આ 4 સત્ય ઘટનાઓએ ભલભલાના બદલી નાખ્યા છે વિચાર, અને થઇ ગયા છે કર્મ અને ફળ પર વિશ્વાસ કરતા, વાંચી લો તમે પણ

1 : – જ્યારે એક વ્યક્તિ એ રક્તદાન કરીને 20 લાખ બાળકો નો જીવ બચાવ્યો હતો

image source

જ્યારે જેમ્સ હેરિસન 14 વર્ષના હતા ત્યારે તે મરણ પથારીએ પડ્યા હતા તેમણે ઘણા છાતી ના ઓપરેશાનો કરાવ્યા હતા ચિકિત્સકો એ તેમના બંને ફેફસા માથી એક ફેફસું કાઢી નાખ્યું હતું અને આ પ્રોસેસ માં 2 લિટર જેટલું લોહી વહી ગયું હતું અને આ 2 લિટર લોહી અલગ અલગ લોકો દ્વારા રક્તદાન કરીને લેવામાં આવ્યું હતું પરંતુ જેમ્સ આ વાત થી અજાણ હતો અને માત્ર રક્તદાન ને લીધે બચેલો હેરિસન વિચારતો હતો કે હું પણ કોઈના માટે રક્તદાન કરવા માંગુ છું

હેરિસન જ્યારે 18 વર્ષા નો થયો એટ્લે કે રક્તદાન માટે લાયક થયો હતો જેમસે પોતાના 18 માં વર્ષમાં પ્રવેશતાની સાથે જ તેમના જન્મ દિવસ પર પહેલી વાર રક્તદાન કર્યું હતું

image source

જેમ્સના રક્તદાન પછી ડોક્ટરોને જેમ્સના લોહી મા કઈક અજુગતું જોવા મળ્યું તેમના શરીર કેટલાક એવા તત્વો હતા કે જે રેસસ નામના રોગની સારવાર માટે જરૂરી હતા આ એક એવા પ્રકારનો રોગ હતો કે જેમાં બાળકો વિકૃત મગજ સાથે જન્મતા હતા અથવા તો મૃત્યુ પામતા હતા આથી ડોકટરોએ જેમ્સને વિનંતી કરી કે તમે નિયમિત રીતે રક્તદાન કરી શકશો ? કે જેથી કરીને અમે આ રોગની સારવાર વિષે વધુ અભ્યાસ કરી શકીએ અને જેમસે નિયમિત રક્તદાન કરવા માટે હા પાડી અને તેનું લોહી નાના બાળકો માટે દવા સમાન કામ કરતું હતું

image source

જેમસે માત્ર અજાણ્યા લોકોના નાના બાળકોની જ મદદ કરી ન હતી પરંતુ તેની દીકરી જ્યારે પ્રેગ્નંટ હતી ત્યારે તેની દીકરીના સંતાન ને પણ આ રોગ થવાની શક્યતાઓ હતી ત્યારબાદ જેમસે પોતાની દીકરી માટે પણ રક્તદાન કર્યું જેના લીધે જેમ્સ એક સ્વસ્થ બાળકના દાદા બની ગયા હતા આજે જેમ્સ 70 વર્ષના થઈ ગયા છે અને 70 વર્ષના હોવા છતાં પણ જેમ્સ ક્યારેય પણ નિયમીત રક્તદાન કરવાનું ચુકતા નથી અને તે અત્યાર સુધી 20 લાખ બાળકોનો જીવ બચાવી ચૂક્યા છે

2 : – એક માણસ ને એક છોકરા દ્વારા બચાવવામાં આવ્યો કે જે છોકરાને તેની પત્ની એ 9 વર્ષ પહેલા બચાવ્યો હતો

image source

જ્યારે રોજર લૌજિયાર ચાર વર્ષના હતા ત્યારે તે તેની માતા થી દૂર બીચ પર રખડતા હતા આ સમય હતો 1965 નો તે ધીરે ધીરે પાણી તરફ જવા લાગ્યા હતા અને તે પાણી ની અંદર તરવાની કોશિશ કરતા હતા પરંતુ અચાનક દરિયાના મોજા એ તેને અંદર ખેચી લીધા તે જીવતા ન બચી શક્યા ન હોત પરંતુ ત્યાં અચાનક અજાણી સ્ત્રી કે જેનું નામ એલિસ બ્લેજ હતું તેણે ફટાફટ પાણી ની અંદર છલાંગ લગાવી અને તે છોકરાને બચાવી લીધો

image source

9 વર્ષ બાદ 13 વર્ષ નો આ એજ છોકરો એજ બીચ પર બોટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે અચાનક એક સ્ત્રીની ચીસો સાંભળી હતી કે મારા પતિ ડૂબી રહયા છે તો કોઈ તેમણે બચાવો આ છોકરનું નામ રોજર હતું રોજર શરૂઆતમાં તે સ્ત્રીને ઓળખી શક્યો ન હતો પરંતુ તેને જરા પણ વાર લગાડ્યા તે તેની પેડલ બોટ દ્વારા ડૂબતાં વ્યક્તિ સુધી પહોચી ગ્યો અને તેને તેને પોતાની પેડલ બોટ પર ખેચી લીધા અને તેણે તે વ્યક્તિનો જીવ બચાવી લીધો હતો ત્યાં ઉભેલા કોઈ પણ લોકો ને અનુંમાંને પણ ખ્યાલ ન હતો પરંતુ જ્યારે બીજે દિવસે આખી ઘટના નામ અને સમય સાથે ન્યૂજ પેપર માં આવી ત્યારે એલિસ ને ખયાલ આવ્યો કે તે યુવાન બીજો કોઈ નહિ પરંતુ તેણે 9 વર્ષ પહેલા બચાવેલો 4 વર્ષનો છોકરો જ હતો

3 : – એક માણસ એક જીવલેણ બીમારીથી માત્ર રક્તદાન કરીને બચી ગયો

image source

જિમ બેકર નામનો વ્યક્તિએ પોતાના જીવન ની અંદર રક્તદાન કરવાનું ચાલુ કર્યું હતું પરંતુ જિમ નું રક્તદાન કરવા પાછળ કોઈ નેક કે સારો ઇરાદો ન હતો તમને તેનું કારણ સાંભળીને હસવું આવી જશે તે એક ફૂટબોલ ટિમ નો ખુબજ મોટો ફેન હતો તે ટીમનું નામ હતું ગ્રીન બે પેકર્સ પરંતુ ફૂટબોલ મેચોની ટિકિટ તે ખરીદી શકે તેમ ન હતો આથી તેણે રક્તદાન વડે ટિકિટ ના પૈસા કમાવવાનું ચાલુ કર્યું હતું તે જ્યારે પણ રક્તદાન કરી શકે તેમ હતો ત્યારે ત્યારે તે રક્તદાન કરવા માથી ક્યારેય પણ પાછળ હઠયો ન હતો અને આ રક્તદાન ના રૂપિયા થી તે પોતાની ફેવરિટ ટીમની મેચ ની ટિકિટ પણ ખરીદી શકતો હતો

image source

પરંતુ હવે વાત માં ટ્વિસ્ટ એવો આવે છે કે 20 વર્ષ સતત રક્તદાન કર્યા પછી તેને ખબર પડે છે કે તે એક જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યો હતો તે બિમારીનું નામ હતું હેમોક્રોમેટોસિસ આ રોગ શરીર જરૂર કરતાં વધારે પ્રમાણ માં લોખંડ નું ઉત્પાદન કરતું હોય છે અને તેનો એક જ ઉપાય હતો કે રક્તદાન કરવું. જિમ પોતે જાણે અજાણે પોતાની જીવલેણ બીમારીનો ઈલાજ નિયમિત રીતે રક્તદાન કરી ને કરી રહ્યો હતો પરંતુ જિમ ને આ બીમારીની જાણ થાતાં તેણે ડોક્ટરો નીસલાહ મુજબ સારવાર કરાવવાનું કર્યું હતું જિમના તો બંને હાથમાં લાડવો હતો કારણકે જિમ રક્તદાન કરીને પોતાનો જીવ પણ બચાવી રહ્યો હતો અને બીજી બાજુ તે પોતાના શોખો પણ પૂરા કરી રહ્યો હતો અને બીજી એક મોટી વાત તો એ હતી કે તેણે કરેલા સતત 20 વર્ષ રક્તદાન થી ઘણા લોકો એ પોતાની જાન બચાવી પણ હતી

4 : – એક માણસ હાર્ટ અટેક થી બચી ગ્યો હતો કારણકે તેણે એક અજાણી સ્ત્રી ની મદદ કરી હતી

image source

વિકટર ગૃસ્બ્રેક્ટ નામનો વ્યક્તિ અને તેની પત્ની એન ગાડી હંકારી ને જઇ રહ્યા હતા ત્યારે વીકટરે તેની બાજુમાં બે સ્ત્રીઓ ને તે કાર ઊભી રાખીને ટાયર બદલાવતા જુએ છે આ મહિલાઓના નામ હતા લિસા મેરિયર અને સારા બેર્ગ તે લોકો એક મોટી મુંજવણ માં હતા તે કારનું ટાયર કઇરીતે બદલવું તે જાણતા ન હતા વિકટર એક અનુભવી મેકનીક હતો તેણે તેની કાર ઊભી રાખીને આ બંને અજાણી સ્ત્રીઓની મદદ કરી આ બંને સ્ત્રીઓએ વિકટરનો આભાર વ્યક્ત કર્યો અને પોતાના રસ્તા પણ તેણે કાર હંકારી મૂકી

image source

થોડા સમય પછી એક વખત વિકટર અને તેની પત્ની એન એક ટ્રક લઈને રસ્તા પર જઇ રહ્યા હતા અચાનક તેણે પોતાનો ટ્રક રસ્તાની સાઇડમાં રોકી દીધો હતો ત્યારે બે મહિલાઓ એ આ આખી ઘટના કાર ચલાવતી વખતે જોઈ તેને કાર ટ્રક ની પાછળ રોકી અને નીચે ઉતરી ત્યારે વિકટર ની પત્ની તેની સામે આવીને બૂમો પાડવા લાગી કે તેના પતિને હાર્ટ અટેક આવ્યો છે આ સ્ત્રીઑ બીજી કોઈ નહીં પરંતુ થોડા વર્ષો પહેલા જેની વિકટરે કારનું ટાયર બદલવામાં મદદ કરી હતી તે સ્ત્રીઓ જ હતી તેમાથી એક સ્ત્રીએ વિકટર ને મોઢા વડે શ્વાસ આપવાની કોશિશ કરી અને બીજી સ્ત્રીએ ત્યાના એમર્જન્સી નંબર 911 પર કોલ કર્યો અને તરત જ મેડિકલ ટિમ ત્યાં આવી પહોચી અને વિકટર આ હાર્ટ અટેક માથી બચી ગ્યો હતો અને તે કદાચ મરી પણ ગ્યો હોત જો વિકટરે તે દિવસે કાર ઊભી રાખીને અજાણી સ્ત્રીની મદદ ના કરી હોત