કેમ અચાનક જ કૈટરિના કૈફે કરાવ્યો COVID-19 ટેસ્ટ, જાણો વિડીયો શેર કરીને શું આપ્યો મેસેજ

કેટરીનાએ શૂટ પહેલાં કરાવ્યો કોવિડ-19 ટેસ્ટ – વિડિયો શેર કરી બોલી – સેફ્ટી ફર્સ્ટ

બોલીવૂડ અબિનેત્રી કેટરીના કૈફ લોકડાઉન બાદ હવે કામ પર પાછી ફરી છે, પણ તેણીને પણ બીજા લોકોની જેમ કોરોના વાયરસનો ભય સતાવી રહ્યો છે. આ દરમિયાન તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં કેટરીના શૂટ પહેલાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવતી જોઈ શકાય છે. આ વિડયો હવે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

image source

કેટરીના કૈફે પોતે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. વિડિયો શેર કરતા તેણીએ કેપ્શનમાં લખ્યું છે – ‘શૂટ પર જતા પહેલાં ટેસ્ટિંગ. આ જરૂરી છે. બધાએ કરાવવું જોઈએ.’ વિડિયોમાં ડૉક્ટરે પીપીઈ કીટમાં કેટરીનાનો કોરોના વાયરસ ટેસ્ટ કરતા જોઈ શકાય છે. જ્યારે કેટરીનાને વ્હાઇટ આઉટફીટમાં જોઈ શકાય છે. ટેસ્ટિંગ દરમિયાન પહેલાં તો તેણી આરામથી બેઠી રહી પણ પછી ટેસ્ટ થયા બાદ તેણી હંસવા લાગી હતી.

image source

તમને જણાવી દઈએ કે કેટરીના હાલમાં જ માલદીવ્સથી પાછી ફરી છે. તેવામા સેફ્ટીને ધ્યાનમા રાખતા તેણીએ પોતાનો કોરના ટેસ્ટ કરાવ્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ, રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. જેમાં તેની સાથે અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મ પહેલા માર્ચ 2020માં રિલિઝ થવાની હતી, પણ કોરોના વાયરસના કારણે લોકડાઉન થતાં ફિલ્મ હજુ સુધી રિલિઝ નથી થઈ શકી.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

આ ઉપરાંત કેટરીના ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફોન ભૂતમાં પણ જોવા મળશે. ફિલ્મની વાર્તા ઘોસ્ટબસ્ટર્સની આસપાસ ફરે છે. આ બધા ઉપરાંત પણ કેટરીના પાસે બીજી કેટલીક ફિલ્મો પણ છે, જેનું શૂટિંગ તેણી જલદી જ શરૂ કરવાની છે.

કેટરીનાએ રેડ આઉટફીટમાં બીચ પર કરાવ્યું ફોટોશૂટ

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરીના કૈફ પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની સ્ટાઇલને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તેણીની તસ્વીરો તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. હાલમાં જ કેટરીના કૈફે બીચ પર રેડ આઉટફીટમાં પોતાનો ફોટોશૂટ કરાવ્યો. જેમાં તેણીનો લૂક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. એક્ટ્રેસે પોતાની આ તસ્વીરને ઇસ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા શેર કરી છે. જેમાં તેણીનો અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ ઉપરાંત કેટરીના કૈફે વ્હાઇટ બિકીનીમાં પણ ફોટો શેર કર્યો છે જે સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરીના કૈફની આ તસ્વીરે ફેંસનું ખૂબ ધ્યાન ખેંચ્યું છે, સાથે સાથે લોકો ફોટોને લઈ તેણીના વખાણ પણ કરી રહ્યા છે. પોતાની એકપોસ્ટમાં કેટરીના કૈફ રેડ ડ્રેસમાં સમુદ્ર કિનારે ફોટો શૂટ કરાવતી જોઈ શકાય છે. આ તસ્વીરમાં તેણીના લૂકની સાથે સાથે તેણીના એક્સપ્રેશન પણ સુંદર લાગી રહ્યા છે. તેણીની આ તસ્વીર પર અત્યાર સુધીમાં લાખો લાઇક્સ મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં તેણી માલદીવ્સ ગઈ હતી અને ત્યાં રહીને પણ તેણી પોતાના ફેન્સ સાથે સોશિયલ મડિયા દ્વારા જોડાયેલી રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત