રોજિંદા જીવનમાં આપણે સત્તર વખત આટલા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ પણ તેના આખા નામ વિશે જાણીએ છીએ?

રોજિંદા જીવનમાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે કાયમ જે ચીજોનો ઉપયોગમાં કરીએ છીએ તેના વિશે ભૂલી જઈએ છીએ. મોબાઇલ ફોન વાપરનાર દરેક માણસ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે પરંતુ જો તેમને તેનુ પૂરૂ નામ પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઇ કહી શકે. ઉદાહરણ તરીકે જો તમને પાન કાર્ડ વિશે પૂછવામાં આવે અથવા PANનો અર્થ શું છે તે વિશે તો ભાગ્યે જ કોઈ આ સવાલનો જવાબ જાણતા હોય છે. આજે અહી આવી જ પાંચ વસ્તુઓ વિશે માહિતી આપવામા આવી છે જેનો ઉપયોગ તમે કાયમ કરો છો પન તે વિશે તમે જાણતા નથી.

SIMનુ પૂરૂ નામ:

image source

જ્યારે આપણે કોઇ પન મોબાઈલ લઈએ ત્યારે તેના માટે સિમકાર્ડ ખરીદવું પડે છે કારણ કે ત્યારબાદ જ કોઇ પણ યુઝર અન્ય કોઇ પણ નંબર પર સંપર્ક કરી શકે છે. મળતી માહિતી મુજબ SIMનુ પૂરૂ નામ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ થાય છે.

PDFનુ પૂરૂ નામ:

ઓનલાઈન દસ્તાવેજો મોટા ભાગે PDF ફોર્મેટમાં જ હોય છે. કોઇ પણ ઓફિસીયલ કામોમા PDF ફાઇલનો ઉપયોગ કરવામા આવે છે. PDFનુ પૂરૂ નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ થાય છે.

પાન કાર્ડનુ પૂરૂ નામ:

image source

પાન કાર્ડનો ઉપયોગ દેશમાં ઓળખના એક ડોક્યુમેન્ટ તરીકે થાય છે. પાન કાર્ડનુ પૂરૂ નામ પરમેનેન્ટ એકાઉન્ટ નંબર છે.

IFSCનુ પૂરૂ નામ:

image source

IFSCનો ઉપયોગ બેન્કિંગ સિસ્ટમમાં થાય છે. જ્યારે પણ પૈસા ટ્રાન્સફર કરવા હોય ત્યારે IFSC કોડ જરૂરી છે. જુદી જુદી બેંક શાખાઓ અલગ IFSC કોડ ધરાવે છે. તેથી તેનો ઉપયોગ ઓનલાઈન મની ટ્રાન્સફર માટે થાય છે. IFSCનુ પૂરૂ નામ ભારતીય નાણાકીય સિસ્ટમ કોડ છે.

ATMનુ પૂરૂ નામ:

image source

આપણે પૈસા ઉપાડવા માટે એટીએમ મશીનો પર જતા હોઈએ છીએ પરંતુ ઘણા ઓછા લોકો એટીએમનો અર્થ જાણે છે. ATMનુ પૂરૂ નામ ઓટોમેટેડ ટેલર મશીન છે.

7 રંગોની નંબર પ્લેટ:

image source

માર્ગો પર આપણે અનેક પ્રકારના વાહનો જોતા હોઈએ છીએ અને આ વાહનોમાં અલગ-અલગ નંબર પ્લેટ હોય છે. જેમા સફેદ રંગની નંબર પ્લેટ સામાન્ય ગાડીઓમાં જોવા મળે છે. પીળા રંગની નંબર પ્લેટ ટેક્સીની હોય છે. ઇલેક્ટ્રોનિક અને બેટરી સંચાલિત વાહનોમાં ગ્રીન નંબર પ્લેટો હોય છે. વાદળી રંગની નંબર પ્લેટ વિદેશી પ્રતિનિધિઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતા વાહનોમા હોય છે. કાળા રંગની નંબર પ્લેટ સામાન્ય રીતે કોમર્શિયલ વાહનોની હોય છે. લાલ રંગની નંબર પ્લેટ ભારતના રાષ્ટ્રપતિ કે કોઈ રાજ્યના રાજ્યપાલની હોય છે. તીર વાળી નંબર પ્લેટ સૈન્ય વાહનોમાં જોવા મળે છે.