આ બીમારીની ચપેટમાં આવ્યા અનેક લોકો, સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ગણાવ્યું વૈશ્વિક જોખમ

અમેરિકાએ રસીકરણ દ્વારા કોરોના વાયરસ સામેનું યુદ્ધ લગભગ જીતી લીધું છે તેમ કહી શકાય. પરંતુ આ દરમિયાન એક નવી બીમારીએ અમેરિકાને ઘેરી લીધું છે. ચિંતાની વાત એ છે કે આ દવા વધુ એક મહામારી સાબિત થઈ શકે તેમ છે. કારણ કે કોરોનાની જેમ આ બીમારી પર પણ કોઈ દવાઓ પણ અસર કરી રહી નથી.

image source

અમેરિકાની બે હોસ્પિટલ અને બે શહેરોમાં લોકો આ બીમારી સામે લડી રહ્યા છે. આ બીમારીનું નામ છે સુપરબગ ફંગસ. આ બીમારીની ચપેટમાં આવેલા મોટાભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોના નિષ્ણાંતો અનુસાર આ રોગથી પીડિત લોકોની સારવાર લાંબી ચાલશે.

Superbug Fungus in US
image source

આ સુપરબગ ફંગસના કેસ વધતાં ડોકટરો પણ ચિંતિત છે કારણ કે ચેપ પર કોઈપણ દવાઓ અસરકારક સાબિત થઈ રહી નથી. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વોશિંગ્ટન ડીસીમાં જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન આ બીમારીના 101 કેસ નોંધાયા હતા. જ્યારે ટેક્સાસમાં 22 કેસ નોંધાયા હતા. આ બીમારીના 123 કેસોમાંથી 30 ટકા લોકોનાં મોત નીપજ્યાં છે. આ રોગને કૈંડિડા ઓરિસ પણ કહેવામાં આવે છે.

એન્ટી ફંગલ દવાઓ પણ નથી કરતી અસર

image source

આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેમના મૃત્યુનું કારણ આ સુપરબગ ફંગસ હતું તેમ કહેવું મુશ્કેલ છે. પરંતુ ચિંતાની વાત એ છે કે તેના પર એન્ટી ફંગલ દવાઓ અસર કરતી નથી. આ બીમારીના સૌથી પહેલા કેસ જાપાનમાં 2009 માં નોંધાયા હતા. ત્યારપછી જાણવા મળ્યું કે આ બીમારીના કેસ પાકિસ્તાન, ભારત, દક્ષિણ આફ્રિકા અને વેનેઝુએલામાં પણ નોંધાઈ હતી.

વૈશ્વિક જોખમ બન્યો નવો રોગ

Superbug Fungus in US
image source

આ રોગમાં શરીરમાં જો કોઈ ઘા થયો હોય તો તેની આસપાસ અથવા તો કાનની આસપાસ, રક્તવાહિનીઓમાં ચેપ લાગવાનું શરૂ થાય છે. આ ચેપ વધી જાય તો તેવા કેસમાં વ્યક્તિ મરી પણ શકે છે. આ ચેપ નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પોતાનો શિકાર બનાવે છે. થોડા દિવસો પહેલા બ્રાઝિલમાં કોરોનાથી સંક્રમિત કેટલાક લોકોમાં આ બીમારીના લક્ષણો જોવા મળ્યાં હતાં. યુ.એસ.ની આરોગ્ય એજન્સીએ આ રોગને વૈશ્વિક જોખમ ગણાવ્યો છે.

આ રોગને ‘સુપરબગ ફૂગ’ પણ કહેવામાં આવે છે. આ રોગ ક્યાંથી અને કેવી રીતે શરૂ થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ રોગ કોરોનાથી ચેપગ્રસ્ત લોકોને ઝડપથી પોતાના શિકાર બનાવી રહ્યો છે કારણ કે આ લોકોની રોગ પ્રતિકારક શક્તિ પહેલાથી જ નબળી પડી ચુકી હોય છે. વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો માને છે કે આગામી સમયમાં આ બીમારી ગંભીર રોગનું સ્વરૂપ લઈ શકે છે. તેથી તેની સારવાર માટેની શોધ શરૂ થવી જોઈએ.