આલિયાની આ સિક્રેટ વાત આખરે કરણ જોહરે કહી દીધી, શું તમને ખબર છે?

કરણ જોહરે આખરે રાજ ખોલ્યું – આલિયાના વાળ કપાવનાર બીજું કોઈ નહીં પણ…..

image source

એવું કહેવાય છે કે જ્યારે તમે પ્રેમમાં હોવ છો ત્યારે તમે સાવજ સ્ટુપિડ વસ્તુઓ પણ કરતા ખચકાતા નથી. જો કે આ બાબત પર તો પ્રેમમાં પડેલી કોઈ પણ વ્યક્તિ સહમત થશે. તમે પ્રેમમાં હોવ છો ત્યારે તમારા પ્રેમી માટે કંઈ પણ કરો છો. પછી તે બાબત બીજી વ્યક્તિને સાવજ મૂર્ખાઈ ભરેલી કેમ ન લાગે. જો કે તમારી આવી વર્તણુક તમે પ્રેમમાં કેટલાક પરોવાઈ ગયા છો તે પણ દર્શાવે છે.

2020નું વર્ષ કેરોના વાયરસના કારણે સદીનું સૌથી વધારે બિહામણું વર્ષ સાબિત થઈ રહ્યું છે. લોકો ઘરની બહાર જતાં પણ ડરી રહ્યા છે. કોરોના વાયરસની મહામારીના કારણે આપણે બધાએ ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો છે અને કેટલાક કામો આપણે જે બહાર જઈને કરાવતા હતા તે ઘરે કરવાનો વારો આવ્યો છે. અને આ બધી બાબતો કુટુંબીજનોને, પતિ-પત્નીને, માતાપિતા તેમજ બાળકોને અને પાર્ટનર્સને એકબીજાની નજીક લાવી રહી છે જેમાંથી બોલીવૂડ સ્ટાર્સ પણ બાકાત નથી. રનબીર કપૂરે પણ પોતાની પ્રેમિકા એટલે કે આલિયા ભટ્ટ માટે પણ કંઈક તેવું જ કર્યું છે.

image source

17મી મે 2020ના દિવસે આલિયા ભટ્ટે પોતાની એક તસવીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. તેમાં તેણીનો ન્યૂ હેર લૂક હતો. તેણીએ પોતાના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસ્વીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે તેણીએ આ હેરકટ ઘરમાં રહેલા એક મલ્ટી ટેલેન્ટેડ પ્રિયજન પાસે કરાવ્યા છે. અને ફેન્સને તે વિચારતા જરા પણ વાર ન લાગી કે તે પ્રિયજન કોણ છે.

તેણીએ આ તસ્વીર શેર કરતાં કંઈક આમ કેપ્શન લખ્યું હતું, ’60 દિવસ બાદ – વધારે મજબૂત, વધારે સ્વસ્થ, વધારે સારા ઓડકાર સાથે, સ્કિપિંગ, પુશપ્સ પણ સારા થઈ રહ્યા છે, દોડવાનું તો જાણે ગાંડપણ થઈ ગયું છે, અને ખાવા પાછળ પણ પાગલ થઈ છું, અને હવે પછીના પડકારોની રાહ જોઈ રહી છું. ડીયર @sohfitofficial ખબર નહીં હું તમારા વગર શું કરત… તમે લોકો ખરેખ ઉત્તમ છો …. હા મેં ઘરે જ વાળ કાપ્યા છે – તેના માટે ઘરમાં જ રહેતા એક મલ્ટીટેલેન્ટડ પ્રિયજનનો આભાર માનું છે કે જે જ્યારે જ્યારે મને ચોપ-ચોપની જરૂર પડે છે ત્યારે ત્યારે મારી વહારે આવી જાય છે.’

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

આલિયાનો આ ન્યૂ લૂક બધાને ખૂબ ગમી રહ્યો છે. પણ તેના ફેન્સ એ જાણવા માગે છે કે તેના વાળ કાપનાર આ મલ્ટીટેલેન્ટેડ loved one (પ્રિયજન) છે કોણ ? તમે જ ધારી બતાવો. ના વધારે લાંબી દોડાવવાની કોઈ જ જરૂર નથી પણ આલિયા ભટ્ટના ગોડફાધર એટલે કે કરણ જોહરે આ રહસ્ય આપણા માટે ઉકેલી લીધું છે. તાજેતરમાં કરણ જોહરે એક નાનકડું ઇન્સ્ટા લાઇવ સેશન કર્યું હતું તેના મમ્મી અને તેના બાળકો સાથે. આ ઇનસ્ટાગ્રામ લાઈવમાં જ્યારે લોકોએ તેને આલિયા ભટ્ટ વિષે કંઈક પુછ્યું ત્યારે તેણે જણાવ્યું, ‘આલિયા મારી દીકરી છે, અને તેણી લોકડાઉન દરમિયાન ખૂબ ખુશ છે અને તેણે રનબીર પાસે પોતાના વાળ કપાવ્યા છે.’ તો હવે તમે જાણી ગયા છો કે આલિયા ભટ્ટના વાળ બીજા કોઈએ નહીં પણ બોયફ્રેન્ડ રનબીર કપૂરે જ કાપ્યા છે.

image source

આલિયા અને રનબીરની લવ સ્ટોરીની વાત કરીએ તો 2018માં રનબીરે પોતાનું દીલ ચોરી લેનારી સ્ત્રી વિષે દુનિયાને જણાવવાનું નક્કી કર્યું હતું. એક મેગેઝિનને આપેલા ઇન્ટર્વ્યૂમાં તેણે આલિયા વિષે પહેલીવાર વાત કરી હતી. તેણે આ ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું, ‘હાલ આ ખૂબ જ નવું છે, અને હું તે વિષે વધારે કહેવા નથી માગતો. તેને થોડાં શ્વાસની જરૂર છે થોડી સ્પેસની જરૂર છે. એક અભિનેતા તરીકે એક વ્યક્તિ તરીકે, આલિયા – મુક્ત પણે વહી રહી છે. જ્યારે હું તેણીનો અભિનય છું, જ્યારે હું તેનું કામ જોઉં છું, જીવનમાં પણ, તેણી જે આપી રહી છે તેવું હું પણ કરવા ઇચ્છું છું.’

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

આપણે બધા એ સારી રીતે જણીએ છીએ કે ઋષિ કપૂરના મૃત્યુ બાદ આલિયા ભટ્ટે કેવી રીતે આખાએ કપૂર ફેમિલિને સપોર્ટ કર્યો હતો. તેણીએ ઋષિ કપૂર માટેની પોતાની લાગણી પણ શેર કરી હતી. તેણે એક લાગણીસભર નોંધમાં લખ્યું હતું, ‘ આ સુંદર પુરુષ વિષે હું શું કહું, તેઓ મારા જીવનમાં ખૂબ પ્રેમ અને સારપ લાવ્યા છે. આજે, દરેક વ્યક્તિ ઋષિ કપૂરની એક લીજન્ડ તરીકે ચર્ચા કરી રહ્યા છે, મેં પણ મારા બાકીના જીવનમાં તેવી જ રીતે તેમને જાણ્યા હતા, પણ છેલ્લા બે વર્ષથી હું તેમને એક મિત્ર તરીકે જાણું છું, એક સાથી ચાઈનીઝ ફૂડ લવર તરીકે, એક સંપૂર્ણ સીનેમા લવર તરીકે, એક ફાઇટર તરીકે, એક લીડર તરીકે, સુંદર સ્ટોરીટેલર તરીકે, એક પેશનેટ ટ્વીટ તરીકે અને પિતા તરીકે ! આ છેલ્લા બે વર્ષમાં, મને તેમના તરફથી જે પ્રેમ મળ્યો છે એ કોઈ હુંફાળી ઝપ્પી સમાન છે જેને હું આજીવન વાગોળીશ ! હું બ્રહ્માંડનો આભાર માનું છું કે તેણે મને તેમને જાણવાની તક આપી. આજે તમે બધા કહેશો કે તેઓ કુટુંબ જેવા હતા – કારણ કે તેઓ ખરેખર તમને એક કુટુંબ જેવો જ અનુભવ કરાવે છે !’ લવ યુ, ઋષિ અંકલ ! તમને હંમેશ માટે યાદ કરીશ ! તમે તમે હોવા બદલ, આભાર તમારો !

source : bollywoodshaadies

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત