કરીના બોલિવૂડની બેબો અમથી નથી કહેવાતી, ડિલિવરીના માત્ર બે દિવસ પહેલાં પણ કરી રહી છે શુટિંગ

હાલમાં વિરાટ અને અનુષ્કા તેમના પહેલા બાળકના માતા પિતા બન્યા છે. ત્યારબાદ હવે ફેન્સને કરીનાના બીજા બાળકની રાહ છે. કહેવામાં આવી રહ્યું છે કે, બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનની ડિલેવરી ડેટ નજીક છે. હાલમાં જ કરીના કપૂરનાં પિતાએ તેની ડિલિવરી ડેટનો ખુલાસો કર્યો હતો. પિતા રણધીર કપૂર મુજબ કરીના કપૂર 15 ફેબ્રુઆરીનાં તેનાં બીજા બાળકને જન્મ આપવાની છે. એટલે કે હવે બે દિવસમાં જ કરીના સૈફનાં ઘરે બીજી વખત કિલકારીઓ ગુંજવાની છે. સામાન્ય રીતે આ છેલ્લા સમયમાં મહિલાઓ સંપૂર્ણ આરામ કરતી હોય છે પણ બેબો સતત શૂટિંગમાં બિઝી છે.

image source

સોશિયલ મીડિયા પર હાલમાં જ કરીના એકસ્ટ્રા લાર્જ વ્હાઇટ શર્ટ અને ક્રીમ કલરનાં ટ્રાઉઝરમાં શૂટિંગ કરતી જોવા મળી રહી છે. કરીના તેની ટીમની સાથે શૂટિંગ માટે નીકળી રહી હતી તે સમયનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પણ બેબોનો આ વીડિયો શેર કરી રહ્યા છે. જેમાં તેના લૂક વિશે જો વાત કરીએ તો ખુલ્લા વાળમાં કરીના ઘણી જ સુંદર લાગી રહી છે. આ સાથે જ શક્યતા સેવવામાં આવી રહી છે કે કરીના કપૂર 15 ફેબ્રુઆરીએ બીજા બાળકને જન્મ આપશે. જો કે આ પહેલી વાર નથી કે આ રીતે કરીના પ્રેગ્નેન્સીના સમયમાં કામ પર નીકળી હોય. આ પહેલાં કરીના કપૂર 12 ફેબ્રુઆરી શુક્રવારના રોજ પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાના ઘરની બહાર જોવા મળી હતી.

image source

કરીનાની બીજી ડિલીવરી વિશે રણધીર કપૂરે વાત કરી હતી કે કરીના 15મી તારીખે બાળકને જન્મ આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રણધીર કપૂરનો જન્મદિવસ 15 ફેબ્રુઆરીના રોજ છે. આ વર્ષે રણધીર કપૂર પોતાનો 74મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. એટલે કે કરીના પિતાના જન્મદિવસે જ બીજા બાળકને જન્મ આપે તેવી શક્યતા છે. ઉલ્લેકનીય છે કે બૉલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે નવા ઘરમાં શિફ્ટ થઇ ગઇ છે. પરંતુ કરિના કપૂર ખાનનુ જુનુ ઘર પણ કંઇ કમ નથી, તે પણ એકદમ આલિશાન મહેલ જેવુ જ હતું

image source

ઉલ્લેખનીય છે કે આ પહેલાં કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 11 ઓગસ્ટ, 2020 ના રોજ એક વીડિયો અને તેની હોટ સ્ટાઇલની 9 તસવીરો શેર કરી હતી. આ તમામ ફોટોની વિશેષ વાત એ છે કે તેમાં કરીનાએ પતિ સૈફ અલી ખાનનો શર્ટ પહેરેલો છે. તેણે આ માટે સૈફને થેક્યું પણ કહ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું, “આઈ લવ લવ લવ સૈફ, મને તમારો શર્ટ ઉધાર આપવા માટે અને તમારી ફોટોગ્રાફી કુશળતા બતાવવા બદલ. આ ઉત્તેજક અનુભવ માટે @filmfareનો આભાર.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!