અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુંનો સમય બદલાયો, વળી શનિ-રવિવારે આ બધી જ વસ્તુ બંધ રહેશે

ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા ઘણા સમયથી વધારો થઈ રહ્યો છે જો કે આજે ફરી એકવાર કોરોનાના નવા કેસ 1200થી પણ વધુ નોંધાયા છે. ત્યારે સરકાર પણ તાબડતોબ એક્શન લઈ રહી છે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને પણ સતર્ક રહેવા જણાવી દીધું છે.

રાજ્યમાં કોરોના બેકાબૂ થયો છે અને તેમાં પણ સૌથી વધુ ખરાબ હાલત સુરત અને અમદાવાદની છે અહીં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સુરત બાદ અમદાવાદ મહાનગરપાલિકા પણ આંકરા નિર્ણય લેવા લાગી છે.

image source

અગાઉ રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું જેનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 6 કલાક હતો પરંતુ હવે અમદાવાદમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્ર 9 વાગ્યાથી જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે અમદાવાદમાં આવતી કાલથી રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 કલાક સુધીનો રહેશે.

આ સિવાય વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે જે અનુસાર શનિવાર અને રવિવારના રોજ શહેરના તમામ મોલ અને સિનેમા હોલ બંધ રહેશે. જેથી સપ્તાહના અંતે રજાના દિવસોમાં કોઈ પણ જગ્યાએ ભીડ એકઠી થાય નહીં. આ નિર્ણય તાજેતરમાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1276 કેસ નોંધાયા છે જ્યારે 899 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 3 દર્દીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. આ નવા કેસમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે જે 395 છે જ્યારે અમદાવાદમાં 304 કેસ નોંધાયા છે.

આજના નવા કેસ બાદ કોરોનાના દર્દીની સ્થિતિ જોઈએ તો હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 5684 થયા છે જેમાંથી વેન્ટીલેટર પર 63 દર્દી છે જ્યારે સ્ટેબલ સ્થિતિમાં 5621 દર્દી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ડીસ્ચાર્જ થનાર દર્દી 2,72,332 છે જ્યારે કુલ મૃત્યુઆંક 4433 પર પહોંચ્યો છે.

image source

તેવામાં સુરત મહાનગરપાલિકા બાદ અમદાવાદ મહાપાલિકાએ કડક વલણ દાખવવાનું શરુ કર્યું છે અને લોકોને પણ અપીલ કરી છે કે તેઓ માસ્ક પહેરે, જરૂર વિના બહાર જવાનું ટાળે અને સામાજિક અંતર જાળવે.

મહાપાલિકા તંત્ર દ્વારા આજની બેઠકમાં ડેઝિગ્નેટ કરાયેલી ખાનગી કોવિડ 19 હોસ્પિટલોની સંખ્યા, બેડની ઉપલબ્ધતા અને મેડીકલ સ્ટાફની સ્થિતિ, ટેસ્ટિંગ માટેની સુવિધા અને દવાની ઉપલબ્ધતા તેમજ રસીકરણને લઈ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ બાબતોની ચર્ચા બાદ શહેરીજનોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!