જયા એકાદશીનું છે અનેરું મહત્વ, જાણો શુભ મુહૂર્ત, સાથે જાણો શુભ ફળ મેળવવા કઇ રીતે કરશો આ એકાદશી

આ વર્ષે જયા એકાદશી વ્રત 23 ફેબ્રુઆરીએ છે.મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશીના નામે ઓળખવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં જયા એકાદશી તિથીનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવ પુત્ર યુધિષ્ઠિરને આ એકાદશીનું મહત્વ જણાવ્યું હતું, એ પછી એમને જયા એકાદશીનું વ્રત કર્યું હતું. તો ચાલો જાણી લઈએ જયા એકાદશી વ્રતના મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા.

image source

જયા એકાદશી મુહૂર્ત.

એકાદશી તિથિ પ્રારંભ – 22 ફેબ્રુઆરી સાંજે 5: 16 વાગ્યાથી

એકાદશી તિથિ સમાપ્ત.- 23 ફેબ્રુઆરી સાંજે 6: 05 વાગ્યા સુધી.

જયા એકાદશી પારણા મુહૂર્ત – 24 ફેબ્રુઆરીએ સવારે 6: 51 વાગ્યાથી 9:09 વાગ્યા સુધી.

અવધિ : 2 કલાક 17 મિનિટ.

જયા એકાદશી વ્રત વિધિ.

image source

સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો.

વ્રતનો સંકલ્પ લો અને પછી વિષ્ણુ ભગવાનની આરાધના કરો.

ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પિત કરો.

ઘીમાં હળદર નાખીને ભગવાન વિષ્ણુને દીવો કરો.

પીપળાના પાન પર દૂધ અને કેસરથી બનાવેલી મીઠાઈ મૂકીને ભગવાનને ભોગ ધરો.

એકાદશીની સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો.

ભગવાન વિષ્ણુને કેળા ચડાવો અને ગરીબોમાં પણ કેળા વહેંચો.

ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરો અને ગોમતી ચક્ર અને પીળી કોળી પણ પૂજામાં રાખો.

જયા એકાદશી વ્રતનું મહત્વ.

image source

પૌરાણિક શાસ્ત્રોમાં જયા એકાદશીને ખૂબ જ પુણ્યદાયી એકાદશી માનવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી બધા પ્રકારના પાપમાંથી મુક્તિ મળી જાય છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ભૂત પ્રેત, પિશાચને મુક્તિ મળી જાય છે.

જયા એકાદશી વ્રત કથા.

image source

જયા એકાદશી વિશે એક કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઇન્દ્રની સભામાં એક ગંધર્વ ગીત ગાઈ રહ્યો હતો. પણ એનું મન એની પ્રિયને યાદ કરવા લાગ્યું. એ કારણે ગાતી વખતે એનો લય બગડવા લાગ્યો. એ વાત પર ઇન્દ્ર દેવે ક્રોધિત થઈને ગંધર્વ અને એમની પત્નીને પિશાચ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો. સંજોગોવશાત મહા શુક્લ એકાદશીના દિવસે દુઃખોથી વ્યાકુળ થઈને આ બંનેએ કઈ જ ન ખાધું અને રાત્રે ઠંડીના કારણે એ સુઈ પણ ન શક્યા. આ રીતે અજાણતા જ એમનાથી જયા એકાદશીનું વ્રત થઈ ગયું.

આ વ્રતના પ્રભાવથી બંને શ્રાપ મુક્ત થઈ ગયા અને ફરી પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવીને સ્વર્ગમાં પહોંચી ગયા.દેવરાજ ઇન્દ્રએ જ્યારે ગંધર્વને પાછા એમના વાસ્તવિક સ્વરૂપમાં જોયા તો એ હેરાન થઈ ગયા. ગંધર્વ અને એમની પત્નીએ જણાવ્યું કે એમનાથી અજાણતા જ જયા એકાદશીનું વ્રત થઈ ગયું. આ વ્રતના પુણ્યથી જ એમને પિશાચ યોનિમાંથી મુક્તિ મળી છે.

જયા એકાદશી વ્રત સાથે જોડાયેલા નિયમ.

image source

આ વ્રતના દિવસે પવિત્ર મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. મનમાં દ્વેષ, છળ, કપટ, કામ અને વાસનાની ભાવના ન હોવી જોઈએ. નારાયણ સ્તોત્ર તેમજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. આ રીતે જયા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. જે લોકો આ એકાદશીનું વ્રત નથી કરી શકતા એ લોકો પણ આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો તો એનાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ