વોડાફોન આઈડિયાના આ પ્લાનમાં ફેમિલી મેમ્બર્સને મળી રહ્યો છે અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા, કરી લો રિચાર્જ

વોડાફોન આઈડિયા પોતાના ગ્રાહકો માટે એકથી એક ચડિયાતા પ્લાન રજૂ કરતી હોય છે. અને હવે કંપનીએ પોતાના ફ્લેગશીપ પ્લાન RedX અને RedX Family પ્લાન શરૂ કર્યા છે. કંપનીના આ પ્લાનમાં મેમ્બર્સને અનલિમિટેડ ડેટા ઓફર મળી રહી છે. માહિતી મુજબ આ ફાયદો એક જ બીલમાં શામેલ થનાર મેમ્બર્સને જ મળવાપાત્ર છે. એક જ બીલનો અર્થ તેનો ફેમિલી પ્લાન છે જેમાં એક પ્રાયમરી નંબર સાથે બીજા નંબરો પણ હોય છે. આ પ્લાન ફક્ત પોસ્ટ પેડ મેમ્બર્સ માટે છે.

image source

1699 રૂપિયા વાળા આ પ્લાનમાં ફક્ત ત્રણ મેમ્બરને જ જોડી શકાય છે જ્યારે 2999 રૂપિયા વાળા પ્લાનમાં પાંચ લોકોને જોડી શકાય છે. આ સમયમાં જ્યારે વર્ક ફ્રોમ હોમના કારણે ઘરોમાં ડેટાનો વપરાશ વધી ગયો છે ત્યારે કંપનીએ આ તકનો ફાયદો ઉઠાવવા આ પ્લાન રજૂ કર્યા છે.

વોડાફોન આઈડિયાના RedX Family પ્લાનમાં કન્ઝ્યુમરને અનલિમિટેડ 4G ઈન્ટરનેટ ડેટા મળશે. એ સિવાય અન્ય OTT પ્લેટફોર્મ જેવા ઓનલાઇન વિડીયો પ્લેટફોર્મના VIP એક્સેસ પણ મળશે. જેની વિસ્તૃત માહિતી તમે નજીકના વોડાફોન આઈડિયા આઉટલેટ પરથી મેળવી શકશો.

image source

2999 રૂપિયા વાળા પ્લાનમાં 7 દિવસનું કોમ્પ્લીમેન્ટરી ઇન્ટરનેશનલ રોમિંગ પેકેજ પણ મળશે. સાથે જ અમેરિકા, બ્રિટન અને મિડલ ઇસ્ટ સહિત 14 દેશો માટે સ્પેશિયલ ISD રેટનો ફાયદો પણ મળશે. આ સાથે પ્રાયમરી મેમ્બર્સ વર્ષમાં 4 વખત ફ્રી લાઉન્જની સર્વિસ મેળવી શકે છે જેમાં એક વખત ઇન્ટરનેશનલ લાઉન્જ પણ મળશે.

સસ્તા પ્લાન પણ થયા લોન્ચ

વોડાફોન આઈડિયા લિમિટેડએ તાજેતરમાં જ નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ બધા પ્લાન કોર્પોરેટ ગ્રાહકો માટે છે. નવા પ્લાન 299 રૂપિયાથી શરૂ થાય છે. અને આ પ્લાન્સમાં ડેટા વપરાશની દૈનિક કોઈ મર્યાદા આપવામાં નથી આવી. કંપની આ પ્લાનમાં ઘણા ફાયદાઓ સાથે ઓફર કરી રહી છે.

image source

કંપનીના જણાવ્યા મુજબ તે કોર્પોરેટ ગ્રાહકોને અનેક પ્લાન ઓફર કરી રહી છે. વોડાફોન આઈડિયા પ્લસ પ્લાન કોર્પોરેટ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યા છે.

299 રૂપિયા વાળો પ્લાન

કંપની 299 રૂપિયાથી સસ્તા પ્લાનની શરૂઆત કરી છે. આ પ્લાનમાં 30 GB ડેટા મળી રહ્યો છે.

349 રૂપિયા વાળો પ્લાન

image source

કંપનીના 349 રૂપિયા વાળા પ્લાનમાં વોડાફોન આઈડિયા યુઝરને 40 GB ડેટા મળી રહ્યો છે.

399 રૂપિયા વાળો પ્લાન

399 રૂપિયા વાળા પ્લાનમાં યુઝરને 60 GB ડેટા મળી રહ્યો છે.

499 રૂપિયા વાળો પ્લાન

499 રૂપિયા વાળા પ્લાનમાં કંપની યુઝર્સને 100 GB નો ડેટા આપી રહી છે.