જુનાગઢ ગિરનાર રોપ-વેમાં મોટો ફિયાસ્કો, આખા ગામને જે વાતની બીક હતી આખરે એ જ થયું, જાણો સમગ્ર માહિતી

જ્યારે જુનાગઢમાં રોપવે શરૂ થયો ત્યારે તેની ચર્ચા ચારેકોર જાગી હતી અને લોકો સોશિયલ મીડિયા પર તેના વીડિયો પણ પોસ્ટ કરતાં રહે છે. ત્યારે હવે એક મોટો ફિયાસ્કો થયો છે જે સાંભળીને તમને પણ ચિંતા થશે. તો આવો જાણીએ કે આખરે આ શું થઈ ગયું કે બધાને ભારે ચિંતા પેઠી ગઈ. ગિરનાર પર્વત પર શરૂ કરાયેલા રોપવેને શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધી બંધ કરી દેવાની નોબત આવી હતી. ભારે પવન ફૂંકાતાં આ નિર્ણય લેવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આ સાથે અગાઉ કરેલા, 180 કિમીની ઝડપથી પવન ફૂંકાય તોપણ વાંધો ન આવે એવા સ્ટ્રકચરના દાવાનો ફિયાસ્કો થયો છે.

image source

જો આ કેસ અંગે મળતી વધારે વિગત મુજબ વાત કરવામાં આવે તો, ઉષા બ્રેકો કંપની દ્વારા બનાવાયેલા ગિરનાર ટેમ્પલ રોપવેને 24 ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલી ઉદઘાટન સાથે ખુલ્લો મૂક્યો હતો. આ દરમિયાન રોપવેની ટિકિટના ઊંચા ભાવને લઇને લોકોમાં ભારે રોષ છે. આ મામલે અનેક સંસ્થાઓ દ્વારા લડાઇ પણ ચલાવાઇ છે અને હજુ આગામી દિવસોમાં લડતને વધુ તેજ બનાવાશે. આમ, એક વિવાદ ઊભો છે ત્યાં બીજી ક્ષતિ સામે આવી છે.

image source

જ્યારે રોપવે બન્યું ત્યારે આ અગાઉ કંપની દ્વારા એવો દાવો કરાયો હતો કે રોપવેનું સ્ટ્રકચર એ રીતે તૈયાર કરાયું છે કે 180 કિમીની ઝડપે પવન ફૂંકાય તોપણ વાંધો નહીં આવે. બીજી તરફ, ગુરુવારની રાત્રિના 11 વાગ્યાથી જ ગિરનાર પર્વત પર 45 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પરિણામે, રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને રોપવેને બંધ કરવાની ફરજ પડી હતી. શુક્રવારે સવારે 9:30 વાગ્યા બાદ પવનની ઝડપ ઘટતાં પ્રથમ સ્લો સ્પીડમાં અને બાદમાં નોર્મલ સ્પીડમાં રોપવે શરૂ કરવામાં આવ્યો છે. તમે જુઓ કે માત્ર 45 કિમીની ઝડપે પવન ફૂંકાતાં રોપવે બંધ કરવાની નોબત આવતાં પ્રવાસીઓમાં પણ ભય ફેલાયો છે, કારણ કે ગિરનાર પર્વત પર તો શિયાળા અને ચોમાસામાં તેજ ગતિથી પવન ફૂંકાતા જ રહે છે, ત્યારે કોઇ અકસ્માત થવાની સંભાવનાને નકારી શકાય નહીં.

image source

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મુકેલો ગીરનાર રોપ વેની ટ્રોલીઓ પહેલા જ દિવસે સવારથી ફુલ રહી હતી. દશેરાએ આખા દિવસમાં કુલ મળીને 2100 લોકોએ પ્રવાસ કર્યો હતો અને કંપનીને 14 લાખ રૂપિયાની આવક થતાં ખરા અર્થમાં દશેરાની ઉજવણી થઈ હતી. જૂનાગઢમાં શરૂ થયેલા રોપ વેમાં બેસવા વહેલી સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી ઉડન પ્રવાસીઓએ લાંબી કતારો લગાવી હતી.

image source

દશેરાનો પાવન પવિત્ર દિવસ હોય અને રવિવાર જેવો રજાનો દિવસ હોવાથી પ્રવાસીઓ માટે આજથી ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રવાસ શરૂ કરવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે જ સવારના સાત વાગ્યાથી લો અર સ્ટેશન ખાતે લાંબી કતારો લાગી જવા પામી હતી. જે છેક સાંજના સાડા ચાર વાગ્યા સુધી રહી હતી અને બાદમાં સૂર્યાસ્ત થઈ જવાનો સમય હોવાથી અનેક મુસાફરોને નારાજ થઈને પરત ફરવું પડયું હતું. દરમિયાન ઉષા બ્રેકો કંપની દ્વારા મળેલી વિગતો અનુસાર 2100થી વધુ પ્રવાસીઓએ આજે ગિરનાર રોપ-વે ઉડન ખટોલાનો લાભ લીધો હતો અને રોમાંચિત બન્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત