ખેડૂતોના મહામુલા પાકને બચાવવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, CM રૂપાણીએ આપ્યો આ આદેશ

એક તરફ લોકો કોરોનાકાળમાં ધંધા રોજગારમાં મંદીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ વાવણી બાદ યોગ્ય વરસાદ ન થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. નોંધનિય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ નથી થયો જેને કારણે ખેતરમાં રહેલો પાક હવે સુકાવાની અણી પર છે. જેને લઈને ખેડૂતોના ઊભા પાકને નૂકશાનથી બચાવવા માટે પાણી મળી રહે તે માટે CM રૂપાણીએ રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. જેથી ખેતીના પાકને નુકશાન ન થાય.

image soucre

નોંધનિય છે કે, રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તમને જણાવી દઈએ કે, આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ટીલવાએ જણાવ્યું હતું કે ચોમાસુ પાક નિષ્ફળ જવાનું જોખમ વધી રહયું છે. આગામી અઠવાડિયામાં જો વરસાદ નહીં પડે તો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની શક્યતા છે. નોંધનિય છે કે, હાલ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડધરી અને વિંછીયામાં સિઝનનો કુલ વરસાદ માત્ર ચાર ઈંચ નોંધાયો છે. જેને કારણે પાક નિષ્ફળ જવાની શક્યતા છે.

image soucre

તમને જણાવી દઈએ કે, સીએમ વિજય રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આદેશો આપ્યા છે કે, રાજ્યના જળાશયોમાં આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત-રિઝર્વ રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ખેડૂતોના ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવે. નોંધનિય છે કે, CM રૂપાણીના આ ખેડૂતોના પાકને બચાવવા લીધેલા નિર્ણયથી તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ ખેડૂતોના પાકને બચાવવા સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. નોંધનિય છે કે તેનો લાભ રાજ્યના પાંચ લાખ હેકટર જમીન વિસ્તારને મળશે.

image soucre

નોંધનિય છે કે, સૌરાષ્ટ્ર વિસ્તારના 141 ડેમ પૈકીના 88 જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની 60 હજાર હેકટર જમીનને તેમજ ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમનું પાણી 15 હજાર હેકટરને સિંચાઇ માટે મળતું થવાનું છે. આ ઉપરાંત જો વાત મધ્ય ગુજરાતની કરીએ તો કડાણા જળાશયમાંથી મહિ કમાન્ડને 6 હજાર કયુસેકસ પાણી સિંચાઇ માટે પૂરૂં પાડવામાં આવશે. તો બીજી તરફ પાનમ સહિતના 11 જળાશયોમાંથી 2 લાખ 10 હજાર હેકટરને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે તેવી માહીતી સામે આવી છે.

image soucre

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી રૂપાણીએ આ પહેલા જૂલાઇ મહિનામાં ખેડૂતોને 8 ને બદલે 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. તો હવે રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતીમાં તેમણે રાજ્યના જળાશયોમાં 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે આપવાનો નિર્ણય કર્યો છે. જેથી આવનારા સમયમાં ખેડૂતોનો પાક નિશ્ફળ ન જાય અને ખેડૂતો મોટી મુશીબતમાંથી બચી જાય.