ઘરમાં ખતરનાક જાનવરોને મૂકીને ભાગી ગયો ભાડુઆત, મકાન માલિકે ઘર ખોલ્યું ત્યારે….

લોકોને પોતાના પાલતુ પ્રાણીઓથી ખૂબ જ લગાવ હોય છે, અમુક તો એમને પ્રિગરના એક સભ્ય માનવા લાગે છે. જો કે એક કાળું સત્ય એ પણ છે કે અમુક લોકો ફકત એમના ટાઈમપાસ અને મનોરંજન માટે પ્રાણીઓ પાળે છે. જ્યારે એ ક્યાંક જાય છે તો માસૂમ પ્રાણીઓને એમની પાછળ તડપી તડપીને મરી જવા માટે છોડી દે છે. તો અમુક એવા લોકો પણ છે જે દુર્લભ પ્રજાતિના જીવની તસ્કરી કરી એમાંથી ઊંચી કમાણી કરે છે. એવો જ એક મામલો સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં ચર્ચામાં છે.

image source

વાત જાણે એમ છે કે અમેરિકાના લેવિસ્ટનમાં એક વ્યક્તિ એમના ભાડાના ઘરમાં 19 ટારેન્ટયુલા પ્રજાતિના કરોળિયા અને એક અઝગર છોડીને ક્યાંક ગાયબ થઈ ગયો છે..જ્યારે મકાન માલિકે ઘરની તલાશી લીધી તો એ આ ખતરનાક જીવોને જોઈને ડરી ગયા. ભાડુઆત દ્વારા છોડવામાં આવેલા આ જીવોની હાલત ખૂબ જ ખરાબ હતી, જો કે મકાન માલિકે તરત એની સૂચના એનિમલ રેસ્ક્યુ ટીમને આપી અને જીવોને બચાવી લેવામાં આવ્યા.

image source

મીડિયા રિપોર્ટ અનુસાર મકાન માલિક એમની પ્રોપર્ટીમાંથી કરોળિયા અને સાપને હટાવવાની વ્યવસ્થા કરવી પડી. એમને એનિમલ રેસ્ક્યુર દ્રુ ડેસજારડીન્સને બોલાવ્યા. એમને જોયુ કે 19માંથી ચાર ટારેન્ટયુલા મરી ચુક્યા હતા. તો અઝગર પણ તરસથી તડપી રહ્યો હતો. ડેસજારડીન્સએ જણાવ્યું કે જીવતા રહેલા કરોળિયા અને અઝગરને બચાવી લેવામાં આવ્યા છે. એમની સારસંભાળ કરવામાં આવી રહી છે. બધી મળેલા જીવ સંરક્ષણ પ્રાપ્ત છે એમને રાખવું અવેધ છે.

image source

ડેસજારડીન્સ આ ઘટનાને ફેસબુક એકાઉન્ટ પર શેર શેર કરી છે એમને જણાવ્યું છે કે મકાન માલિકે જ્યારે એમને ફોન કર્યો તો એ ગભરાયેલા હતા. ઘરમાંથી 19 ટારેન્ટયુલા અને એક અઝગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ બધા જીવ અવેધ છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ છે યુઝર્સ આ જીવોનો જીવ બચાવવા માટે હવે ડેસજારડીન્સના વખાણ કરી રહ્યા છે.

image source

ડેસજારડીન્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ ફોટામાં જોઈ શકાય છે કે કાચના ખાંચામાં કરોળિયા અને અઝગર બંધ છે. કમેન્ટમાં એક યુઝરે લખ્યું છે કે આવા જાનવરો માટે ખૂબ જ દુઃખની વાત છે જે જીવિત ન રહ્યા પણ જેમને તમે બચાવ્યા છે એમના માટે સારું લાગી રહ્યું છે. એક અન્ય યુઝરે લખ્યું છે કે હું વાસ્તવમાં એ લોકોને નાપસંદ કરું છું જે એમના પ્રાણીઓને છોડી દે છે. આ હકીકતમાં બીમાર માનસિકતા વાળા વ્યક્તિઓનું કામ છે.