ખૂબ મહિમા ધરાવતું ગણેશપુરાનું સિધ્ધિવિનાયક મંદિર માનતાઓ પૂર્ણ કરે છે.

કહેવાયું છે ને કે પ્રથમ પુજાસે મારા ગણેશ દુંદાળા. આમ તો ગણેશ મહિમાજ પોતાનામાં અતિ વિશેષ છે, પરંતુ આજે અમે ગણેશપુરાના સિદ્ધિ વિનાયક ગણેશજીની વાત લઈને આવ્યા છીએ તમારી સમક્ષ જેનો અત્યંત અનેરો મહિમા છે.

image source

ગુજરાતના અરણેજ નજીક ગણેશપુરામાં સ્થિત આ સિદ્ધિ વિનાયક ગણપિદાદાના મંદિરનું લોકોમાં અનોખુ ધાર્મિક મહત્વ છે.  ગામેગામથી લોકો અહીં દર્શન કરવા આવતા રહ્યા છે. શ્રદ્ધાળુ ભક્તોથી આ મંદિર સદેવ ભરાયેલું રહે છે.

કહેવાય છે કે વિક્રમ સંવત ૯૩૩ની અષાઢ વદ ચોથ અને રવિવારના દિવસે હાથેલ ગામમાં એક વૃક્ષ નજીક ઝાડી ઝાંખરામાં જમીન ખોદતી વખતે આ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ મળી આવી હતી જે સોનાનાં આભૂષણોથી સજ્જ હતી. કાનમાં કુંડળ, માથે મુકુટ, પગમાં ઝાંઝર અને કેડે કંદોરો સોહાતો હતો.

image source

ત્યાંનાં રહેવાસીઓ વચ્ચે મૂર્તિને કોઠ, રોજકા કે વંકુઠા ગામે લઈ જવી જોઇએ તે વાતને લઈને બોલાચાલી થવા લાગી. આ જોતાં જ ત્યાં રહેલાં એક મોટી ઉંમરના વડીલે સૂચવ્યું કે મૂર્તિને એક વિના બળદવાળા ગાડાંમાં મૂકી દેવી જોઈએ, અને ગાડું જ્યાં ચાલીને જાય ત્યાંજ મૂર્તિની સ્થાપના કરવી. પ્રભુની જ્યાં ઈચ્છા હશે ગાડું ત્યાંજ ચાલીને રોકાઈ જશે.

ત્યાં રહેલા સર્વ લોકોમાં આ વાત ગળે ઉતરી ગઈ અને આમજ કરવું તેવો નિર્ણય લેવાયો.જેવી મૂર્તિને ગાડામાં રાખી, ગાડું ચાલવા લાગ્યું અને હાલમાં ગણેશપુરા જઈને રોકાયું. તે સમયે ત્યાં માં શક્તિની સ્થાપના થયેલી હતી. ત્યાં પહોંચતા સાથેજ ગાડામાંથી મૂર્તિ ગબડી પડી અને નક્કી કરવામાં આવ્યું કે મૂર્તિને ત્યાંજ સ્થાપિત કરવામાં આવે. તે સ્થળ ત્યારબાદ ગણેશપુરા નામે પ્રચલિત થયું.

image source

ગણેશપૂરામાં આ સિદ્ધિ વિનાયક દેવતા નું દર મહિનાની વદ ચોથે દર્શન કરવાથી કૃપા પ્રાપ્તિ થાય છે એવું મહત્વ છે. ખાસ કરીને મંગળવારે આવતી અંગારકી સંકષ્ટચતુર્થીએ તો ગામેગામ થી લોકોનો મેળો ભરાય છે બાપ્પા ની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે.

ગણેશ ચતુર્થીના દિવસે દૂર દૂરથી લોકો દર્શન લાભાર્થે એકઠા થાય છે. ચોથના દિવસે વહેલી સવારે મંદિરના પ્રાંગણમાં શંખ ફુંકાય છે અને બાપ્પાની આરતી ઉતારવામાં આવે છે. તે રાત્રે ચંદ્રોદય બાદ સંધ્યા આરતી કરવાનો મહિમા છે.

image source

આરતીનો લ્હાવો રોજ સવારમાં ૫-૩૦ વાગ્યે તેમજ સંધ્યા સમયે સાંજે ૭-૩૦ વાગ્યે મેળવી શકાય છે.બાપ્પાનાં દર્શન અર્થે મંદિર સવારે ૫-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધી ખુલ્લું રાખવામાં આવે છે.

નજીકનાં સ્થળોમાં આ જગ્યાઓ પણ ભક્તો માટે અત્યંત મહિમામાયી ગણાય છે.

બુટભવાની માતાજીનું મંદિર

image source

ભૂરખી માતાજીનું મંદિર

પાર્શ્વનાથ જૈનતીર્થધામ

image source

ધોળકા

લોથલ

image source

ચોટીલા સ્થિત શ્રી ચામુંડા માતાજીનું મંદિર

કાલિકુંડ સ્થિત જૈન મંદિર

image source

શ્રી સ્વામિારાયણ મંદિર

નાગનાથ મહાદેવ મંદિર

image source

ગણેશપુરા પહોંચવા માટે રોડ માર્ગે અમદાવાદથી જવું હોય તો કોઠા, ગાંગડ થઈને જઈ શકાય. વડોદરાથી વાયા ધોળકા ચોકડીથી જવાય અને રાજકોટથી જવું હોય તો ચોટીલા, બગોદરાથી અરણેજ તરફ થઇને જઈ શકાય.

નજીકનું રેલ્વે સ્ટેશન અમદાવાદ થાય જે ૩૦ કિમીના અંતરે આવેલું છે.હવાઈમાર્ગે જવું હોય તો અમદાવાદ હવાઈમથક આવીને ત્યાંથી ટેક્સી અથવા બસ મળી જાય જે માત્ર ૩૨ કિમી દૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત