CM રૂપાણીએ આપ્યું રાજીનામું, પાર્ટીનો આભાર માનવાની સાથે PM મોદી વિશે કહી આ વાત

ગુજરાતનાં રાજકારણમાં ફરી એકવાર જૂના ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. ચાલુ કાર્યકાળ વચ્ચે જ વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતાં રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રૂપાણીએ આજે સવારે રાજ્યપાલને મળવાનો સમય લીધો હતો. તેઓ મંત્રીમંડળ સાથે રાજ્યપાલને મળવા ગયા હતા અને તેમનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે પત્રકારોને સંબોધ્યા હતા.

image source

પત્રકારોને પોતાના નિર્ણય અંગે તેમણે કહ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યું છે. આ તકે તેમણે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ આગળ વધતો રહેશે. તેમને પાર્ટીએ ગુજરાતની જવાબદારી પાંચ વર્ષ સુધી સોંપી હતી હવે કોઈ નવો ચહેરો આ જવાબદારી સંભાળશે. આ વાતથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

image source

અચાનક જ વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપી દેતા સૌ કોઈને આંચકો લાગ્યો છે. આ રાજીનામું તેમણે શા માટે આપ્યું અને હવે કોણ રાજ્યના મુખ્યમંત્રી બનશે તેની અટકળો શરુ થઈ ચુકી છે. જો કે વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે તેઓ ભાજપ સાથે કાર્યકર તરીકે જોડાયેલા રહેશે અને પાર્ટી જે જવાબદારી આપશે તે નિભાવશે.

image source

આ ઘટના પહેલા જ ગુરુવારે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારબાદ આજે મુખ્યમંત્રીના રાજીનામાની ઘટના બનતા અનેક અટકળો શરુ થઈ છે. મહત્વનું છે કે આ પહેલા આનંદીબેન પટેલ વખતે પણ આ જ રીતે તેમણે અચાનક રાજીનામું આપી દીધું હતું અને આ વખતે પણ વિજયભાઈ રૂપાણીએ અચાનક રાજીનામું આપી દીધું છે.

image source

મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી તેમણે પત્રકારોને કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચુંટણીમાં ચહેરો વડાપ્રધાન મોદીનો રહેશે. આજ સુધી ગુજરાતની વિકાસ યાત્રા તેમના નેતૃત્વમાં ચાલી અને આગળ પણ તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસ યાત્રામાં ગતિ કરતું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!