દર્શકોની પસંદમાં આવ્યો મોટો ફેરફાર, TRP લિસ્ટમાં અનુપમાંનું સ્થાન ગગડયું, આ શોએ આપી ટક્કર

આ અઠવાડિયામાં જ ટીઆરપી લિસ્ટ ઓરમેક્સ દ્વારા જાહેર કરહમાં આવી છે. આ અઠવાડિયામાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગયા અઠવાડિયાની જેમ જ તારક મહેતા કા ઉલટા ચશ્માં બધા ટીવી શોને પછાડીને પહેલા નંબર પર છે તો અનુપમાં પોતાની પહેલી પોઝિશન ખોઈને બીજા નંબર પર આવી ગયો છે. એ સિવાય આ વખતે ઘણા મનગમતા શો ટોપ 5માં પોતાની જગ્યા નથી બનાવી શક્યા.

તારક મહેતા કા ઉલટા ચશ્માં.

image source

નાના પડદાના અમુક સૌથી પોપ્યુલર શોમાંથી એક તારક મહેતા કા ઉલટા ચશ્માંએ છેલ્લા ઘણા વર્ષોથી ટોપ 10માં પોતાની જગ્યા જાળવી રાખી છે. દિલીપ જોશી સ્ટારર શો ફેન્સને વર્ષોથી ગમે છે. દિશા વકાણીના જવાથી શોની ટીઆરપી ચોક્કસ થોડી ઓછી થઈ હતી પણ શોએ ફરી પોતાનું સ્થાન જમાવી લીધું છે અને આ વખતે પહેલા નંબર પર છે.

અનુપમા

image source

રૂપાલી ગાંગુલી, મદાલસા શર્મા અને સુદ્ધાંશું પંદર સ્ટારર શો અનુપમાં શરૂથી ટોપ રહે છે પણ છેલ્લા થોડા અઠવાડિયાથી શોની ટીઆરપી થોડી ઓછી થઈ છે. શો આ વખતે પહેલુ સ્થાન ખોઈને બીજા નંબર પર પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે આ શોએ શરૂથી જ દર્શકોનો અનહદ પ્રેમ મેળવ્યો છે.

ઇન્ડિયન આઇડલ 12.

image source

ઇન્ડિયન આઇડલ 12નું ફિનાલે થવાનું છે. એવામાં દર્શકોનો ઇન્ટરેસ્ટ શો તરફ ઘણો વધી ગયો છે. હાલના દિવસોમાં મોહમ્મદ દાનીશ, પવનદીપ રાજન અને અરુણીતા કાંજીવાલામાં ટક્કર જોવા મળી રહી છે. ફિનાલે નજીક હોવાના કારણે શોની ટીઆરપીમાં પણ ઉછાલ જોવા મળ્યો છે અને શો ટીઆરપી લિસ્ટમાં ત્રીજા નંબરે આવી ગયો છે.’

ગુમ હે કિસી કે પ્યાર મેં.

image source

નિલ ભટ્ટ, આયેશા સિંહ અને ઐશ્વર્યા શર્મા સ્ટારર સિરિયલ ગુમ હે કિસી કે પ્યાર મેં ટીઆરપી રેટિંગમાં છેલ્લા અઠવાડિયામાં ઘણી પાછળ રહી ગઈ હતી પણ શોની ટીઆરપીમાં આ અઠવાડિયે વધારો જોવા મળ્યો છે અને શોએ આ વખતે ચોથું સ્થાન મેળવીને ટોપ 5માં જગ્યા બનાવી લીધી છે.

ડાન્સ દિવાને.

image source

માધુરી દીક્ષિતને ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાને દર્શકોમાં ખૂબ જ પોપ્યુલર થઈ ગયો છે. આ અઠવાડિયે આ શોએ મોટી છલાંગ લગાવી છે અને 5મુ સ્થાન મેળવી લીધું છે.

વાગલે કી દુનિયા.

કોમેડી શો વાગલે કી દુનિયાએ છેલ્લા અઠવાડિયામાં ટીઆરપી લિસ્ટમાં જગ્યા બનાવી છે..આ શોએ ઘણા શોને પછાડીને 6ઠું સ્થાન મેળવ્યું છે.

સુપર ડાન્સર 4 અને ખતરો કે ખિલાડી 11.

image source

ઘણીવાર ટોપ 5માં રહેતો શો સુપર ડાન્સર 4 ટીઆરપી લિસ્ટમાં નીચે આવ્યો છે. શિલ્પા શેટ્ટીના ન દેખાવાના કારણે આ શોને મોટો ઝટકો લાગ્યો છે. હવે શોમાં મલાઈકાએ એમની જગ્યા લીધી છે. માનવામાં આવી રહ્યું છે શો ફરીથી ટીઆરપી લિસ્ટમાં ઉપર આવશે. તો ખતરો કે ખિલાડી 11ની ટીઆરપીમાં પણ મોટો ઘટાડો દેખાયો છે. શો ટીઆરપી લિસ્ટમાં ગયા અઠવાડિયે ટોપ પર આવી ગયો હતો અને આ અઠવાડિયે 8માં નંબર પર છે.