પીવી સિંધુની જાતિ જાણવામાં સૌથી વધુ લોકોને રસ, લોકો ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે ઓલિમ્પિક ખેલાડીની વાતો

ટોક્યો ઓલંપિકમાં ભારતને કેટલા મેડલ મળે છે, કોણે જીતે છે કોણ હારે છે તે જાણવામાં લોકોને જેટલો રસ છે તેનાથી વધુ રસ આજકાલ લોકોને ખેલાડીઓની જ્ઞાતિ, જાતિ જાણવામાં વધ્યો છે. આ વાત સામે આવી છે ગૂગલ ટ્રેંડના રિપોર્ટ બાદ. આ રિપોર્ટ જાહેર થતાં જાણવા મળ્યું છે કે ગૂગલ પર લોકો સૌથી વધુ પીવી સિંધુ એટલે કે પુસરલા વેંકટ સિંધુની જાતિ કઈ છે તે શોધી રહ્યા છે. આ વાત સામે આવ્યા બાદ ટ્વીટર પર પણ લોકો એવા લોકોને ખરી ખોટી સંભળાવી રહ્યા છે જે આ રીતે ખેલાડીઓની જાતિ સર્ચ કરી રહ્યા છે.

image source

ગૂગલ પર લોકો કયા કયા શબ્દો શોધી રહ્યા છે તેની જાણકારી સામે આવી છે તેમાં જ્યારે પીવી સિંધૂએ ઓલંપિકમાં પદક જીત્યું ત્યારબાદ એટલે કે 1 ઓગસ્ટે લોકોએ સૌથી વધુ પીવી સિંધુની કાસ્ટ સર્ચ કરી હતી જે એક કીવર્ડ બની ગયો હતો.

image source

પીવી સિંધુની જાતિ પુછનારા લોકોમાં સૌથી વધુ કયા રાજ્યના લોકોનો સમાવેશ થાય છે તેનો પણ ઉલ્લેખ કરાયો છે. આ સર્ચ કરનાર લોકો મોટાભાગે આંધ્ર પ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતના છે.

image source

ગૂગલ ટ્રેંડના ગ્રાફ અનુસાર આ પહેલા પણ સીંધૂની કાસ્ટ વિશે સર્ચ કરવામાં આવી હતી. આ પહેલા પીવી સિંધૂ કાસ્ટ સર્ચ 2016ના ઓગસ્ટ મહિનામાં થઈ હતી. તે સમયે સિંધૂએ રિયો સમર ઓલંપિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

image source

આ વાતને 5 વર્ષ પૂર્ણ થયા અને ફરીવાર જ્યારે સિંધૂએ મેડલ જીત્યું તો લોકોના મનમાં ફરીથી તેની જાતિ અંગે પ્રશ્ન ભમવા લાગ્યો અને ગૂગલ પર સર્ચ થવા લાગી પીવી સિંધૂની કાસ્ટ. 1 ઓગસ્ટે પીવી સિંધૂની કાસ્ટ સર્ચ કરવામાં 90 ટકા વધારો થયો હતો. ગૂગલ પર પી વી સિંધૂ કાસ્ટ સાથે પુસરલા કાસ્ટ, પુસરલા સરનેમ કાસ્ટ પણ સર્ચ કરવામાં આવ્યું હતું.

image source

જો કે ગૂગલ પર જ્ઞાતિ સર્ચ કર્યાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવી ઘટનાઓ થઈ ચુકી છે. આ પહેલા કુશ્તી ખેલાડી સાક્ષી મલિકે જ્યારે રિયો સમર ઓલંપિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું ત્યારે પણ તેની જાતિ વિશે સર્ચ કરવામાં આવ્યું હતું. ગૂગલ ડેટા અનુસાર જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં પણ આ કીવર્ડ ટોપ ટ્રેંડમાં હતા. સાક્ષીની જ્ઞાતિ સૌથી વધુ રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સર્ચ થઈ હતી.