ખંડેર થઈ ગયેલા રેલ્વે સ્ટેશનને નવું સ્વરૂપ આપીને બનાવ્યું નવું ઘર, હવે કરોડોમાં બોલાઈ રહી છે આ જ ઘરની કિંમત

પહેલાના સમયમા બનેલી ઇમરતો, મહેલો, કિલ્લાઓ કે પછી મંદિરોની વાત કરવામા આવે ત્યારે જો તેની યોગ્ય રીતે કાળજી લેવામા ન આવે તો તે જગ્યા ખંડેર બની જાય છે. આવી જગ્યાઓને સાચવી રાખવા માટે એક અલગ અલગથી એક સંસ્થા પણ બનાવામા આવી છે જે આવી જગ્યાઓ સાથે સતત જોડાયેલ રહે છે અને તેનુ મુલ્યાકન કરીને જરૂરી પગલા લે છે.

image source

આ સિવાય પણ પહેલા ઉપયોગમાં લેવાતાં કેટલાક સ્થળો જ્યારે નવીનીકરણ થાય ત્યારે વપરાશ ન થતાં ખંડેર બની જાય છે. હાલમા આવી જ એક જગ્યા ચર્ચામા આવી છે જેના વિશે અહી વાત થઈ રહી છે. આ જગ્યા પર્વતોની મધ્યમાં આવેલી છે અને તે એક જૂનું રેલ્વે સ્ટેશન છે.

image source

આ રેલ્વે સ્ટેશનની નજીકમાં બધે જ ફક્ત હરિયાળી જોવા મળે છે અને આથી તેને હવે એક ઘર બનાવી દેવામા આવ્યું છે જેના આજનાં લૂકને જોઇને તમારા હોશ ઉડી જશે. આ ઘર બનીને હવે તો વેચાવા માટે પણ તૈયાર થઈ ગયુ છે. મળતી માહિતી મુજબ યુકેના ડેવોનમાં આ હોલ્ટ આ અગાઉ એક્સ વેલી રેલ્વેનો ભાગ હતો. તે એક શાખા લાઇન હતી જે ગ્રેટ વેસ્ટર્ન રેલ્વે સાથે જોડાયેલી હતી. તેની શરૂઆત 1 મે 1885ના રોજ થઈ હતી. એક રિપોર્ટ્ મુજબ હવે આ જુના રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.

image source

આ નાનું રેલ્વે સ્ટેશન કોઈનું ઘર અને કોઈનું ઓફિસ પણ બની શકે છે. તેની વેચાણ કિંમત 550,000 યુરો નક્કી કરવામાં આવી છે જે ભારતીય ચલણ મુજબ આશરે 5.6 કરોડ રૂપિયા થાય છે. વર્ષ 1923માં પ્રથમ સ્ટાફને અહીંથી દૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 40 વર્ષ પછી તે સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતી. બ્રિટનમાં રેલ પ્રણાલીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવતું હોવાથી આવું કરવામાં આવ્યું હતું.

image source

આ કામગીરીથી ધીમે ધીમે આગળ વધતાં અહીંની તમામ કામગીરી સપૂર્ણ બંધ કરી દેવામાં આવી અને ત્યારબાદ તેને હવે એક ઘરનું રૂપ આપવામાં આવ્યુ છે. વાત કરીએ તેનાં દેખાવ વિશે તો પ્લેટફોર્મ તરફ ખુંલતા રૂમને સીટિંગ રૂમમાં ફેરવામાં આવ્યો છે. ટિકિટ ઓફિસને બેડરૂમમાં બનાવી દેવામાં આવ્યો છે. હવે આ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ થતાં તેનું અલગ રૂપ સામે આવ્યું છે. આ સાથે ત્યાં બાજુમાં એક તળાવ પણ છે જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

image source

આ સાથે અહીં એક ખૂબ મોટો બગીચો પણ છે. આ આખું દ્ર્શ્ય આમ જોતાં કોઈ લાકડાનું મકાન હોય તેવું લાગે છે. અહી યુરોપિયન દેશોના લોકો રજાઓ દરમિયાન સમય પસાર કરવાનું પસંદ કરે છે. મળતી માહિતી મુજબ આ સ્ટેશને પહોંચવા માટે તમારે 900 ફુટ લાંબો સફર ચાલીને કાપવો પડશે કારણ કે અહીં જવા માટે તમને કોઈ વાહન મળશે નહીં. અહી તમને બે રિસેપ્શન રૂમ, બે ગાર્ડન રૂમ, એક બેઠક ખંડ અને રસોડું સાથે અન્ય ત્રણ શયનખંડ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!