અફવાઓ વચ્ચે અચાનક સામે આવ્યા અલીબાબાના સ્થાપક જેક મા, અને વિડીયોમાં કહ્યું એવું કે…શું તમે જોયો આ VIDEO?

ચીનમાં અલીબાબા ગ્રુપના સ્થાપક જેક મા બુધવારે અચાનક સામે આવ્યા હતા અને તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેટલાક શિક્ષકો સાથે વાત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, ઓક્ટોબરથી જેક મા જાહેરમાં જોવા મળ્યા ન હતા. કમને જણાવી દઈએ કે જેક માએ 24 ઓક્ટોબરે શાંઘાઈમાં એક સ્પીચ આપી હતી. જેનો ખૂબ જ વિવાદ થયો હતો. જેમાં જેક માએ ચીનની રેગ્યુલેશન સિસ્ટમનો વિરોધ કર્યો હતો. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, ચીનની રેગ્યુલેશન સિસ્ટમના કારણે નવી શોધ નથી થઈ રહી. આપણે ભાવિ પેઢી અને યુવાઓ માટે એક નવી સિસ્ટમ તૈયાર કરવી પડશે. ત્યાર બાદથી જેકમાં જાહેરમાં દેખાયા ન હતા. જેને લઈને સમગ્ર વિશ્વના મીડિયામાં તેમના વિશે લખવામાં આવ્યું હતું.

100 ગ્રામીણ શિક્ષકો સાથે વાતચીત કરી

image source

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના મુખ્ય પત્રકાર કિંગકિંગ ચેને એક ટ્વિટમાં જણાવ્યું છે કે, ‘જેક મા ગાયબ થયા નથી, આ જુઓ, જેક માએ બુધવારે સવારે 100 ગામના શિક્ષકો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કહ્યું કે કોરોના પછી આપણે ફરી એકબીજાને મળીશું.

ગ્લોબલ ટાઇમ્સના પત્રકારે કહ્યું કે જેક માએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના 100 ગ્રામીણ શિક્ષકો સાથે વાતચીત કરી હતી. એક સમયે અંગ્રેજી શિક્ષક રહેલા જેક માએ બુધવારે એક વીડિયો દ્વારા ગામના શિક્ષકોને પણ શુભેચ્છા પાઠવી હતી. ચીનના સત્તાવાર મીડિયા ગ્લોબલ ટાઇમ્સે પણ તેના વિશે એક વીડિયો શેર કર્યો છે. આમાં, જેક મા સબાને સંબોધન કરતા જોઇ શકાય છે. વાસ્તવમાં જેક મા દર વર્ષે સાન્યા ગામના શિક્ષકો સાથે વાતચીત કરે છે, પરંતુ કોરોના રોગચાળાને કારણે આ બેઠક આ વર્ષે વિડિઓ કોન્ફરન્સ દ્વારા થઈ હતી.

ધરપકડ થવાની હતી સંભાવના

image source

અગાઉ એવી શંકા કરવામાં આવી હતી કે, ચીની સરકારની ટીકા કરનાર અલીબાબા ગ્રુપના સ્થાપક જેક માની ધરપકડ અથવા નજરબંધી કરવામાં આવી છે. લગભગ બે મહિનાથી તે ક્યાંય પણ જાહેરમાં જોવા મળ્યા નથી. ચીની મીડિયામાં એવા અહેવાલો આવ્યા છે કે જેક મા સરકારી એજન્સીઓની ‘સર્વેલન્સ’ હેઠળ છે.

સરકારનો વિરોધ કરવો ભારે પડ્યો

image source

જેક મા એક અબજોપતિ ઉદ્યોગપતિ છે અને વિશ્વના ટોચના 100 ધનિક લોકોમાંના એક છે. તે ચીનના અલીબાબા ગ્રુપના સ્થાપક છે. હોંગકોંગના એશિયા ટાઇમ્સે અગાઉ અહેવાલ આપ્યો હતો કે જેકમાને નજરકેદ કરવામાં આવ્યા છે. નોંધનિય છે ઈમર્સ કંપની અલીબાબા અને એન્ટ ગ્રૂપના સ્થાપક ચીની અરબપતિ બિઝનેસમેન જેકમાં છેલ્લા બે મહિનાથી જાહેરમાં દેખાયા ન હતા. તેમણે હાલના સમયમાં ચીની સરકારની નીતિઓની ટીકા કરી હતી, ત્યારબાદ તેની કંપનીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત