આ કંપનીમાં પોલીસે પાડ્યો દરોડો અને આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો, 3 લાખ કોન્ડોમ સાથે કરવામાં આવતું આવું કામ

આ કંપનીમાં પોલીસે પાડ્યો દરોડો અને આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો, 3 લાખ કોન્ડોમ સાથે કરવામાં આવતું આવું કામ

વસ્તી નિયંત્રણ માટે કોન્ડોમનો ઉપયોગ કરવો એ દરેક ઘરમાં પ્રચલિત વાત છે. લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે અને તેને ડસ્ટબીનમાં ફેંકી દે છે. કોરોના સમયગાળામાં તેનો અભાવ ઘણા દેશોમાં દેખાયો હતો. પરંતુ ફેક્ટરીઓ લોકોની જરૂરિયાત મુજબ સપ્લાય કરતી રહી. કોન્ડોમ સિંગલ યુઝ ઉપયોગ માટે બનાવવામાં આવે છે.

image source

શેરીઓમાંથી વપરાયેલ કોન્ડોમ સાથે કરવામાં આવતું આવું કામ

પરંતુ હાલમાં વિયેતનામમાં પોલીસે એવી ગેંગનો પર્દાફાશ કર્યો કે જે એક ફેક્ટરીમાં કંઈક બીજું જ કામ ચાલતું હતું. પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે એક ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતોય ત્યાં લોકો શેરીઓમાંથી વપરાયેલ કોન્ડોમ ઉપાડતા હતા અને પછી તેને ધોઈ નાખતા હતા. ત્યારબાદ સુકવીને તેને ફરીથી પેક કરીને પૈસા કમાતા હતા. ત્યારબાદ તે કોન્ડોમને બજારમાં વેચતા હતા.

image source

ત્રણ લાખ 24 હજાર વપરાયેલ કોન્ડોમ કબજે કર્યા

પોલીસે કારખાનામાંથી ત્રણ લાખ 24 હજાર કોન્ડોમ એકઠાં કર્યા હતા. આ પછી લોકોમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. વિયેતનામ પોલીસે એક ફેક્ટરીમાંથી ત્રણ લાખ 24 હજાર વપરાયેલ કોન્ડોમ કબજે કર્યા છે. તેઓને ફરીથી વેચવાની તૈયારી કરવામાં આવતી હતી, પરંતુ તે લોકો સફળ ન રહ્યાં અને ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

image source

પોલીસને આ અંગેની જાણ થતાં તેઓએ અચાનક ત્યાં દરોડો પાડ્યો

ફેક્ટરીમાં હાજર કામદારો આ કોન્ડોમને ડીટરજન્ટથી સાફ કરીને પેક કરી રહ્યા હતા અને ફરીથી રબરને આકાર આપતા હતા. આ બનાવટી કોન્ડોમ ફરી લોકોને વેચવામાં આવતાં હતા. આ ફેક્ટરીમાંથી હજી સુધી હજારો કોન્ડોમ બજારમાં મોકલવામાં આવી ચૂક્યા છે. આ કામગીરી વિયેતનામના બિન્હ દુંગમાં કરવામાં આવી રહી હતી. અહીં એક ખાલી મકાનમાં ફેક્ટરી ચાલતી હતી. પોલીસને આ અંગેની જાણ થતાં તેઓએ અચાનક ત્યાં દરોડો પાડ્યો હતો. ત્યારબાદ આ ગેંગનો પર્દાફાશ થયો હતો હવે આખા વિશ્વમાં આ વિશે ચર્ચા થવા લાગી છે અને ફફડાટ મચી ગયો હતો.

image source

સારી રીતે કોન્ડોમને ધોઇ નાંખતા હતા

પોલીસે આ ગેંગના વડા 33 વર્ષીય ફમ થી થાન્હ નોગોકની ધરપકડ કરી હતી. તેણે પોલીસને કહ્યું કે ઘણા મહિનાઓથી કોઈ અજાણ્યો શખ્સ તેને કોન્ડોમનો ઉપયોગ કરીને પહોંચાડી જતો હતો. ત્યારબાદ તે આ કોન્ડોમ સાફ કરતાં હતા. તેઓ સારી રીતે કોન્ડોમને ધોઇ નાંખતા હતા. સૂકવ્યા બાદ તેમને એક આકારમાં ફકી લાવવા લાકડાની મદદ લેવામાં આવતી અને ફરીથી તેને પેક કરવામાં આવતા. પોલીસે કારખાનામાંથી 360 કિલો કોન્ડોમ કબજે કર્યા હતા.

image source

કોન્ડોમ બજારમાં મોકલવામાં આવ્યાં છે તે જાણવાનું બાકી છે

પોલીસ હવે તેનો નિકાલ કરવાની રીત વિચારી રહી છે. તેમજ આ ફેક્ટરીમાં મેડિકલ વેસ્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં સજાના કડક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસને હજી સુધી કારખાનામાંથી કેટલા કોન્ડોમ બજારમાં મોકલવામાં આવ્યાં છે તે જાણવાનું બાકી છે. કોન્ડોમ સિંગલ ઉપયોગ માટે છે. આવી સ્થિતિમાં તેમને ફરીથી ઉપયોગ માટે તૈયાર કરવું ગેરકાયદેસર છે એટલા માટે કાયદેસર થતી સજા કરવામાં આવશે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત