કરૂણતા તો જુઓ, ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક એવું સાંભળીને પુત્ર છીનવાઈ જવાની બીક લાગે છે રાજકોટવાસીઓને

કોરોના કાળમાં લોકો ખુબ જ હતાશ અને નિરાશ થઈ ગયા છે. ત્યારે લોકોને એક જ ઈચ્છા અને સવાલ છે કે આખરે કોરોના ક્યારે જશે. જો કે ઘણા લોકો આ કપરાં કાળમાં લોકોની પડખે ઉભા છે અને સેવા કરી કરી રહ્યા છે. કોઈ પૈસાનું દાન આપી રહ્યા છે તો કોઈ જમવાનું દાન કરી રહ્યા છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં લોકોને માનસિક શાંતિ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યાં હાલમાં જ એક વ્યક્તિએ હેલ્પલાઈનમાં ફોન કરી કહ્યું કે, ત્રીજી લહેર બાળકો માટે ખૂબ જ ખતરનાક છે તેવું વાંચી અને ટીવીમાં જોઈને હું અને મારી પત્ની 3 દિવસથી સૂતા નથી અને થરથર કંપીએ છીએ. આ ભાઈ ફોનમાં કહી રહ્યાં છે કે મારે બે દીકરી પછી 47 વર્ષે એક દીકરો જન્મ્યો છે અમને ડર છે કે અમારો વારસદાર છીનવાઈ ન જાય. હવે આ વ્યક્તિને પણ સરસ જવાબ આપવામાં આવ્યો છે.

image source

જવાબમાં તે વ્યક્તિની સમસ્યાના નિરાકરણ લાવતા નિષ્ણાંતે સલાહ આપી એના વિશે વાત કરીએ તો કહેવામાં આવ્યું કે, વાયરસ વિશેના વધારે પડતા સમાચારોથી પોતાને અલગ કરો. મન શાંત રાખવા વજ્રાસન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. બહાર જઈએ એટલે વાયરસ લાગી જાય તે તમારો ખોટો ભ્રમ છે. હું રોજ બહાર કામથી જાવ છું એ પણ સવારે 9 થી સાંજના 9 સુધી. મને ક્યારેય કોઈ વાયરસ લાગ્યો નથી. કરણ કે હું મારી પૂરતી સંભાળ અને સાવચેતી રાખું છું. ખોટું ગભરાવાનો પણ કોઈ અર્થ નથી. ખોટી ચિંતા કરશો જમશો નહિ તો તમારું શરીર નબળું પડશે. તેમજ વાયરસ નબળા શરીર પર સીધો હુમલો કરે છે.

image source

આ સાથે બીજા એક પ્રશ્ન વિશે વાત કરવામાં આવે તો કોઈએ એવું પૂછ્યું કે મને ગુસ્સો આવે ત્યારે હું મારાં પિતાને મારું છું. મારાં પિતા કંઈપણ બોલે તો મને ગુસ્સો આવે અને હું હાથ ઉપાડી લઉં છું. ચા ઠંડી થઇ એટલું કહે તો પણ મારાથી સહન નથી થતું. મારી મા અને બેન કહે તે જ હું સાચું માનું. મારા પિતા ખૂબ જ ખરાબ વ્યક્તિ લાગે છે. ત્યારે એનો ઉકેલ આપતાં જણાવાયું કે અધ્યાપકોએ આવેલ વ્યક્તિના પરિવારની મનોવૈજ્ઞાનિક હિસ્ટ્રી ખંગાળી છે. નાનપણમાં આ યુવાન ખૂબ જ જિદ્દી હશે ત્યારે પિતા દ્વારા કડક વલણ દાખવવામાં આવતું. તેને માર મારવામાં આવતો. બાળપણની ઊંડી પિતા પ્રત્યેની નફરત ઘણા વર્ષો પછી બહાર આવી. તે યુવાનને માતાપિતાનું મૂલ્ય સમજાવાયું. ઘણો સમય રડ્યા પછી ઘણા સમયે તે તેનાં પપ્પાને ગળે વળગીને મળ્યો હતો.

image source

એક વ્યક્તિએ ખુબ જ સરસ પ્રશ્ન કર્યો અને કહ્યું કે અમને દયા રાખીને કોઈ જમવાનું આપી જાય તે ગમતું નથી. અમારો અંતર આત્મા ડંખે છે. બસ અમને કામ પર જવાની મંજૂરી મળે તો ઘણું. એના ઉકેલમાં કંઈક એવું કહેવાયું કે એક કહેવત તમે સાંભળી હશે. ન જાણ્યું જાનકી નાથે કે કાલ સવારે શું થવાનું. તમે ને હું સામાન્ય વ્યક્તિ છીએ. હમણાં ટીવી પર રામાયણ આવતી હોય છે આપે જોયું હશે. સીતાની શોધ માટે ખૂદ ભગવાન રામને વાનરોની સહાય લેવી પડી હતી. લક્ષ્મણને મૂર્છામાંથી મુક્ત કરવા માટે હનુમાનની જરૂર પડી હતી. આ બધું જ પરિસ્થિતિને આધીન હોય છે.

image source

એક યુવતીએ એવો પણ પ્રશ્ન કર્યો કે હું કંટાળી ગઈ છું. અમે તો ધ્યાન રાખીએ છીએ પણ આજુબાજુવાળા ધ્યાન રાખતા નથી, તેનું શું કરવું? ક્યાંક તેને લીધે જ મને કોરોના નહિ થયો હોય ને? મને એ જ ચિંતા થાય છે કે હું અહીં છું મારું 5 વર્ષનું બાળક ઘરે છે કેમ કરીને એ મારાં વિના રહેતું હશે. ત્યારે જવાબ મળ્યો કે બાળકને સ્વસ્થ રાખવા અને પરિવારને સલામત રાખવા માટે તમારે નિયમ મુજબ એકાંતવાસમાં અને હોસ્પિટલમાં રહેવું ખૂબ જ જરૂરી. એક મા 9 મહિના સુધી પોતાના બાળકને જોયા વગર તેની તમામ જરૂરિયાત સમજી શકતી હોય તે મા બાળક માટે જલ્દીથી સાજી ન થઇ શકે? ત્યારે આ રીતે અલગ અલગ પ્રશ્નો લોકોને થયા કરે છે. જો કે તેના જવાબો પણ વ્યવસ્થિત રીતે મળી રહે છે અને લોકોને આશ્વાસન પણ મળે છે.