ગજબ કહેવાય: આ ખેડૂતે પુત્રોથી કંટાળીને ભર્યું કંઇક આવું પગલું, અને કૂતરાને નામે…આ ખેડૂતની કહાની વાંચીને તમે પણ પડી જશો આશ્વર્યમાં

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પિતાની મિલકત પર તેના પુત્રોનો અધિકાર હોય છે. પણ તમે કદાચ ફિલ્મોના શોખીન હોય તો અક્ષય કુમાર અભિનીત અને એક ડોગી પર કેન્દ્રિત ફિલ્મ ” એન્ટરટેઇનમેન્ટ ” જોઈ હશે. જેમાં એક પૈસાદાર અમીર વ્યક્તિ મૃત્યુ બાદ પોતાની બધી મિલકત એક કૂતરા (જેનું નામ એન્ટરટેઇનમેન્ટ હોય છે) ના નામે કરી જાય છે. આ તો થઈ ફીલ્મની વાત પણ હવે આપણે આના જેવી જ એક રિયલ લાઈફ ઘટના વિશે જાણવાના છીએ.

image source

અસલમાં મધ્યપ્રદેશના છીંદવાડામાં એક અજબગજબ કિસ્સો સામે આવ્યો છે. અહીંના બાડીબાડા ગામા રહેતા એક ખેડૂત રામ નારાયણે પોતાની મિલકત પોતાના પાલતુ કૂતરા જેકી અને અને પત્ની ચંપાના નામે કરી દીધી છે. ખેડૂત રામ નારાયણના સંતોના પણ છે તેમ છતાં તેણે સંતાનોમાં આ મિલ્કત વહેંચવાને બદલે કૂતરા અને પત્નીના નામે શા માટે કરી દીધી એ આશ્ચર્યજનક છે પરંતુ તેના પાછળનું કારણ પણ જાણવા જેવું છે.

પુત્રોના વ્યવહારથી કંટાળીને ભર્યું આ પગલું

image source

ખેડૂત ઓમ નારાયણે પોતાના પુત્રોના વ્યવહારથી કંટાળીને પત્ની અને પાલતુ કૂતરાને સમાન રીતે પોતાની મિલકતના વારસદાર બનાવ્યા હતા. કહેવાય છે કે ઓમ નારાયણ અને તેના પુત્રો વચ્ચે દરરોજ વિવાદ થતો હતો જેના કારણે ઓમ નારાયણે પુત્રોને પોતાની મિલકતમાં ભાગીદાર ન બનાવ્યા.

કાનૂની શપથપત્ર બનાવીને કૂતરાને વારસદાર જાહેર કર્યા

image source

ખેડૂત ઓમ નારાયણે કાયદાકીય રીતે શપથપત્ર બનાવીને પોતાની મિલકતના પત્ની અને કૂતરાને સમાન રીતે વારસદાર જાહેર કર્યા છે. ઓમ નારાયણે પોતાની વસીયતમાં લખ્યું છે કે મારી સેવા મારી પત્ની અને મારૂ પાલતુ કૂતરું કરે છે અને તે કારણે તેઓ મને વ્હાલા છે.

કૂતરાની સેવા કરનાર બનશે આગામી વારસદાર

ઓમ નારાયણે પોતાની વસીયતમાં આગળ લખ્યું છે કે મારા મૃત્યુ બાદ મારી સંપૂર્ણ મિલકત અને જમીન જાયદાદના હકદાર મારી પત્ની ચંપા વર્મા અને મારુ પાલતુ કૂતરું હશે. કૂતરાની સેવા કરનાર તેનો આગામી વારસદાર બનશે.

કૂતરાને મળશે 2 એકર જમીનની માલિકી

image source

ઓમ નારાયણના પારિવારિક વિવાદમાં તેણે પોતે જ ગુસ્સામાં પોતાની 2 એકર જેટલી જમીન કુતરાના નામે કરી દીધી છે. ઓમ નારાયણના મૃત્યુ બાદ જે કોઈ તેના પાલતુ કૂતરાની સેવા કરશે તે આ મિલકતનો આગામી વારસદાર ગણાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત