અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનનાર કમલાને ભોજન બનાવવાનો છે ખુબ શોખ, જાણો એમના જીવનની અજાણી વાતો

અમેરિકામાં સત્તા પરિવર્તન થયા બાદ જો બાઈડન રાષ્ટ્રપતિ અને કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતીય મુળના કમલા હેરિસ તેની રાજકીય સફર ઉપરાંત તેના પારિવારિક જીવનને લઈને પણ હંમેશા ચર્ચમાં રહેશે. કમલા હેરિસ અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે કમલા પ્રથમ અશ્વેત મહિલા અને ભારતીય મૂળનાં પ્રથમ મહિલા હશે, જેઓ આ પદ પર પહોંચ્યાં. કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનતા અમેરિકામાં રહેતા ભારતીય લોકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કમલાના પતિનું નામ ડગ એમહૉફ છે. કમલા કહે છે કે ખરાબ સમયમાં તેમના પતિ હંમેશાં તેમની સાથે રહ્યા છે. તેમના માટે તેમણે અનેક સેક્રીફાઈ કર્યા છે. નોંધનિય છે કે કમલા હેરિસનાં માતા ભારતીય અને પિતા જમૈકા મૂળનાં હતાં. તમને જણાવી દઈએ કે વકીલ તરીકે કમલાની લાંબી કરિયર રહી છે. અનેક મુદ્દે તેમણે અમેરિકન પરંપરાઓનો વિરોધ પણ કર્યો હતો. જેમા અમેરિકન લઘુમતીઓ અથવા તો કહીએ કે અશ્વેતો વચ્ચે તેમની લોકપ્રિયતા ખૂબ વધારે છે. આજે અમે તમને તેના જીવન વિશે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

image source

ઘણા લોકોએ કમલાનો વિરોધ કર્યો હતો

તમને જણાવી દઈએ કે જો બાઈડને જ્યારે કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય ક્રયો હતો ત્યારે ઘણા લોકો તેનો વિરોધ કર્યો હતો. જેમાના કેટલાક લોકોએ કહ્યું કે, કમલાને એટલે મોકો મળી રહ્યો છે, કેમ કે તેઓ લઘુમતી છે અને આ સમુદાયના વોટ મેળવી શકે છે. જો કે કમલાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, નેતાઓને તેમના બેકગ્રાઉન્ડ કે વંશના કારણે કોઈ એક સમુદાયમાં ફિટ કરવા એ ખોટું છે. હું જે છું, એ છું. આપના માટે એ વિચારનો મુદ્દો હોઈ શકે છે, મારા માટે નહીં. આમ કમલા સ્પષ્ટ વક્તા પણ છે. ગમે તેવી પરિસ્થિતિમાં પોતાની જાતને સ્થિર રાખી શકે છે.

કમલાને પુસ્તકો વાંચવાનો ઘણો શોખ છે

કમલા હેરિસના શોખ વિશે વાત કરીએ તો તેમને પુસ્તરો વાંચવાનો ખૂબ શોખ છે. 2019ના ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે એનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે. ઘણીવાર આપણે સાચા-ખોટાનો નિર્ણય કરતી વખતે ખુદ પર જ શંકા કરવા લાગીએ છીએ. એવા સમયમાં તમને એ વાતો મદદ કરે છે, જે તમે કોઈ પુસ્તકમાં વાંચી હોય. કમલા હેરિસે પાંચ પુસ્તકોને તેમના મનગંમતા ગણાવ્યા હતા, વિચ એન્ડ ધ વોર્ડરોબ (સી. લૂઈસ)., ધ કાઈટ સમર (ખાલિદ હુસેની), ધ જોય લક ક્લબ (એમી ટેન), સોંગ ઓફ સોલોમન (ટોની મોરિસન) અને નેટિવ સન (રિચર્ડ રાઈટ) નો સમાવેશ થાય છે.

image source

કમલા નાનપણથી જ લડાયક મિજાજ ધરાવે છે

તેમના પારિવારિક ડીવન વિશે વાત કરીએ તો 56 વર્ષીય કમલાનું નામ તેમનાં માતા ડોક્ટર શ્યામલા ગોપાલને રાખ્યું હતું. જ્યારે 2003માં કમલાનાં માતાએ લોસ એન્જલસ ટાઈમ્સને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું તો બર્કલે યુનિવર્સિટીમાં માત્ર સ્ટડી માટે આવી હતી. અહીં અમેરિકામાં સ્થાઈ થઈશું એવુ ક્યારેય વિચાર્યું પણ નહોતું. મેં બંને પુત્રીને એ નામ આપ્યાં, જે ભારતીયતાની યાદ અપાવે છે. કમલા અને માયા. તમને જણાવી દઈએ કે કમલાના માતાપિતાએ નાગરિક અધિકારો માટે અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો. ત્યારે કમલા પણ તેમની સાથે રહેતાં હતાં. લોસ એન્જલસ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, એકવાર શ્યામલાએ પુત્રીને પૂછ્યું – કમલા, તું શું ઈચ્છે છે? જવાબ મળ્યો- બધાને સમાનતા અને આઝાદી. નોંધનિય છે કે ત્યારે તેમની ઉમર માત્ર 13 વર્ષની હતી ત્યારે બાળકોને એકત્ર કરીને માર્ચ યોજી હતી. ત્યારે કમલા તેમના માતા સાથે મોન્ટ્રિયલ એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. ત્યાંની સોસાયટીનાં બાળકોને લોનમાં રમવા પર પ્રતિબંધ મુકાયો હતો. આ આંદોલન પછી બાળકોને લોનમાં રમવાની મંજૂરી મળી ગઈ. આમ કમલા નાનપણથી જ લડાયક મિજાજ ધરાવે છે.

image source

કમલા માટે રાજનીતિનો મતલબ સામાજિક સેવા

કમલા પોતાના રાજકીય કેરિયર વિશે વાત કરતા જણાવે છે કે, મારા માટે રાજનીતિનો મતલબ સામાજિક સેવા છે. તમને જણાવી દઈએ કે 2004થી 2010 સુધી તેઓ કેલિફોર્નિયાના ‘ફર્સ્ટ વુમન ડિસ્ટ્રિક્ટ એટર્ની’ રહ્યાં હતા. ત્યાર બાદ આ જ રાજ્યનાં પ્રથમ મહિલા એટર્ની જનરલ બન્યાં. તેમણે જ કેલિફોર્નિયામાં બોડી કેમેરા શરૂ કરાવ્યો હતો. આ કેમેરા પોલીસે પહેરવો ફરજીયાત રહેતો, જેથી એ જોઈ શકાય કે તેઓ ક્યાંય વંશીય ભેદભાવ કે ક્રૂરતા તો કરી રહ્યા નથીને. આ ઉપરાંત કમલા હેરિસે પહેલીવાર ડ્રગ લેનારાઓ માટે બેક ઓન ટ્રેક પ્રોગ્રામ ચલાવ્યો, જેથી એવા લોકો જેલમાં કેદ રહે ત્યારે હાઈસ્કૂલ ડિપ્લોમા કરી શકે અને તેમને પછી નોકરી મળી શકે.

કમલાના તર્કોએ બાઈડનને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.

નોંધનિય છે કે લિંચિંગને ફેડરલ ક્રાઈમ જાહેર કરવાની માગ કરતું બિલ પણ તેઓ જ પ્રથમવાર લઈને આવ્યાં હતા. અંદાજે દોઢ વર્ષ પહેલાં જ્યારે ડેમોક્રેટ પાર્ટીમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ચૂંટવાની પ્રક્રિયા શરૂ થઈ તો એવા અનેક પ્રસંગો આવ્યા જ્યારે કમલાના તર્કોએ બાઈડનને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. જોકે આરોગ્ય નિતી પર તેમણે પીછેહઠ કરવી પડી હતી. ત્યાર પછી બાઈડને કહ્યું હતુંકે, કમલા હેરિસ સાથે વાત કરતી વખતે ખૂબ સાવધ રહેવું પડે છે. તેમનામાં એ દરેક ખૂબી છે જે એક વકીલમાં હોવી જોઈએ. કમલા હેરિસ અને ડો બાઈડન લાંબા સમયથી એક બીજા સાથે કામ કરી રહ્યા છે.

કમલાએ જાતે ભોજન બનાવવાની શરૂઆત કરી

તમને જણાવી દઈએ કે કમલા હેરિસને ભોજનનો બહુ શોખ છે. 2009માં એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં કમલા હેરિસે કહ્યું હતું કે, માતા કિચનમાં કંઈક બનાવતી તો હું દોડીને ત્યાં પહોંચી જતી હતી. એક દિવસ મમ્મીએ કહ્યું, કમલા જો તમને સારું ભોજન ખાવાનો શોખ છે તો સારું થશે કે એ બનાવતા પણ શીખો. અને ત્યાર પછી કમલાએ જાતે ભોજન બનાવવાની શરૂઆત કરી. તેમણે ક્હયું કે મને ભોજન બનાવવાનો બહુ શોખ છે. રાજનીતિમાં હોવા છતાં પણ તેઓ નવી નવી રેસિપી બનાવવા માટે સમય કાઢી લે છે. આ ઉપરાંત તેઓ આ રેસિપી સોશિયલ મીડિયા પર શેર કરે છે. તમને જણાવી દઈએ કે 2019માં એક્ટ્રેસ મિંડી કેલિંગની સાથે મસાલા ઢોસા બનાવવાનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર બહુ શેર થયો હતો.

image source

કમલા તેમને સગી માતાની જેમ પ્રેમ કરે છે

તમને જણાવી દઈએ કે કમલા હેરિસનાં ભત્રીજી મીના હેરિસે તેમના પર એક પુસ્તક પણ લખ્યું છે. મીના વ્યવસાયે વકીલ અને બે પુત્રીઓની માતા છે. biography.com અનુસાર-ગત વર્ષે જ્યારે હેરિસ વાઈસ-પ્રેસિડેન્ટ ઈલેક્ટ બન્યાં તો મીનાની પુત્રી આમરા સૌની સામે તેમના ખોળામાં જઈને બેસી ગઈ હતી. જ્યારે નાનકડી આમરાએ કદાચ કમલાને પૂછ્યું. તેમણે કહ્યું – તમે તો રાષ્ટ્રપતિ પણ બની શકો છો, પરંતુ એ માટે પ્રથમ 35 વર્ષનાં થવુ પડશે. તમને જણાવી દઈએ કે ડગ એમહૉફ અને કમલાના લગ્ન 2014માં થયા હતા. ડગનાં પ્રથમ બે બાળકો છે. કોલ અને એલા. કમલા તેમને સગી માતાની જેમ પ્રેમ કરે છે.

image source

બાઈડનના પુત્ર બ્યૂ અને કમલા ખૂબ સારાં દોસ્ત હતાં

કદાચ તમને ખબર નહી હોય પણ બાઈડનના પુત્ર બ્યૂ અને કમલા ખૂબ સારાં દોસ્ત હતાં. 2015માં બ્યૂનું બ્રેન કેન્સરમાં નિધન થયું. પાર્ટી ફોરમમાં અનેકવાર જો અને કમલા વચ્ચે વૈચારિક મતભેદો સામે આવ્યા હતા. કમલા જ્યારે કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતાં, એ દરમિયાન બો ડેલાવેરમાં એ જ પદ પર હતા. આમ બાઈડન પરિવાર સાથે કમલા ઘણા વર્ષોથી જોડાયેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત