ગુરુ પૂૂર્ણિમાએ જાણો બોલિવૂડના ગુરુ અને શિષ્યની ખાસ જોડીઓ, કરી ચૂક્યા છે કમાલ

બૉલીવુડ ફિલ્મોમાં ગુરુ શિષ્યની જોડી જોઈને તમે થઈ જશો વિચારતા, ચાલો જાણી લઈએ કઈ કઈ ફિલ્મો છે લિસ્ટમાં.

કહેવાય છે કે માતા પિતા પછી ગુરુ જ એવી વ્યક્તિ છે જે તમારી સફળતાને જોઈને પોતે પણ તમારી સાથે સાતમા આસમાનમાં ઉડવા લાગે છે. જ્યાં માતા પિતા આપણને જીવન આપે છે તો એને જીવવાની રીત એક ગુરુ શીખવે છે. દરેકના જીવનમાં એક ગુરુ હોય છે જેની વાતો એમના માટે પ્રેરણા બનીને સામે આવે છે તો ચાલો વાત કરીએ એ ફિલ્મો વિશે જેમાં આ સંબંધ જોવા મળ્યો. બૉલીવુડ ફિલ્મોમાં આ ગુરુ શિષ્યની જોડીને જોઈને તમે જોતા જ રહી જશો.

image source

તારે જમીન પર.

વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ તારે જમીન પર આમિર ખાન અને દર્શિલ સફારી લીડ રોલમાં દેખાયા હતા. ફિલ્મમાં દર્શિલ એક એવા બાળકના રોલમાં દેખાયા જેને અભ્યાસમાં ખૂબ જ તકલીફ પડતી હતી. એ પછી એના માતા પિતા એને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દે છે અહીંયા એની મુલાકાત એક એવા ટીચર સાથે થાય છે જે કઈ પણ કહ્યા વગર એની સૌથી મોટી તકલીફ સમજી ગયા.

3 ઇડિયટ્સ.

વર્ષ 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મે ખૂબ જ પોપ્યુલરિટી મેળવી હતી.ફિલ્મમાં એક એવા સ્ટુડન્ટની સ્ટોરી રજૂ કરવામાં આવી જેની પાસે કોઈ સુવિધા ન હોવા છતાં એ દુનિયાનો એક મોટો સાઇન્ટિસ્ટ બન્યા. ફિલ્મની વાર્તાએ ઘણા છાત્રોને પ્રેરિત કર્યા છે.

image source

પાઠશાલા .

વર્ષ 2010માં આવેલી આ ફિલ્મમાં શાહિદ કપૂર એક શિક્ષકના રોલમાં દેખાયા હતા. એ ફિલ્મમાં એજ્યુકેશન સિસ્ટમને લઈને સવાલ ઉઠાવતા દેખાયા.

આરક્ષણ.

વર્ષ 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મ ગુરુ અને શિષ્યના સંબંધ પર બનેલી છે. આ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચને પ્રિન્સિપાલનો રોલ કર્યો હતો. એ પછીથી એક સમાજ સેવક પણ બની જાય છે. આ ફિલ્મમાં બગ બી સિસ્ટમ સાથે લડતા દેખાયા.

હિચકી.

image source

હિચકી વર્ષ 2018માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રાની મુખર્જીના અભિનયથી સજેલી આ ફિલ્મ એક એવા ટીચર વિશે છે જે પોતાની જ ગંભીર તકલીફથી પીડાય છે અને સ્ટુડન્ટને એ સ્થાન પર લઈ આવે છે જ્યાં દુનિયા એમને સલામ કરે છે. ફિલ્મમાં ખૂબ જ સુંદરતાની સાથે ગુરુ શિષ્યના સંબંધને બતાવવાની કોશિશ કરવામાં આવી છે.મોહબ્બતે.

ભલે આ ફિલ્મનું નામ એક લવસ્ટોરીની જેમ તમારું ધ્યાન દર્શાવે છે પણ ફિલ્મમાં ગુરુકુલની જિંદગીને બતાવવામાં આવી છે..જેમાં ડીસીપ્લીન પર ખૂબ જ ફોક્સ કરવામાં આવ્યું છે. ફિલ્મ હિટ સાબિત થઈ અને આ ફિલ્મમાં જિંદગીની એક અલગ બાજુ પર ધ્યાન આપવામાં આવ્યું છે.

બ્લેક.

image source

વર્ષ 2005માં રિલીઝ થયેલી આ ફિલ્મ અમિતાભ બચ્ચન અને રાની મુખર્જી લીડ રોલમાં છે. ફિલ્મમાં બન્નેની ગુરુ શિષ્યની જોડી છે જેને ખૂબ જ પસંદ કરી છે.

મેં હું ના.

image source

વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મમાં કોલેજ લાઈફને બતાવવામાં આવી છે જેમાં શાહરુખ ખાન, અમૃતા રાવ, સુસ્મિતા સેન જેવા સ્ટાર્સ છે. ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી છે.