જયા બચ્ચન અને કંગના સિવાય અડધા બોલિવૂડ કલાકારો હવે મેદાને ઉતર્યા, જુઓ કોના કોના વચ્ચે ધડબડાટી બોલી ગઈ

જયા બચ્ચન અને કંગના સિવાય અડધા બોલિવૂડ કલાકારો હવે મેદાને ઉતર્યા, જુઓ કોના કોના વચ્ચે ધડબડાટી બોલી ગઈ

સુશાંત સિંહ રાજપૂત મોત કેસ મામલે હવે બીજા નવા નવા કેસ ઊઘડી રહ્યા છે અને ડખો થઈ રહ્યો છે. સૌથી પહેલા કંગના અને સંજય રાઉતે ધબધબાટી બોલાવી હતી. ત્યારબાદ હવે કંગના અને જયા બચ્ચન વચ્ચે મામલો ગરમાયો છે. પરંતુ આ વખતે માત્ર વાત કંગના અને જયા બચ્ચન વચ્ચે જ નથી રહી અને સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રી વચ્ચે વિખવાદ ઊભો થયો છે. કારણ કે સુશાંત સિંહ મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ કંગના રનૌતે કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો ડ્રગ્સ એડિક્ટ છે અને કંગનાએ બોલિવૂડના એ લિસ્ટેડ કલાકારોને બ્લડ ટેસ્ટ કરાવાવની માગણી કરી હતી. કંગનાની આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સ અંગે વાત કરી હતી અને તેમની આ વાતનો વિરોધ જયા બચ્ચને કર્યો હતો. ત્યારબાદથી બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.

આટલા કલાકારોએ જયા બચ્ચનનું સમર્થન કર્યું-

image source

હેમા માલિની, અનુભવ સિંહા, દિયા મિર્ઝા, તાપસી પન્નુ, જેનેલિયા દેશમુખ, સોનમ કપૂર, ફરહાન અખ્તર, સંજય ખાન, ગુલશન દેવૈયા, ઉર્મિલા માતોંડકર.

આટલા કલાકારોએ જયા બચ્ચનનો વિરોધ કર્યો-

કંગના રનૌત, રવિ કિશન, રણવીર શૌરી, મનોજ મુંતશિર, વિવેક અગ્નિહોત્રી, રાજુ શ્રીવાસ્તવ.

image source

જયા બચ્ચન અને કંગના વિશે વાત કરવામાં હેમા માલિનીની ચર્ચા વધારે કરવામાં આવી રહી છે. એક્ટ્રેસ તથા સાંસદ હેમા માલિનીએ પણ બોલિવૂડનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘મને ઘણું જ દુઃખ થયું કે લોકો ડ્રગ્સ જેવી બાબતો પર બોલિવૂડ અંગે ખરાબ વાત કરે છે. આ સાથે જ તેમણે નામ લીધા વગર કંગના પર નિશાન સાધ્યું હતું. જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતું કે માત્ર કેટલાક ખરાબ લોકોને કારણે આખી ઈન્ડસ્ટ્રીને બદનામ કરી શકાય નહીં.

હેમા માલિનીએ બધા જ મુદ્દા આવરીને કરી લાંબી વાત

એક ઈન્ટરવ્યુમાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘આ ડ્રગ્સ વગેરેની વાત થઈ રહી છે, એ દરેક જગ્યાએ હોય છે. આજકાલ એ ઘણી જગ્યાએ ફેલાયેલું છે. અમારી ઈન્ડસ્ટ્રીમાં પણ આવ્યું હશે. જેવી રીતે કપડાં પર ડાઘ પડે છે તો એને ધોઈ કાઢીએ છીએ, તેવી જ રીતે આને પણ ધોવાની જરૂર છે. આપણી ઈન્ડસ્ટ્રી ઘણી જ સારી તથા સુંદર છે. કંગનાનું નામ લીધા વગર હેમાએ કહ્યું હતું, ‘એની એટલી હિંમત નહોતી કે કંઈક વાત કરે, તે આજકાલ કંઈ પણ બોલે છે. કોઈપણ કલાકાર પર ગમે તેમ વાત કરે છે. આ જોઈને ઘણું જ દુઃખ થાય છે. અમારા મોટા-મોટા કલાકારોએ અહીં કામ કરીને પોતાનું નામ કમાયું છે. તેમના અંગે તમે આજે કંઈપણ બોલી રહ્યાં છો. તમારી આટલી હિંમત કેવી રીતે થઈ. આ ખોટું છે. તમારે તેમનું સન્માન કરવું જોઈએ.

image source

આગળ વાત કરતા હેમાએ કહ્યું કે હું આ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષોથી છું અને મને ખૂબ જ પ્રેમ મળ્યો છે. આજે જો કોઈ ઈન્ડસ્ટ્રી અંગે કોઈ ખોટી વાત કરે તો હું જોઈ ના શકું. ડ્રગ એડિક્શન અંગે કોઈએ આ વાત કરી અને પછી તમે આખી ઈન્ડસ્ટ્રીને એની લપેટમાં લો છો, આ ખોટું છે. હું લોકોને કહેવા માગું છું કે બોલિવૂડ કળા તથા સંસ્કૃતિનો ઉદ્યોગ છે. પહેલાં પણ નેપોટિઝ્મ જેવી કોઈ વસ્તુઓ નહોતી. અમે લોકો અમારા દમ પર આગળ વધ્યા છીએ. મહેનત કરી છે. નામ બનાવ્યું છે. બધા જ કલાકારો પોત-પોતાની રીતે આગળ આવે છે. અહીં કોઈ કોઈને બનાવી શકતું નથી. મહેનત કરવી પડે છે. ઘણા પ્રોડ્યુસર્સના દીકરાઓએ આ ઈન્ડસ્ટ્રીને આવવાનો પ્રયાસ કર્યો છે. કોઈ ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને છે, વકીલનો દીકરો વકીલ બને છે. એ જ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં બાળકો માતા-પિતાને જોઈ આ ફીલ્ડમાં આવે છે, પરંતુ તમામ લોકો સફળ થતા નથી.’

બીજા સેલેબ્સએ કહ્યું કઈક આવું

image source

એક્ટર સંજય ખાને કહ્યું હતું, ‘જયા બચ્ચનજીએ સંસદમાં જે પણ કહ્યું છે એ યોગ્ય છે. આ સંસ્થાના યોગદાનને સમજવું જોઈએ. આપણે તેને બોલિવૂડથી ઓળખીએ છીએ. આ ભારતનું સુપર સોફ્ટ પાવર છે. અનુભવ સિંહાએ જયા બચ્ચનનું સમર્થન કરતાં કહ્યું હતું, જયાજીને સાદર પ્રણામ. ગુલશન દેવૈયાએ કહ્યું હતું, જ્યારે લોકો આ પ્રકારની વાતો કરે છે અને બોલિવૂડનું નામ લે છે તો મને અપમાન જેવું લાગે છે. મને ખ્યાલ છે કે મારે આ વાતને દિલ પર લેવાની જરૂર નથી, કારણ કે આ મારા માટે નથી, પરંતુ આ બહુ જ ઘૃણા તથા અસંવેદનશીલ છે. ઉર્મિલાએ કહ્યું, ‘કંગના હિમાચલથી જ શરૂઆત કેમ કરતી નથી?’ આખો દેશ ડ્રગ્સના જોખમનો સામનો કરી રહ્યો છે. શું કંગનાને ખબર છે કે હિમાચલ પ્રદેશ ડ્રગ્સનો ગઢ છે? કંગનાને સૌથી પહેલા પોતાના રાજ્યથી જ શરૂઆત કરવી જોઈએ.’

કંગનાએ ફરી ધમાકો કર્યો

image source

આટલું પતી ગયા બાદ ફરીવાર કંગનાએ ટ્વીટ કરી અને મામલો ગરમાયો હતો. કંગનાએ ટ્વીટમાં કહ્યું હતું, જયાજી તથા તેમની ઈન્ડસ્ટ્રીએ કઈ થાળી આપી છે? એક થાળીમાં બે મિનિટના રોલ, આઈટમ નંબર્સ અને એક રોમેન્ટિક સીન મળે છે. એ પણ હીરો સાથે સૂઈ ગયા બાદ. મેં આ ઈન્ડસ્ટ્રીને ફેમિનીઝમ શીખવ્યું, થાળી દેશભક્તિ નારીપ્રધાન ફિલ્મથી સજાવી. આ મારી પોતાની થાળી છે, જયાજી તમારી નથી. બસ આટલું કહ્યા બાદ ફરીથી બોલિવૂડ કલાકારો વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું હતું.

ગીતકાર તથા લેખક મનોજ મુંતશિરે આ બાબત વિશે ટ્વીટમાં કહ્યું હતું, ‘ફિલ્મજગત તો થાળી છે અને થાળી બધાની છે. બધાની ભૂખ મિટાવે છે અને બધા જ પોતાની મહેનતથી આ થાળીમાં મૂકવા માટે ભોજન કમાય છે. કોઈ કોઈના ટુકડા પર ગુજરાન ચલાવતા નથી. આ થાળી પર ISIની જગ્યાએ બંધારણનો સિક્કો મારેલો છે. આ થાળી કોઈ એક પરિવાર, ખાનદાન કે વંશની સંપત્તિ નથી. જો આ થાળીમાં કોઈએ ઝેર પીરસ્યું છે તો આમાં થૂંકવું જરૂરી છે, જેથી ઝેર વહીને નીકળી જાય.

image source

એક્ટર રણવીર શૌરીએ કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું, ‘જે લોકો બોલિવૂડની ગંદકીના બચાવમાં સામે આવ્યા છે. તે ગેટકીપર્સ છે અથવા તે એમ વર્તી રહ્યા છે. જો તમને કોઈનો વ્હિસલબ્લોઈંગ અથવા એની અભિવ્યક્તિની આઝાદી પસંદ ના આવે તો તમે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છો. એ ના જુઓ કે હંગામો કઈ બાબત પર છે.’

વિવેક રંજન અગ્નિહોત્રીએ કહ્યું હતું, પહેલી વાત થાળી ચાંદીની છે. બીજી વાત થાળી માત્ર જૂજ લોકો પાસે છે. જેની પાસે થાળી છે, તે રાજા છે અથવા તેમના યુવરાજ. જ્યારે રંકની પાસે થાળી નથી તો એમાં કેવી રીતે થૂંકશે? હવે થાળીમાં થૂંક્યા, થાળી બદલવાનો સમય આવી ગયો છે.

જયા બચ્ચન અને રવિ કિશન વચ્ચે પણ થઈ હતી બોલાચાલી

image source

જયા બચ્ચને કહ્યું હતું, ‘મને લાગે છે કે આ મહત્ત્વનું છે કે સરકાર આ ઈન્ડસ્ટ્રીને સાથ આપે. માત્ર એટલા માટે તેની હત્યા ના કરો, કારણ કે કેટલાક લોકો (ખરાબ) છે. તમે આખી ઈન્ડસ્ટ્રીની ઇમેજ ખરાબ કરી શકો નહીં. આ ઈન્ડસ્ટ્રી આંતરરાષ્ટ્રીય સ્તર પર તમને સન્માન આપે છે.’હું કાલે ઘણી જ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી, જ્યારે લોકસભામાં અમારા જ એક સભ્યે, જે આ જ ઈન્ડસ્ટ્રીના છે અને તેમણે ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ વાત કહી. આ શરમજનક છે. જેનું ખાવ છો, એનું જ ખોદો છો. ખોટી વાત છે.’

જયા બચ્ચનના નિવેદન પર રવિ કિશને કહ્યું હતું, ‘મને આશા હતી કે જયાજી મારું સમર્થન કરતાં હતાં. ઈન્ડસ્ટ્રીમાં તમામ લોકો ડ્રગ્સ લેતા નથી, જોકે જે લોકો લે છે તેઓ વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખતમ કરવાની યોજનાનો હિસ્સો છે. જ્યારે મેં અને જયાજીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જોઈન કરી હતી ત્યારે આવી સ્થિતિ ન હતી. જોકે આજે ઈન્ડસ્ટ્રીને બચાવવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત