આ વાસ્તુદોષને ધ્યાનમાં રાખીને બનાવડાવો ઘરનો મુખ્ય દરવાજો, થશે પ્રગતિ

દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર બનાવડાવવા ઈચ્છે છે. આ સમયે તમે પણ જો તમારું ઘર બનાવડાવી રહ્યા છો તો ખાસ કરીને તેની દિશા અને મુખ્ય દરવાજાનું ધ્યાન રાખી લો તે જરૂરી છે. ઘરના દરવાજાનું વાસ્તુમાં ખાસ મહત્વ કહેવાયું છે. તેનાથી તમારી પ્રગતિ પણ નક્કી થાય છે.

image source

કહેવાય છે કે ઘરનું સૌભાગ્ય અને દુર્ભાગ્ય પણ ઘરના મુખ્ય દરવાજાથી જ ઘરમાં પ્રવેશ કરે છે અને તે ઘરની વ્યક્તિને અસર કરે છે. આવી જ અનેક વાતો ઘરના દરવાજા સાથે અનેક મહત્વની વાત છે. અનેક વાર આપણે મકાન ખરીદીએ ત્યારે કે તેને બનાવતી સમયે ધ્યાન નથી રાખતા કે કયા પ્રકારના દરવાજા ઘરમાં લગાવવામાં આવે તો તે તમારા માટે ફાયદારૂપ રહે છે. ઘરના મેન ગેટ વાસ્તુ અનુરૂપ હોય છે તો અનેક સમસ્યાઓ ખતમ થઈ જાય છે. તો જાણો ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ.

image source

ઘરમાં એક સીધી લાઈનમાં 3 દરવાજા ક્યારેય ન હોવા જોઈએ. આ સાથે એક દરવાજો ન હોવો જોઈએ. મુખ્ય દરવાજો ખાસ કરીને 2 ભાગમાં હોવો જોઈએ. ઘરનો દરવાજો પૂર્વ દિશામાં હોય તો તે શુભ માનવામાં આવે છે પણ કોઈ સામે અન્ય દરવાજો હોય તો તેમાં અવરોધ આવે છે. તેના કારણે વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે. જો મુખ્ય દરવાજો પશ્ચિમ દિશામાં હોય છે તો તેના કારણે ઘરની ખુશીઓ અને સમૃદ્ધિઓ સમાપ્ત થઈ જાય છે. તો તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ સિવાય ઘરનો મુખ્ય દરવાજો કોઈ કારણ સર અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વના મધ્યમાં હોય છે કો પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરિત અસરો જોવા મળી શકે છે. ઈશાન દિશામાં મુખ્ય દરવાજો હશે તો તે તેમને ઉત્તર દિશા જેટલું જ સુખ આપે છે. ઘરનો દરવાજો વાયવ્ય દિશામાં હોય તો પાડોશી સાથે વિવાદની શક્યતા પણ છે. આ કારણે નવું ઘર ખરીદતા કે બનાવતાં સમયે દરવાજા સાથેની આ વાતોનું ધ્યાન રાખો તે જાણવી જરૂરી છે.

image source

દરવાજો ક્યારેય એવો ન હોવો જોઈએ જે જાતે ખુલે અને જાતે જ બંધ થઈ જાય. ઘરનો મુખ્ય દરવાજો બહારની તરફ પણ ન ખુલે તેનું ધ્યાન રાખો. ણુખ્ય દરવાજો હંમેશા અંદરની તરફ ખૂલવો જોઈએ.

image source

આ સિવાય કેટલાક દરવાજા એવા હોય છે જેમાં બારીઓ હોય છે, આવા દરવાજાને વાસ્તુમાં નકારાત્મક ગણવામાં આવે છે.

મુખ્ય દ્વાર ત્રિકોણાકાર, ગોળાકાર, વર્ગાકાર કે બહુભૂજની આકૃતિ વાળો હોવો જોઈએ નહીં. મઉખ્ય દરવાજો નાનો અને તેની પાછળ એક મોટો દરવાજો એવું પણ ન હોવું જોઈએ. મુખ્ય દરવાજો મોટો જ હોવો જોઈએ.

image source

જો તમારું ઘર ઉપર નીચેનું એટલે કે ડુપ્લેક્સ છે તો નીચેનો દરવાજો મોટો હોય તેની ઉપરનો દરવાજો નાનો રાખો. ઘરના ઉપરના માળના દરવાજા નાના હોય તે જરૂરી છે. ઘરમાં 2 મુખ્ય દ્વાર છે તો વાસ્તુદોષ હોઈ શકે છે. વિપરિત દિશામાં 2 મુખ્ય દરવાજા ન બનાવવા તેનું ખાસ ધ્યાન રાખો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ