આખરે મળી ગયો ભારતને પોતાનો ક્રિસ ગેલ, જાણો કેમ મળ્યું આવું ઉપનામ અને કોણે બનાવ્યો લાયક

હાલ ટી 20 ક્રિકેટની સીઝન ચાલી રહી છે, અને આજના સમયમાં ક્રિકેટના આ શોર્ટ ફોરમેટની બોલબાલા પણ છે. દમદાર અને ધમાકેદાર બેટ્સમેન તરીકે આ ફોરમેટમાં ક્રિસ ગેલને હંમેશા યાદ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં પણ એવા ઘણા ખેલાડી છે જે ક્રિસ ગેલ જેવું જ રમી શકે છે. આજે આપણે આવા જ એક ખેલાડી વિશે વાત કરવાના છીએ

image source

રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર મહિપાલ લોમરોરે પંજાબ કિંગ્સ સામે 43 રન બનાવ્યા હતા. 21 વર્ષીય બેટ્સમેને પોતાની ઇનિંગમાં 4 છગ્ગા ફટકાર્યા હતા.

image source

મહિપાલ રાજસ્થાનના નાગૌરનો રહેવાસી છે. તેણે નાનપણથી જ ક્રિકેટર બનવાનું સપનું જોયું હતું. મહિપાલની દાદી સિંગારી દેવીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના પૌત્રએ બાળપણમાં ક્રિકેટ રમવાનો આગ્રહ રાખ્યો હતો અને લોન્ડ્રી સ્ટીક એટલે કે કપડા ધોવાના ધોકાથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેના આગ્રહને કારણે તેને ક્રિકેટ રમવા માટે બેટ મળ્યું. જેનાથી તેને ઘણો ફાયદો પણ થયો, અને મહિપાલે તેના ઘરની સામેની ગલીને ક્રિકેટનું મેદાન બનાવી દીધું અને પોતાની મોટી બહેનને બોલિંગ કરવાનું કહ્યા બાદ પોતે બેટિંગ કરવાનું શરૂ કર્યું.

image source

મહિપાલ લોમરોરેએ આઈપીએલ 2021 માં પોતાને મળેલી પ્રથમ તકનો જબરદસ્ત ઉપયોગ કર્યો. રાજસ્થાન રોયલ્સના આ 21 વર્ષીય ઓલરાઉન્ડરે 17 બોલમાં 43 રન બનાવ્યા હતા અને પોતાની ઇનિંગમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ ખેલાડી પ્રતિભા જોતાં નક્કી પણે કહી શકાય કે આ ખેલાડી ભારત માટે આવતી કાલનો મજબૂત પ્લેયર બની શકવાની સારી સંભાવનાઓ ધરાવે છે.

image source

મહિપાલ લોમરોરે ખૂબ જ નાની ઉંમરમાં ઘર છોડી દીધું. હકીકતમાં, જ્યારે તે 11 વર્ષનો હતો, ત્યારે તેના પિતાએ તેને નાગૌરથી જયપુર મોકલ્યો હતો. નાગૌરમાં ક્રિકેટની સુવિધાઓ સારી ન હતી, તેથી કોચના કહેવાથી લોમરોરના પિતાએ તેને જયપુર મોકલ્યો. તેની વૃદ્ધ દાદી પણ લોમરોર સાથે જયપુર શિફ્ટ થઈ અને તેના પૌત્રનો ઉછેર કર્યો. આમ પૌત્રના ઘડતર પાછળ તેની દાદીનો ઘણો હાથ છે.

image source

મહિપાલને હાલના સમયનો જુનિયર ક્રિસ ગેલ કહેવામાં આવે છે. લોમરોર લાંબી હિટ રમવા માટે પ્રખ્યાત છે. તે લેફ્ટ આર્મ સ્પિન બોલર પણ છે. અંડર -14 વેરોક શિલ્ડમાં, લોમોરે ફાઇનલમાં 250 રન બનાવ્યા હતા. આ ઇનિંગ બાદ ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન ચંદ્રકાંત પંડિતે તેને ભારતીય ક્રિસ ગેલ કહ્યો.

image source

તે રાજસ્થાન અંડર -14 અને અંડર -16 ટીમમાં મહિપાલ અને ઋષભ પંત સાથે રમતા હતા. બંનેની જોડી ‘જય અને વીરુ’ તરીકે ઓળખાતી હતી. બંને ઘણીવાર સાથે રહેતા હતા. લોમરોર રાજસ્થાનમાં રહ્યો જ્યારે રિષભ પંત હાલ દિલ્હી તરફથી રમી રહ્યો છે.