ક્યાં બાત: ભરૂચના કપલે અંતિમ વચન પૂરું કર્યું, પત્નીના મોત બાદ પતિએ પણ એક કલાકમાં દુનિયાને અલવિદા કહ્યું

આપણે એવા કેટલાય કિસ્સા જોયા છે કે જેમાં પ્રેમ અમર રહી જાય અને લોકો કપલને દાયકાઓ સુધી યાદ રાખે છે. ત્યારે હાલમાં એક કિસ્સો છે આપણા ગુજરાતનો કે જેમાં પણ કંઈક આવું જ થયું છે. અહીં જે કિસ્સા વિશે વાત કરવામાં આવી રહી છે એ ભરૂચ જિલ્લાના ભાલોદ ગામનો છે.

image soucre

આ ગામના વાતની ડો.જયેન્દ્રસિહ બારોટ પોતે વેટનરી ડોક્ટર તરીકેની ડિગ્રી મેળવી વર્ગ 2 પશુ નિયામક તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. ત્યારબાદની વાત કરીએ તો તેઓ તેમના જીવન સાથી તરીકે અનસુયાબેન સાથે મેળાપ થયો અવે બંને વચ્ચે પ્રેમ થતાં લગ્નજીવનમાં બંધાયા હતા. એકદમ સુખેથી તેમનું જીવન ચાલતું હતું અને લોકો પણ તેમના પ્રેમના બીજાને ઉદાહરણ આપતા હતા. આ સાથે જ તેમને એક દીકરી દર્શનનો જન્મ થયો હતો.

image soucre

આ રીતે આખો પરિવાર અને દંપતી એક બીજા સાથે ખુબ સ્નેહથી રહેતા હતા અને સુખેથી જીવન જીવતા હતા. આ બન્નેનુ લગ્ન જીવન 58 વર્ષનું થયું હતું છતાં પણ તેઓ બિલકુલ છુટા પડ્યાં નહોતાં. વાત ત્યાં સુધી કે એક બીજાની ભૂલથી પણ નિંદા નહોતા કરતાં. આ દંપતીના જીવનમાં સતત પ્રેમ પ્રેમ વધતો રહ્યો. જયારે પણ જુદા થવાની કે મારવાની વાત આવે એટલે અનસુયાબેનને જયેન્દ્રસિંહ કહેતાં, ‘તારા વગર જીવન શું કામનું? હું વચન આપું છું કે તું આ દુનિયા છોડી જઈશ તેના ગણતરીના સમયમાં હું દુનિયા છોડી દઈશ અને તારી સાથે આવીશ. તને ક્યાંય એકલી નહિ મુકું. અને સાચે જ આ કપલના કેસમાં એવું જ થયું અને પ્રેમ અમર થઈ ગયો. વાત એમ છે કે ત્યારે બંનેને કોરોના થતા રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

image socure

કોરોના પછીની સફર વિશે વાત કરવામાં આવે તો કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પહેલાં અનસુયાબેનનું મોત થયું હતું. મોત નિપજતાં પરિવારે તંત્ર રાજપીપલાના સ્મશાને લઇ જાય છે. આ બાબતની પતિને કોઈ જાણ નહોતી છતાં એક કલાકના સમયમાં જ પતિ જયેન્દ્રસિહનું પણ મોત થાય છે અને પરિવારમાં સોપો પડી જાય છે. આ રીતે તેમણે આપેલો કોલ જાણે પૂરો કર્યો અને બન્નેએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. જ્યાં પત્નીનો અંતિમ સંસ્કાર થયો જેમાં દીકરી દર્શનાના પુત્ર કુશાગ્ર અને ભાઈના દીકરા નિમેષ બંનેએ અગ્નિ દાહ આપ્યો હતો. હાલમાં આ દંપતીને બધા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને લોકો પણ ચર્ચા કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!