અપનાવી લો વાસ્તુના આ નાના 8 ઉપાયો અને દૂર થઈ જશે તમારી મુશ્કેલીઓ

વાસ્તુને આપણા જીવનમાં અનેક ગણું મહત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે ક્યારેક નાની નાની ભૂલો પણ આપણી પ્રગતિને રોકી દેતી હોય છે. આ સિવાય આવી જ નાની ભૂલોના કારણે આપણા બનતા કામ પણ અટકી જાય છે અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો જાણો કઈ વાસ્તુ ટિપ્સને ધ્યાનમાં રાખી લેવાથી આપણી પ્રગતિ, સુખ શાંતિ વગેરે ચીજો બની રહે છે.

image source

અનેક વાર ઘરમાં વાસ્તુ દોષના કારણે મુશ્કેલીઓ આવે છે અને આપણે કેટલીક ખુશીઓથી વંચિત રહી જઈએ છીએ. જો તમે પણ આવું અનુભવો છો તો તમે આજથી જ આ ખાસ ટિપ્સનું ધ્યાન રાખો અને ઘરની નકારાત્મકતા દૂર કરીને ઘરમાં એક પોઝિટિવ એનર્જીને કાયમ કરો તે જરૂરી છે. તો જાણો કયા ખાસ ઉપાયોથી વાસ્તુ દોષને દૂર કરી શકાય છે.

image source

ઘર કે દુકાન કે પછી ઓફિસમાં મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળને બાંધી રાખવાથી ઘરની અંદર નકારાત્કતા પ્રવેશી શકતી નથી અને તમે એક સકારાત્મક ઉર્જાનો અનુભવ કરો છો અને તમારા કામમાં અડચણો ઓછી રહે છે.

જો ઘર, દુકાન કે ઓફિસમાં કરોળિયાના જાળા હોય તો તેને તરત જ હટાવી દેવામાં આવે તે ઈચ્છનીય છે. આ સિવાય આ તમામ જગ્યાઓએ તૂટેલા કાચને પણ ન રાખો. તેનાથી નેગેટિવ ઉર્જા ફેલાય છે. આ નેગેટિવ ઉર્જા તમારી પ્રગતિને પણ અટકાવે છે.

image source

મની પ્લાન્ટ લાવો અને તેને ઘરની અંદર રાખો. આ માટે ખાસ દિશા પણ નક્કી કરાઈ છે તેને ફોલો કરવાથી તમને તેનું વધારે ફળ મળશે. આ સાથે ધ્યાન રાખો કે મની પ્લાન્ટ પર તડકો ન પડે.

બેડરૂમમાં ક્યારેય સાવરણી, તેલનું કનસ્તર કે એંગીઠી વગેરે ચીજોને ન રાખવી. તે દંપતિના જીવનમાં નુકસાન અને નકારાત્મકતા ફેલાવે છે.

image source

ઘરની બારીઓ હંમેશા અંદરની તરફ ખુલે તે જરૂરી છે. આ બારીઓનો આકાર જેટલો મોટો હોય તેટલું સારું માનવામાં આવે છે.

ઘરમાં પૂજા સમયે રોજ અગરબત્તી કે ગૂગળનો ઉપયોગ કરો. આમ કરવાથી તેની સુગંધથી વાતાવરણ સુગંધિત અને સકારાત્મક બને છે.

image source

ઘરના ડાઈનિંગ ટેબલને ખાસ કરીને કોઈ પણ શેપ આપો પણ ગોળ ન હોય તેનુ ખરીદતી સમયે કે ફર્નિચર કરાવતી સમયે ધ્યાન રાખો.

જ્યારે તમે કોઈ મહત્વનું કામ કરો છો તો તેમાં સફળતા મેળવવા માટે સીડીઓની નીચે ભૂલથી પણ ન બેસો. તેનાથી તમારું બનતું કામ અટકી જશે અને તમે મુશ્કેલીમાં મૂકાઈ જશો.

તો હવેથી તમે પણ આ તમામ કામ અને વાતોને ધ્યાનમાં રાખી લો અને તેને તરત જ અનુસરો. આમ કરવાથી તમે રાહત અનુભવશો અને સાથે જ તમારી પ્રગતિમાં પણ ચાર ચાંદ લાગી જશે. તો આજથી જ ફોલો કરો આમાંથી શક્ય તમામ વાતોને.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ