમામ ગાડીઓમા એક શ્રેષ્ઠ એન્જિન આપે. આ વાતને જો આગળ વધારતા આ ગાડી વિશે જાણીએ તો તેમા ૯૮૮ સી.સી.નુ ૩ સિલિન્ડર કે ૧૦ બી પેટ્રોલ એન્જિન આપ્યું છે.

આ એન્જિન ૫૫૦૦ આરપીએમ પર ૬૭ બીએચપીનો મેક્સિમમ પાવર અને ૩૫૦૦ આરપીએમ પર ૯૦ ન્યૂટન મીટરનો પીક ટાર્ક જનરેટ કરે છે. આ ગાડીમા પણ પાંચ સ્પીડ મેન્યૂઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે. આ ગાડી તમને ૩.૭ લાખની એક્સ-શોરૂમ પ્રાઈસ પર મળી રહે છે.

બી.એસ.-૬ ડેટસન ગો :

image source

આ ગાડીના એન્જિન અને પાવરની વાત કરીએ તો તેમા ૧.૨ લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે ૭૫.૯૪ એચ.પી.નો મેક્સમિમ પાવર અને ૧૦૪ એન.એમ. નો ટોર્ક જનરેટ કરે છે. આ ગાડી ફાઈવ સ્પીડ મેન્યૂઅલ અને સીવીટી ટ્રાન્સમિશનના વિકલ્પ સાથે પણ ઉપલબ્ધ છે. આ ગાડી તમને ૩.૯૯ લાખના એક્સ-શોરૂમ પ્રાઈસ પર મળી શકે છે.

રેનોલ્ટ ક્વીડ બી.એસ.-૬ :

image source

આ ગાડીમા ૧.૦ લીટરનું સિલેન્ડર અને પેટ્રોલ એન્જિન લગાવવામાં આવ્યું છે. જે ૬૮ એચ.પી.ના મેક્સિમમ પાવર અને ૯૧ એન.એમ.નો ટોર્ક જનરેટ કરે છે. આ ગાડી ૨૧-૨૨ કિ.મી. પ્રતિ લીટરની માઇલેજ આપી શકે છે. આ ગાડીની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત ૨.૯૨ લાખ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!