ભાવનગરમાં સોપો પડી ગયો, રિટાયર્ડ Dyspના પુત્ર, પત્ની અને બે દીકરીઓએ એક જ રિવોલ્વરમાંથી કર્યો આપઘાત

દેશમાં અને રાજ્યમાં આત્મહત્યાના કેસો વધતા દેખાય રહ્યા છે. સવારે છાપુ વાચવા બેસીએ તો ખબર મળે કે આજે આટલા લોકોએ આત્મહત્યા કરી. ત્યારે હવે ભાવનગર જિલ્લામાંથી એક કમકમાટી ભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરના વિજયરાજનગરમાં સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા અને બે દીકરીઓ નદીનીબા અને યશસ્વીબા સાથે સામૂહિક આપઘાત કર્યો છે. હાલમાં જાણવા મળ્યું છે કે, રિવોલ્વરમાંથી ફાયરિંગ કરીને બધાએ જીવન ટુંકાવી લીધું છે. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને વધુ તપાસ હાથ ધરી હતી.

image source

હાલમાં ઘટના બની પછી એક જ સવાલ થઈ રહ્યો છે કે આખરે એવું તો શું થયું કે આખા પરિવારે જીવન ટૂંકાવવુ પડ્યું. પોલીસને પણ એક સવાલ સતત મુંઝવી રહ્યો છે કે એક જ રિવોલ્વરમાંથી પરિવારના ચાર સભ્યો કેવી રીતે એકસાથે ફાયરિંગ કરી આત્મહત્યા કરી શકે. તેથી હવે એક જ રિવોલ્વરમાંથી એક જ પરિવારના ચાર સભ્યો ફાયરિંગ કરી આપઘાત કેવી રીતે કરી શકે તે સવાલ ઉઠ્યો છે. સાથે જ લોકોમાં ચર્ચા જાગી રહી છે કે એવું બની શકે પહેલાં એક વ્યક્તિએ ત્રણ વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોય અને પછી પોતે ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હોય.

પોલીસ પણ ઘટના પછી મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. પોલીસે હાલ આ દિશામાં તપાસ હાથ ધરી છે. Dysp સફિન હસને જણાવ્યું હતું કે પૃથ્વીરાજસિંહે પહેલા પોતાના પાલતું શ્વાનને ગોળી મારી હતી. બાદમાં પોતાની પત્ની અને બે દીકરી સાથે મળી ગોળી માર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પૃથ્વીરાજસિંહનો પાલતું શ્વાન પણ ગોળી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. પૃથ્વીરાજસિંહ પોતાના પરિવાર તથા પાલતું શ્વાનને ગોળી માર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોય તેવી પોલીસને શંકા છે.

image source

પૃથ્વીરાજ સિંહના પિતા નરેન્દ્રસિંહ જાડેજા ગામડે ગયા હતા. ત્યારે તેમના ઘરે આ ઘટના બની હતી. તેમની મોટી પુત્રી પણ શુટિંગમાં ચેમ્પિયન હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રિવોલ્વરનું લાયસન્સ પૃથ્વીરાજસિંહના નામે હતું. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તમામના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

એક બીજો મોટો ખુલાસો એ પણ થયો છે કે બુધવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ પૃથ્વીરાજસિંહે પોતાના મિત્રોને મેસેજ દ્વારા જાણ કરી હતી કે પોતે આત્મહત્યા કરી રહ્યા છે. આ અંગેની જાણકારી મળતા જ તેના મિત્રો પૃથ્વીરાજને બચાવવા માટે તેના ઘરે દોડી આવ્યા હતા પણ તે પહેલાં પૃથ્વીરાજસિંહના ઘરમાંથી ગોળીબારનો અવાજ સાંભળાયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી ગયેલા પોલીસ અધિકારીએ ઘરમાં પ્રવેશીને જોયું તો પૃથ્વીરાજ સહિત તેમની પત્ની બિનાબા બાદ તેમની બંને દીકરી નદીનીબા અને યેશસ્વીબાનો લોહીથી લથબથ મૃતદેહ પડ્યો હતો. આ કરુણ દૃશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

image source

પૃથ્વીરાજસિંહ મા એન્ટરપ્રાઇઝના નામે જમીન દલાલીનું કામ પણ કરતા હતા એવું પણ તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાને રાષ્ટ્રપતિ મેડલ પણ મળ્યો છે. પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પરિવાર સાથે સામૂહિક આપઘાત કરી લેતા સગા-સંબંધીઓ અને નજીકના પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

જો કે રિટાયર્ડ Dyspના પુત્રએ પરિવાર સાથે સામૂહિક આપઘાત ક્યાં કારણોસર કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આસપાસમાં રહેતા લોકોની પણ પૂછપરછ હાથ ધરી નિવેદનો લીધા છે. તેમજ FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત