ગર્ભાવસ્થામાં પેરાસિટામોલ બની શકે છે જીવલેણ, જાણો તમે પણ આ વિશે વધુમાં નહિં તો…

માનો કે પેરાસીટામોલ એક એવી દવા જે જેને દુઃખાવો થાય ત્યારે લોકો ની સાથે સાથે ગર્ભવતી મહિલાઓ પણ સરળતાથી લઇ લે છે. અને વધુ નુકશાન ન હોવાને કારણે ભારતીય મેડીકલની દુકાનો ઉપર પણ આ દવા ડોક્ટરની સ્લીપ વગર સરળતાથી મેળવી શકાય છે. પણ ડોક્ટરની સલાહ સિવાય સમાન્ય તાવથી પરેશાન થઈને તમે પેરાસીટામોલની ગોળી લઇ લો છો, અને આવું તમે ઘણા વર્ષોથી કરતા આવ્યા છો.

image source

તો સાવચેત થઇ જાવ. કેમ કે દરેક વખતે સામાન્ય તાવ કે દુખાવામાં પેરાસીટામોલ લેવી ફાયદા કરતા નુકશાન વધુ થઇ શકે છે. તેના વધુ ઉપયોગથી શરીરના ઘણા અંગોને નુકશાન થઇ શકે છે. આવો જાણીએ ડોક્ટર ની સલાહ વગર પેરાસીટામોલ લેવી શરીર માટે કેવી રીતે નુકશાનકારક હોય છે.

image source

તમને તે પણ જાણીને નવાઈ લાગશે કે ગર્ભવતી સ્ત્રીઓ માટે સુરક્ષિત ગણવામાં આવતી પેરાસીટામોલ જો તપાસ કર્યા વગર ગર્ભવતીને આપવામાં આવે તો સુરક્ષિત ગણવામાં આવતી આ ગોળી ગર્ભમાં ઉછરી રહેલા બાળકને વિકાસમાં વિઘ્ન ઉભો કરી શકે છે. નેશનલ હેલ્થ સર્વિસ મુજબ ગર્ભવતીએ ડોક્ટરની સલાહ વગર પેરાસીટામોલ ન લેવી જોઈએ.

મહિલા ગર્ભવતી હોય અને તે પેરાસિટામોલ દવા લે છે, તો તેની સમસ્યામાં વધારો થઈ શકે છે એવું એક અભ્યાસમાં દ્વારા જાણવા મળ્યું છે. પેરાસિટામોલ લેતી સગર્ભાઓ વર્તણૂક સમસ્યા વાળા સંતાનને જન્મ આપવાનું જોખમ ઉઠાવે છે, તેવું આ અહેવાલે દ્વારા સૂચવ્યું છે. બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા અભ્યાસમાં આ દવા બાળકોના વિકાસમાં અવરોધ ઊભો કરે છે, અને તેમને નુકસાન પહોંચાડે છે.

image source

ગર્ભવતી મહિલાઓને હવે સલાહ આપવામાં આવી રહી છે, કે જો તેઓ આ દવાનું સેવન કરે તો તેની માત્રા ઘટાડી નાખે. વૈજ્ઞાનિકોએ પેઇન કિલરનો ઉપયોગ કરતી સગર્ભા અને તેમના હાયપરએકિટવ બાળકો સાથે ભાવનાત્મક સમસ્યા હોવાની એક કડી મળી છે. પેરાસિટામોલ વિશ્વની લોકપ્રિય પેઇનકિલરમાં ની એક ગણાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન કરવું હિતમાં ગણાતું હતું પરંતુ બ્રિસ્ટલ યુનિવર્સિટીના દાવા મુજબ આ દવા મહિલાઓમાં મેદસ્વીપણું તેમ જ વિકસિત બાળકોને નુકસાન પહોંચાડી તેમને ઓટિઝમ, વંધ્યત્વ અને અસ્થમા જેવી બીમારીઓ ભેટમાં આપે છે.

image source

બ્રિસ્ટલ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકોએ છ મહિના થી અગિયાર વર્ષની વયના લગભગ ચૌદ હજાર બાળકો પર સંશોધન કર્યા બાદ આ તારણ મળ્યું હતું કે. પેરાસિટામોલ લેતી સગર્ભાઓ ના નવજાતમાં વર્તણૂક સમસ્યાઓ જોવા મળી હતી. બ્રિસ્ટોલ યુનિવર્સિટી એ નેવું ના દાયકાના બાળકો ના અભ્યાસમાં પ્રશ્નાવલી તૈયાર કરી મેમરી, આઇક્યૂ, સ્વભાવ, વર્તનના પરીક્ષણ કરી આ પરિણામોનું વિશ્લેષણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *